Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ.78.15 કરોડના વિકાસકાર્યોનું ઇ લોકાપર્ણ-ખાતમુહૂર્ત કર્યું

આ કાર્યક્રમમાં રોડ બિલ્ડિંગ અને શિક્ષણ ક્ષેત્ર સહિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું.
gandhinagar   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ 78 15 કરોડના વિકાસકાર્યોનું ઇ લોકાપર્ણ ખાતમુહૂર્ત કર્યું
Advertisement
  1. Gandhinagar લોકસભા મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિવિધ કામોનું લોકાપર્ણ-ખાતમુહૂર્ત કર્યું
  2. ગાંધીનગર લોકસભાનાં સાંસદ અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં કાર્યક્રમનું આયોજન
  3. સાણંદ-બાવળા વિધાનસભાનાં વિકાસકાર્યોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત
  4. રૂ. 78.15 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનાં પ્રકલ્પોનું ઇ-લોકાપર્ણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું

Gandhinagar : ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ કામોનાં લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કેન્દ્ર સરકારનાં ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહે (Amit Shah) વર્ચ્યુઅલી હાજર રહી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રૂ. 78.15 કરોડના વિવિધ વિકાસકાર્યોનાં (Gujarat Development Projects) પ્રકલ્પોનું ઇ-લોકાપર્ણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું, જેમાં સાણંદ અને બાવળા વિધાનસભા મત ક્ષેત્રનાં ધારાસભ્ય ઉપરાંત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા.

આ પણ વાંચો - Nepal Protests : '200 પ્રવાસીઓને બહાર કાઢી પ્રદર્શનકારીઓએ ગૌશાળાને આગચંપી'!

Advertisement

આવનાર 4 વર્ષમાં વિકાસનાં કામો પૂરા થાય તેવું આયોજન : અમિત શાહે

આ કાર્યક્રમમાં રોડ બિલ્ડિંગ અને શિક્ષણ ક્ષેત્ર સહિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પોતાના સંબોધનમાં કહ્યું કે, સાણંદ વિધાનસભા 6 વર્ષથી ડેવલપ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વર્ષ 2029 સુધીમાં કોઈપણ ગામ પાયાની સુવિધાથી વંચિત નહીં રહે તેનું ધ્યાન રાખવામાં આવશે, ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે, બાવળા અને સાણંદ પાલિકામાં જે ઉણપ છે, એની નોંધ તૈયાર કરી છે. આવનાર 4 વર્ષમાં વિકાસનાં કામો પૂરા થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Jeevan Aastha : ગુજરાતના લાખો હતાશ અને હારેલા લોકો માટે સંજીવની

'ગુજરાતમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકસિત તાલુકો સાણંદ બનવાનો છે'

કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ કહ્યું કે, ગુજરાતમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકસિત તાલુકો સાણંદ (Sanand) બનવાનો છે, તેનો લાભ સાણંદ સ્થાનિક લોકોને મળશે. સાણંદ અને તેની આસપાસનાં વિસ્તારમાં પાણી ગામ સુધી અને ત્યાંથી ઘરો અને ખેતરમાં પહોંચાડવામાં આવશે. સાણંદ GIDC હોદ્દેદારો સાથે વાત થઈ અને એમના સહકારથી વિકાસના કામો થશે. ઉપરાંત, તેમને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગઈકાલે દેશનાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સી.પી. રાધાકૃષ્ણનજીની (C.P. Radhakrishnan) જીત થઈ, જેઓ દક્ષિણ ભારતથી નાતો ધરાવે છે, જેથી હવે દેશનાં મહત્ત્વના અને સ્થાનિક પદો પર દેશનાં તમામ હિસ્સામાંથી પ્રતિનિધિત્વ મળ્યું હોવાની વાત તેમણે કરી હતી.

આ પણ વાંચો - Panchmahal ના રણજીતનગરમાં ગુજરાત ફ્લોરોકેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી દોડધામ!

Tags :
Advertisement

.

×