Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : RRU માં UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલનું સૂચક નિવેદન, સત્તાધીશોને ટકોર!

તેમણે કહ્યું કે, ખેડૂતોની જમીન પર યુનિવર્સિટી બનાવી, યુનિ.એ ખેડૂતોનો પણ વિચાર કરવો જોઈએ.
gandhinagar   rru માં up ના રાજ્યપાલ આનંદીબેન પટેલનું સૂચક નિવેદન  સત્તાધીશોને ટકોર
Advertisement
  1. RRU માં UP નાં રાજ્યપાલ આનંદીબેન પટેલનું સૂચક નિવેદન
  2. આનંદીબેન પટેલે યુનિવર્સિટીનાં સત્તાધીશોને કરી ટકોર
  3. યુનિવર્સિટીએ ખેડૂતોનો વિચાર કરવો જોઈએ : આનંદીબેન
  4. બાળકો પ્રત્યે હોય, એટલો જ પ્રેમ જમીન પ્રત્યે પણ હોય : આનંદીબેન
  5. ખેડૂતો માટે એક ટુકડો આપવોએ પણ કઠિન હોય: આનંદીબેન

Gandhinagar : લવાદ ગામની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં (RRU) ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ UP નાં રાજ્યપાલ આનંદીબેન પટેલે (Anandiben Patel) હાજરી આપી હતી. દરમિયાન, તેમણે યુનિવર્સિટીનાં સત્તાધીશોને સૂચન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ખેડૂતોની જમીન પર યુનિવર્સિટી બનાવી, યુનિ.એ ખેડૂતોનો પણ વિચાર કરવો જોઈએ. બાળકો પ્રત્યે હોય, એટલો જ પ્રેમ જમીન પ્રત્યે પણ હોય છે. જેમની જમીન ગઈ, એમનો અભ્યાસ કરો, એમના પરિવારની સ્થિતિ શું છે ? ગામનો ઉદ્ધાર થયો કે કેમ તે અંગે જાણવું જોઈએ.

આ પણ વાંચો - Ahnedabad વિમાન દુર્ઘટના અંગે સામે આવી મોટી અપડેટ

Advertisement

Advertisement

યુનિવર્સિટીએ પણ ખેડૂતોનો વિચાર કરવો જોઈએ : આનંદીબેન

પાટનગર ગાંધીનગર (Gandhinagar) પાસે આવેલા લવાદ ગામની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં (RRU) યોજાયેલ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે હાજરી આપી હતી. દરમિયાન, તેમણે સૂચન નિવેદન આપ્યું હતું. તેમણે RRU ના સત્તાધીશોને ટકોર કરતા કહ્યું કે, ખેડૂતોની જમીન પર યુનિવર્સિટી બનાવી છે તો યુનિવર્સિટીએ પણ ખેડૂતોનો વિચાર કરવો જોઈએ. હું પણ ખેડૂતની દીકરી છું, જેટલો પ્રેમ બાળકો પ્રત્યે હોય, એટલો જ પ્રેમ જમીન પ્રત્યે પણ હોય.

આ પણ વાંચો - Aam Adami Party માંથી 5 વર્ષ માટે હકાલપટ્ટી થતાં જ ઉમેશ મકવાણાએ આપી તીખી પ્રતિક્રિયા

'જેમની જમીન ગઈ, એમનો અભ્યાસ કરો'

આનંદીબેન પટેલે વધુમાં કહ્યું કે, ખેડૂતો માટે એક ટુકડો આપવો એ પણ કઠિન હોય છે. RRU માટેની જમીન સંપાદન માટે 2 વર્ષ લાગ્યા હતા. જ્યારે, યુનિવર્સિટી બનાવવાની હતી ત્યારે ગામડે-ગામડે ફરી ખેડૂતોને સમજાવ્યા હતા. જેમની જમીન ગઈ, એમનો અભ્યાસ કરો, એમના પરિવારની સ્થિતિ શું છે ? ગામડાનો ઉદ્ધાર થયો કે કેમ ? તે અંગે જાણવું જોઈએ. આનંદીબેન પટેલે જણાવ્યું કે, દરેક યુનિવર્સિટી અને કોલેજોએ ગામને દત્તક લેવું જોઈએ. રિસર્ચ એવું હોવું જોઈએ કે લોકોને કામ લાગે, બુક અને લાયબ્રેરીમાં રિસર્ચ બંધ ન થવું જોઈએ.

આ પણ વાંચો - Aam Aadmi Party : પક્ષના દંડક અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી પદેથી ઉમેશ મકવાણાએ આપ્યું રાજીનામું

Tags :
Advertisement

.

×