Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના 64 મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો , વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ઉપસ્થિત રહ્યા હતા. વાંચો વિગતવાર.
gandhinagar   cm ભૂપેન્દ્ર પટેલના 64 મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો   વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા
Advertisement
  • આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64 મો જન્મદિવસ
  • જન્મદિવસ નિમિત્તે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
  • ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

Gandhinagar : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આજે 64 મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ X પર પોસ્ટ કરીને CM ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત પણ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોન પર વડાપ્રધાન મોદીના આશીર્વાદ મેળવ્યા છે. વડાપ્રધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે કામના કરી છે. મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરની સરકારી શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરના દર્શન કર્યા

ગુજરાતના મુખ્યમંત્રી અને દાદાના હુલામણા નામે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મદિવસ છે. આજે ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દાદા ભગવાન (Dada Bhagwan)ના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેથી તેઓ જન્મદિવસ જેવા કોઈપણ શુભપ્રસંગે ત્રિમંદિરના દર્શને જાય છે. આજે વડાપ્રધાન મોદીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન સિવાય ભાજપના નેતા, ધારાસભ્યો, અગ્રણીઓ દ્વારા પણ ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચોઃ Gujarat News: ખેડામાં કળિયુગી પિતાએ 7 વર્ષની દિકરીને જનેતાની સામે કેનાલમાં ફેંકી દીધી

વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64 મો જન્મદિવસ છે. આ પ્રસંગે ગાંધીનગરમાં સરકારી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રંગે ચંગે યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર હતા. આ વૃક્ષારોપણમાં રાજકીય આગેવાનો, સ્થાનિક સંગઠનના અગ્રણી-સભ્યો પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ શાળાના બાળકોને વૃક્ષ ઉછેરનો સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જેમ આપણને પાણી જોઈએ તેમ વૃક્ષોને પણ પાણી જોઈએ . સ્કૂલે આવ્યા બાદ સૌથી પહેલા વૃક્ષોને પાણી પીવડાવવું જોઈએ.

આ પણ વાંચોઃ Junagadh : આજક-આંત્રોલી વચ્ચે પુલ તૂટ્યો નથી પણ તોડવામાં આવ્યો, માર્ગ અને મકાન વિભાગે કરી સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×