Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં 'વેધર વોચ ગ્રૂપ' ની બેઠક યોજાઈ

રાહત કમિશનરે રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
gandhinagar   seoc ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં  વેધર વોચ ગ્રૂપ  ની બેઠક યોજાઈ
Advertisement
  1. આગામી સપ્તાહ દરમિયાન રાજ્ય વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના
  2. SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેની અધ્યક્ષતામાં 'વેધર વોચ ગ્રૂપ' ની બેઠક યોજાઈ
  3. રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી
  4. રાહત કમિશનરે સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન-સૂચનાઓ આપી

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે આજે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના (Alok Kumar Pandey) અધ્યક્ષ સ્થાને 'વેધર વોચ ગ્રુપ' ની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરે રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં હવામાન વિભાગનાં (Meteorological Department) અધિકારીએ, રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહમાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા તેમણે જણાવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : છ સોસાયટીને જોડતો રોડ રીપેર કરવા રહીશોની માંગ

Advertisement

NDRF તથા SDRF ની કુલ 32 ટીમ જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી

NDRF નાં અધિકારીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRF ની કુલ 32 ટીમ જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે. ઉપરાંત, 2 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ બેઠકમાં સિંચાઇ વિભાગના અધિકારીએ રિઝિયન વાઈઝ પાણીના સંગ્રહની સ્થિતિ વિશે માહિતી આપી હતી. જે મુજબ, રાજ્યના 206 જળાશય પૈકી 21 જળાશય હાઇએલર્ટ, 12 જળાશયો એલર્ટ પર તથા 19 જળાશયો વોર્નિંગ પર છે.

આ પણ વાંચો - Sabarkantha : સાબરડેરીનો મહત્ત્વનો નિર્ણય, સાબરદાણનાં ભાવમાં કર્યો ઘટાડો, જાણો નવો ભાવ

વિવિધ વિભાગના નોડલ અઘિકારીઓ હાજર રહ્યા

માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં ઓવર ટોપિંગ અને પાણી ભરાવાનાં કારણે 94 રસ્તા બંધ છે. જે પાણી ઉતરતા પૂર્વવત કરવામાં આવશે. આ બેઠકમાં CWC-મહી અને તાપી ડિવિઝન, વન વિભાગ, આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, GSRTC, શહેરી વિકાસ વિભાગ, પંચાયત વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, ISRO, ફિશરિઝ સહિતના વિવિધ વિભાગના નોડલ અઘિકારીઓ (Gandhinagar) હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad : પં.બંગાળનાં મહિલા દર્દી સિવિલમાં બ્રેઇનડેડ થયા, 1 લીવર, 2 કિડની, 2 આંખનું દાન

Tags :
Advertisement

.

×