Gandhinagar : TET-TAT પાસ ઉમેદવારો રજૂઆત કરે તે પહેલા જ પોલીસે ડિટેઇન કર્યા!
- TET-TAT પાસ ઉમેદવારોની ગાંધીનગર ખાતે રજૂઆત (Gandhinagar)
- ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની સંખ્યા વધારવા માગ
- ગાંધીનગર વિદ્યાસમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો પહોંચ્યા હતા
- ઉમેદવારો રજૂઆત કરે તે પહેલાં જ પોલીસે ડિટેઈન કર્યા
ગાંધીનગરમાં (Gandhinagar) TAT અને TET પાસ ઉમેદવારો દ્વારા આજે ઊગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે TAT અને TET પાસ ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ ભરતી પ્રક્રિયામાં સંખ્યા વધારવાની માંગ કરી હતી. જો કે, ઉમેદવારો યોગ્ય રીતે રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા ઉમેદવારોને ડિટેઇન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Kheda : કઠલાલ અને કપડવંજ તા. પં.નાં પ્રમુખના નામની જાહેરાત, જાણો કોને મળી જવાબદારી ?
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે TAT-TET પાસ ઉમેદવારો પહોંચ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગાંધીનગરનાં (Gandhinagar) વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે TAT અને TET પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયામાં સંખ્યા વધારવાની સરકારને માગ કરાઈ હતી. જો કે, ઉમેદવારો તેમની રજૂઆત કરે તે પહેલાં પોલીસે તમામને ડિટેઈન કર્યા છે. માંગ સાથે ઉમેદવારો સૂત્રોચ્ચાર અને દેખાવો કરે તે પહેલા પોલીસે ડિટેઈન કર્યા. ઉમેદવારોની મુખ્ય માંગ મહેકમ મુજબ ભરતી કરવાની છે.
આ પણ વાંચો - Surat : પરિણિતા પર વિધિના નામે દુષ્કર્મ આચરનારા ભૂવાની ધરપકડ
હાથમાં બેનર લઈને ઉમેદવારો પહોંચ્યા હતા
માહિતી અનુસાર, TAT અને TET પાસ ઉમેદવારો હાથમાં બેનર લઈને પહોંચ્યા હતા. ધો. 1 થી 5 માં ભરતી વધારાની માગ સાથે ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર (Vidya Samiksha Kendra) ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ટેટ-ટાટના ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. જો કે, હવે આ મામલે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેનાં પર સૌની નજર છે.
આ પણ વાંચો - Surat : સ્ટંટબાજ યુવક પર પોલીસની કડક કાર્યવાહી, કાયદાનું ભાન કરાવી માફી મંગાવી