Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha વિભાજનને લઈને સરકાર કરશે ફેર વિચારણા, કાંકરેજના બે ભાગ થવાની સંભાવના

Banaskantha: બનાસકાંઠાના વિભાજનને લઈને અત્યારે કાંકરેજ અને દિયોદર તાલુકાના લોકો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ અત્યારે બનાસકાંઠા વિભાજનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.
banaskantha વિભાજનને લઈને સરકાર કરશે ફેર વિચારણા  કાંકરેજના બે ભાગ થવાની સંભાવના
Advertisement
  1. બનાસકાંઠા વિભાજનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં
  2. બનાસકાંઠાના વિભાજનને લઈને સરકાર ફેર વિચારણા કરશે
  3. કાંકરેજના કેટલાક ગામોને બનાસકાંઠામાં સમાવાઈ શકે છે!

Banaskantha: બનાસકાંઠાના વિભાજનને લઈને અત્યારે કાંકરેજ અને દિયોદર તાલુકાના લોકો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ અત્યારે બનાસકાંઠા વિભાજનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. અત્યારે એવા સમાચાર સામે આવ્યાં છે કે, બનાસકાંઠાના વિભાજનને લઈને સરકાર ફેર વિચારણા કરશે. મળતી વિગતો પ્રમાણે કાંકરેજના બે ભાગ થવાની સંભાવનાઓ વર્તાઈ રહીં છે. કાંકરેજના કેટલાક ગામોને બનાસકાંઠામાં સમાવાઈ શકે છે.

આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ

Advertisement

કાંકરેજના કેટલાક ગામો બનાસકાંઠામાં સમાવાઈ શકે તેવી શક્યતા

નોંધનીય છે કે, કાંકરેજને વાવ-થરાદ જિલ્લામાં સમાવતા વિરોધ થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનને અત્યારે વિચારણા થઈ શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કાંકરેજના કેટલાક ગામો બનાસકાંઠામાં સમાવાઈ શકે તેવી વિગતો સામે આવ્યું છે. કાંકરેજમાં વાવ થરાદ જિલ્લામાં સમાવાતા હાલ વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે.

Advertisement

આ પણ વાંચો: Amreli લેટર કાંડમાં વિવાદ વકર્યો, SP સાહેબ સરકાર માટે કામ કરતા હતા અને મહિલાને માર્યું તે ગુનો: આનંદ યાજ્ઞિક

બોર્ડરના બાપલા ગામમાં વિભાજન વિરોધ જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના ધાનેરાના ગામડાઓમાં પણ વિભાજનનો વિરોધ થઈ રહ્યો છે. અત્યારે બોર્ડરના બાપલા ગામમાં વિભાજન વિરોધ જોવા મળ્યો છે. અહીં ગ્રામજનોએ ઢોલ-થાળી વગાડી રેલી યોજી વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ ગઈકાલે વાછોલ બોર્ડર પર લોકોએ વિરોધ કર્યો હતો. અહીં ગ્રામજનનોની એવી માંગણી કરી રહ્યાં છે કે, બનાસકાંઠામાં રાખવામાં આવે કારણે કે, સામાજિક શૈક્ષણિક-માર્કેટની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો અનુકુળ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: મા અંબાના પ્રાગટ્ય દિવસે ભક્તોનું ઘોડાપૂર, Shree Siddhi Group ના ચેરમેન Mukeshbhai Patel એ મંદિરમાં ધ્વજા અર્પણ કરી

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×