ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ભગવાન સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રી ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થતા કલોલની જનતા માટે PSM હોસ્પિટલ ની ખાસ ભેટ

તાજેતરમાં ભગવાન સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ પાવન પ્રસંગે પી.એસ.એમ. હોસ્પિટલ કલોલ, જિ. ગાંધીનગર દ્વારા એક સ્તુત્ય અભિયાન હાથ ધરાયેલ છે, જે અંતર્ગત આ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવનાર દર્દીઓને જુદા-જુદા પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં સામાન્ય OPD કન્સલ્ટેશનથી લઈ લેબ તપાસ, એકસ-રે, ઈ.સી.જી, એમ્બ્યુલન્સ વગેરેનો સમાવેશ થશે.
07:27 PM Nov 01, 2025 IST | Vipul Sen
તાજેતરમાં ભગવાન સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ પાવન પ્રસંગે પી.એસ.એમ. હોસ્પિટલ કલોલ, જિ. ગાંધીનગર દ્વારા એક સ્તુત્ય અભિયાન હાથ ધરાયેલ છે, જે અંતર્ગત આ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવનાર દર્દીઓને જુદા-જુદા પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં સામાન્ય OPD કન્સલ્ટેશનથી લઈ લેબ તપાસ, એકસ-રે, ઈ.સી.જી, એમ્બ્યુલન્સ વગેરેનો સમાવેશ થશે.
PSMHospital_Gujarat_first main

Gandhinagar : તાજેતરમાં ભગવાન સ્વામિનારાયણના (Lord Swaminarayan) સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને 200 વર્ષ પૂર્ણ થયા છે. આ પાવન પ્રસંગે પી.એસ.એમ. હોસ્પિટલ (PSM Hospital) કલોલ, જિ. ગાંધીનગર દ્વારા એક સ્તુત્ય અભિયાન હાથ ધરાયેલ છે, જે અંતર્ગત આ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવનાર તમામ દર્દીઓને જુદા-જુદા પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં સામાન્ય ઓ.પી.ડી કન્સલ્ટેશનથી લઈને લેબ તપાસ, એકસ-રે, ઈ.સી.જી, એમ્બ્યુલન્સ વગેરેનો સમાવેશ થશે, જેની વધુ વિગતો નીચે મુજબ છે :

આ પણ વાંચો - 2, નવેમ્બરે દુર્લભ સંયોગ યોજાશે, આ ત્રણ રાશિઓને લાગશે લોટરી

ઉપરોક્ત તમામ સેવાઓ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ તથા પી.એસ.એમ હોસ્પિટલનાં નિષ્ણાંત તથા અનુભવી ડૉક્ટરોની ટીમ દ્વારા આપવામાં આવશે. આ હોસ્પિટલ ખાતે સમગ્ર વર્ષ દરમિયાન આયુષમાન કાર્ડ ધારકો માટે તમામ સારવાર ઉપલબ્ધ છે અને આયુષમાન કાર્ડ કઢાવવા માટે ઉચિત સહકાર આપવામાં આવે છે. સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ (Swaminarayan Vishwamangal Gurukul) તથા સ્વામિનારાયણ યુનિવર્સિટી (Swaminarayan University) પ્રમુખ શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીના (Premswarupdasji) જણાવ્યા મુજબ, આ અભિયાનથી જરૂરિયાતમંદ દર્દીઓની સેવાના ભગવાન સ્વામિનારાયણના મંત્રને ચરિતાર્થ કરવાના ધ્યેયને બળ મળશે.

આ પણ વાંચો - VNSGU : પરીક્ષામાં ગેરરીતિ કરવા બદલ વિદ્યાર્થીઓ પાસેથી ₹70 લાખનો દંડ વસૂલાયો

Tags :
200th anniversary of the ShikshapatriECGGandhinagarGUJARAT FIRST NEWSKalolLord SwaminarayanPremswarupdasjiPSM HospitalSwaminarayan UniversitySwaminarayan Vishwamangal GurukulTop Gujarat Newsx ray
Next Article