Gandhinagar : સર્વ વિધાલય કેમ્પસ ખાતે SIRAAJ-2025 નો શુભારંભ, રાજ્યનાં 40 શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવ્યા
- Gandhinagar માં સર્વ વિધાલય કેમ્પસ ખાતે SIRAAJ-2025 નો શુભારંભ
- એસ. કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ગાંધીનગર દ્વારા સમગ્ર આયોજન કરાયું
- MBA કોલેજ દ્વારા આયોજિત સીરાજ-2025 માં અનેક શહેરોનાં વિધાર્થીઓએ લઈ રહ્યા છે હિસ્સો
- કુલ 77 કોલેજનાં 3 હજારથી વધુ વિધાર્થીઓએ આ પ્રસંગે ખાસ હાજરી આપી
Gandhinagar : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ (Sarva Vidyalaya Kelvani Mandal) દ્વારા કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન એસ.કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ MBA દ્વારા સિરાજ-2025 નું (SIRAAJ-2025) આયોજન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર અને કડી સર્વ વિદ્યાલયનાં પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલનાં માર્ગદર્શન હેઠળ યોજાઇ રહ્યું છે.
આ પણ વાંચો - Mahakumbh 2025 : ગુજરાત પેવેલિયનમાં 2235 ગુજરાતી યાત્રિકોનો ઉતારો, પ્રદર્શન ખંડની 69,192 એ લીધી મુલાકાત
ગુજરાતનાં 40 શહેરમાંથી 77 કોલેજના 3000 વિદ્યાર્થીઓ ભાગ લેશે
MBA કોલેજ દ્વારા આયોજિત સીરાજ 2025 નાં (SIRAAJ-2025) બે દિવસીય આયોજનમાં ગુજરાતનાં 40 શહેરમાંથી 77 કોલેજના 3000 વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમનાં ઉદ્ઘાટનમાં જોઈન્ટ કમિશનર ઇન્ડસ્ટ્રીઝ આર.ડી બરહાટ, ગાયક અરવિંદ વેગડા, અભિનેત્રી સપના વ્યાસ, રીતુ ભગવાની, હેતવી લીંબાડનાં હસ્તે આ બે દિવસ સીરાજ-2025 નો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Mahakumbh: ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી
વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓ બહાર આવે, સર્વાંગી વિકાસ થાય તેવો હેતું
યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલે જણાવ્યું હતું કે, સીરાજ-2025 નો (SIRAAJ-2025) પ્રારંભ કરવા પાછળ સંસ્થાનો ઉમદા ઉદેશ્ય સંકળાયેલ છે. મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે હેચ યોર આઈડિયા, ક્વિઝ જેવી સ્પર્ધાઓ દ્વારા વિધાર્થીઓમાં આંતરિક શક્તિઓ બહાર આવે અને અભ્યાસની સાથે સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સંસ્થાનો પ્રયાસ હેતું સીરાજ 2025 પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઇવેન્ટ ડોક્ટર ભાવિન પંડ્યા, ડીન ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ, કડી, સર્વ વિશ્વ વિદ્યાલયના નેતૃત્વમાં યોજવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે સ્ટાર્ટઅપ ઈવેન્ટ હેચ યોર આઇડિયામાં 8 રાજ્યોમાંથી 540 થી વધુ સ્ટાર્ટઅપએ ભાગ લીધો હતો.
આ પણ વાંચો - Gir Somnath: ઉનામાં વાશોજ ગામે પ્રાથમિક શાળામાં બાળકો પર પડ્યો છતનો પોપડો, 10 બાળકો ગંભીર રીતે ઘાયલ


