Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : ઇન્ફોર્મેશન-લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની મુલાકાત લઈ સૂચનો કરતા કેન્દ્રીય ગૃહ અમિતભાઇ શાહ

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (AmitBhai Shah) "સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય" મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.
gandhinagar   ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની મુલાકાત લઈ સૂચનો કરતા કેન્દ્રીય ગૃહ અમિતભાઇ શાહ
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે Gandhinagar માં ઇન્ફોર્મેશન અને લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની મુલાકાત લીધી
  2. સેન્ટરની કામગીરી અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા
  3. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે "સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય" મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી
  4. હું પણ પુસ્તકાલયનું જ એક સંતાન છું, મારા વ્યક્તિત્વ ઘડતરમાં પુસ્તકાલયનું અમુલ્ય યોગદાન રહ્યું છે : અમિતભાઇ શાહ

Gandhinagar : ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમ જ સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે ગાંધીનગર સ્થિત ઇન્ફોર્મેશન અને લાઇબ્રેરી નેટવર્ક સેન્ટરની મુલાકાત લઈ સેન્ટરની કામગીરી અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (AmitBhai Shah) "સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય" મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરી હતી.

Advertisement

પ્રત્યેક પુસ્તકને વાચક અને વાચકને મનગમતું પુસ્તક મળે તેવો આગ્રહ

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગાંધીનગર (Gandhinagar) લોકસભા ક્ષેત્રમાં પુસ્તકાલયો સમૃદ્ધ બને તેમ જ પ્રત્યેક પુસ્તકને વાચક અને વાચકને મનગમતું પુસ્તક મળે તેવો આગ્રહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે હંમેશા સેવ્યો છે. તેમણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના પુસ્તકાલયોને પણ આ પ્રકલ્પના માધ્યમથી સમૃદ્ધ, સુસજ્જ અને અત્યાધુનિક બનાવવા હિમાયત કરી હતી. તેઓએ INFLIBNET સેન્ટરની સેવાઓ અને સૂચિત મોડેલ ઇ-પબ્લિક લાઇબ્રેરી પ્રકલ્પની પણ સરાહના કરી હતી.

Advertisement

આ પણ વાંચો - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર SGVP ગુરુકુળથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

ભારતમાં યુનિવર્સિટી લાઇબ્રેરીઓનાં આધુનિકીકરણમાં INFLIBNET સેન્ટર મદદરૂપ

ગાંધીનગર સ્થિત ઇન્ફર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક (INFLIBNET) સેન્ટર, એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, નવી દિલ્હી (શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર) નું એક સ્વાયત્ત આંતર-યુનિવર્સિટી સેન્ટર (IUC) છે. તે UGC દ્વારા 27 ફેબ્રુઆરી 1991 નાં રોજ IUCAA હેઠળ શરૂ થયેલ રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે. INFLIBNET સેન્ટર માહિતીનાં શ્રેષ્ઠ ઉપયોગ માટે અત્યાધુનિક તકનીકોનો ઉપયોગ કરીને ભારતમાં યુનિવર્સિટી લાઇબ્રેરીઓનાં આધુનિકીકરણમાં મદદરૂપ થઈ રહ્યું છે. આ સેન્ટર સંશોધકો, વિદ્યાર્થીઓ અને અભ્યાસું વર્ગ માટે સમગ્ર વિશ્વનાં પુસ્તકો, સામાયિકો અને સંશોધન જર્નલ્સ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ બનાવે છે.

આ પણ વાંચો - Botad : સાળંગપુર હનુમાનજી મંદિરમાં રથયાત્રાની આબેહૂબ ઝાંખી સાથે વિશેષ શણગાર, જુઓ Photos

મારા વ્યક્તિત્વ ઘડતરમાં પુસ્તકાલયનું અમુલ્ય યોગદાન રહ્યું : અમિતભાઈ શાહ

આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (AmitBhai Shah) ઇન્ફ્લીબનેટનાં ડેટા સેન્ટરની મુલાકાત લઈ આ ડેટા સેન્ટરને વધુ સઘન બનાવવા તેમ જ ઈન્ફ્લીબનેટ સેન્ટરની તમામ સેવાઓ વધુને વધુ વિદ્યાર્થીઓ અને વધુમાં વધુ ગ્રંથાલયો સુધી પહોંચે તે માટે આ સુવિધાઓનો પ્રચાર-પ્રસાર કરવા સૂચનો કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુજરાત અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં આવેલ તમામ પુસ્તકાલયો ઇન્ફ્લીબનેટ દ્વારા શરૂ કરવામાં આવેલ કોમન પોર્ટલ પર આવે અને વધુ વ્યાપક રીતે જોડાય તે માટે પણ હિમાયત કરી હતી. તેઓએ પુસ્તક વાંચન માટે વધુમાં વધુ યુવાનોને પ્રેરિત કરવા પર ભાર મૂકતા કહ્યું હતું કે, "હું પણ પુસ્તકાલયનું જ એક સંતાન છું, મારા વ્યક્તિત્વ ઘડતરમાં પુસ્તકાલયનું અમુલ્ય યોગદાન રહ્યું છે". કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (AmitBhai Shah) ગુજરાતમાં રહેલ જૂના પુસ્તકાલયનાં ગ્રંથો ડિજિટલાઇઝ કરી સંરક્ષિત કરવા માટે પણ જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારનાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં અધિકારીઓ, ગાંધીનગર લોકસભા વિસ્તારનાં ગ્રંથપાલો અને ઇન્ફ્લીબનેટનાં નિયામક તેમ જ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Rathyatra 2025: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો આરંભ, CM Bhupendra Patel એ કરી પહિંદવિધિ

Tags :
Advertisement

.

×