ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : BMW કારની અડફેટે રાહદારી મહિલાનું મોત

Accident in Gandhinagar : ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં D-Mart પાછળ એક ભયાનક અકસ્માત બન્યો, જેમાં BMW કારચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા તેનું સ્થળ પર જ મોત થયું. પોલીસે આરોપી હર્ષ મોરિશ્વરને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
03:44 PM Aug 18, 2025 IST | Hardik Shah
Accident in Gandhinagar : ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં D-Mart પાછળ એક ભયાનક અકસ્માત બન્યો, જેમાં BMW કારચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા તેનું સ્થળ પર જ મોત થયું. પોલીસે આરોપી હર્ષ મોરિશ્વરને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
Accident_in_Gandhinagar_Gujarat_First

Accident in Gandhinagar : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એકવાર ફરી રફ્તારનો કહેર જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર, પાટનગરમાં ફરી એકવાર બેફામ રફતારના કારણે દુર્ઘટના સર્જાઈ છે. સરગાસણ પાસે બનેલી આ ઘટનામાં BMW કાર ચાલકે રાહદારી યુવતીને અડફેટે લીધી હતી, જેના કારણે તેણીનું સ્થળ પર જ મોત થયું. ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

અકસ્માતની ઘટના

માહિતી મુજબ, ગઈકાલે રાત્રે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં, D-Mart ની પાછળ આ ભયાનક અકસ્માત બન્યો હતો. BMW કારચાલકે રસ્તા પર ચાલી રહેલી યુવતીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે રાહદારી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતક મહિલાની ઓળખ શાંતા સુનાર તરીકે થઈ છે, જે 29 વર્ષની હતી.

આરોપી અને કાર અંગેની વિગતો

તપાસમાં જાણવા મળ્યું કે અકસ્માત સર્જનારનું નામ હર્ષ મોરિશ્વર છે. તે પોતાની મિત્ર પાસેથી BMW કાર લઈને નીકળ્યો હતો. ખાસ વાત એ છે કે આ કાર પંજાબ પાસિંગની છે અને તેના પર "પંજાબ પોલીસ"નું સ્ટીકર લગાવેલું હતું. પોલીસને શંકા છે કે સ્ટીકરનો ઉપયોગ પ્રભાવ જમાવવા માટે કરવામાં આવ્યો હતો.

Gandhinagar પોલીસે હાથ ધરેલી કાર્યવાહી

ગાંધીનગર (Gandhinagar) માં અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. ઈન્ફોસિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી હર્ષ મોરિશ્વરને ઝડપી લીધો હતો. તેની સામે ગુનો નોંધાયો છે અને કારને કબજે લેવામાં આવી છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે કે અકસ્માત સમયે તે દારૂ કે નશામાં હતો કે નહીં.

રફતારનો કહેર

ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતથી ફરી એકવાર શહેરમાં બેફામ ફોર વ્હીલરની સમસ્યા ચર્ચામાં આવી છે. અગાઉ પણ ગાંધીનગર અને અમદાવાદમાં બેફામ કારચાલકોના કારણે અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓએ માગણી કરી છે કે આવા કેસોમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

આ પણ વાંચો :   Gandhinagar : સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારોને આ દિવસથી મળશે 24 કલાક પાણી

Tags :
Accident in GandhinagarBMW Car CrashDrunk Driving SuspicionFatal Road AccidentGandhinagarGandhinagar AccidentGujarat FirstHardik ShahHarsh MoreswarInfocity PoliceOverspeedingPedestrian DeathPunjab Passing CarPunjab Police Stickerreckless drivingSargasan D-MartShanta SunarSpeed Menace Gujarat
Next Article