Gandhinagar : વાલીઓ ધ્યાન આપો! 16 સપ્ટેમ્બરે પ્રાથમિક શાળાઓનાં સમયમાં થયો ફેરફાર!
- રાજ્યની પ્રાથમિક શાળાઓનો 16 સપ્ટેમ્બરે સવારનો સમય કરાયો (Gandhinagar)
- તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી રહેશે
- 16 સપ્ટેમ્બરે શિક્ષક મહાસંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
- શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરી આદેશ કર્યો
Gandhinagar : રાજ્યમાં પ્રાથમિક શાળાઓનાં સમયને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. 16 સપ્ટેમ્બરનાં રોજ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનાં સમયમાં (Primary Schools Timming) ફેરફાર કરાયો છે. 16 સપ્ટેમ્બરે તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી રહેશે. 16 સપ્ટેમ્બરે શિક્ષક મહાસંઘ (Teachers' Federation of Gujarat) દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન હોવાથી શાળાઓનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Vadodara : મહિલાને હથિયાર બતાવી ધમકાવનાર શખ્સ સહિત બે ઝબ્બે, નકલી પિસ્તોલ જપ્ત
16 સપ્ટેમ્બરે શિક્ષક મહાસંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
રાજ્યમાં પ્રાથમિક શાળાઓનાં સમયને લઈને શિક્ષણ વિભાગે (Gandhinagar) મહત્ત્વનો આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગના આદેશ હેઠળ 16 સપ્ટેમ્બરનાં દિવસે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનાં સમયમાં ફેરફાર કરાયો છે. 16 સપ્ટેમ્બરે તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી રહેશે, જે અંગે શાળા તંત્રને પરિપત્ર થકી જાણ કરાઈ છે. સાથે જ વાલીઓને પણ નોંધ લેવા જણાવ્યું છે. માહિતી અનુસાર, 16 સપ્ટેમ્બરે શિક્ષક મહાસંઘ દ્વારા રક્તદાન કેમ્પનું (Blood Donation Camp) આયોજન હોવાથી શાળાઓનાં સમયમાં ફેરફાર કરાયો છે.
આ પણ વાંચો - Panchmahal ના રણજીતનગરમાં ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી દોડધામ!
PM મોદીના જન્મદિવસની ઉજવણીને લઈ વિવિધ કાર્યક્રમ
આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. 16 મી સપ્ટેમ્બરે સવારથી જ વિવિધ શાળાઓમાં રક્તદાન કેમ્પનો પ્રારંભ થશે. આ કેમ્પ થકી એકત્ર બલ્ડને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. જણાવી દઈએ કે, 17 સપ્ટેમ્બરનાં રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Narendra Modi's Birthday) છે. ત્યારે પીએમ મોદીનાં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ વિવિધ સ્થળે બ્લડ કેમ્પનું (Blood Camp) પણ આયોજન કરાયું છે.
આ પણ વાંચો - વિધાનસભામાં 'કારખાના વિધેયક' અંગેની ચર્ચામાં ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે તડાફડી


