Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં UCC સમિતિની બેઠક મળી

ગુજરાતનાં રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિનાં અઘ્યક્ષે અપીલ કરી હતી.
gandhinagar   નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ucc સમિતિની બેઠક મળી
Advertisement
  1. Gandhinagar ખાતે UCC સમિતિની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ
  2. નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
  3. UCC અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in નું લોન્ચિંગ
  4. ગુજરાતના રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિનાં અઘ્યક્ષની અપીલ

Gandhinagar : આજે ગાંધીનગર ખાતે નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈનાં (Justice Ranjana Desai) અધ્યક્ષ સ્થાને UCC સમિતિની બેઠક યોજાઈ હતી. દરમિયાન, સમાન સિવિલ કોડ અંગે સૂચનો અને મંતવ્યો રજૂ કરવા ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ કરાયું હતું. સાથે જ ગુજરાતનાં રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા સમિતિનાં અઘ્યક્ષે અપીલ કરી હતી.

આ પણ વાંચો - "સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત" થીમ સાથે CISF અનોખી સાયક્લિંગ યાત્રાની શરૂઆત કરશે

Advertisement

નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈનાં અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક

આ બેઠકમાં UCC સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ (Justice Ranjana Desai) ગુજરાતનાં રહેવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડનાં અમલીકરણ પૂર્વે ગુજરાતનાં રહેવાસીઓ, સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ સમાન સિવિલ કાયદા અંગે પોતાનાં સૂચનો અને મંતવ્યો રજૂ કરી શકે તે માટે ઓનલાઇન પોર્ટલ http://uccgujarat.in લોન્ચ કરવામાં આવ્યું છે. સૂચનો અને મંતવ્યો તા. 24 માર્ચ, 2025 સુધીમાં બ્લોક નં.1, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-10-એ, ગાંધીનગર (Gandhinagar) ખાતે ટપાલ મારફત પણ મોકલી શકાશે.

Advertisement

આ પણ વાંચો - PM Modi in Vantara: સિંહના બચ્ચાને વહાલ કરતા જોવા મળ્યા PM Modi જુઓ Video

ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી

આ સમિતિએ આજે રાજ્ય સરકારનાં વિવિધ આયોગો, ધાર્મિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષો સાથે ચર્ચા-વિમર્શ કરી તેઓનાં સૂચનો અને મંતવ્યો મેળવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કાયદાની (Uniform Civil Code) આવશ્યકતા ચકાસવા તથા કોડનો મુસદ્દો તૈયાર કરવા નિવૃત ન્યાયમૂર્તિ રંજના દેસાઈનાં અધ્યક્ષ સ્થાને ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સી.એલ. મીના, આર.સી. કોડેકર, દક્ષેશ ઠાકર તથા ગીતાબેન શ્રોફનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Bakrol Jail : આણંદ જિલ્લામાં રૂ.૬૪.૨૯ કરોડના ખર્ચે‘ જિલ્લા જેલ’

Tags :
Advertisement

.

×