Gujarat : ઈડરમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરનાર નરાધમને 20 વર્ષની સજા ફટકારાઈ
- ચોકલેટ આપવાની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ કર્યું
- ઈડર પોલીસ સ્ટેશનમાં કાંતિ મનાત વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી
- ચાર વર્ષ અગાઉ ઈડર તાલુકામાં બનાવ બન્યો હતો
ઈડર તાલુકામાં આવેલ એક ગામના બોર કુવા પર રહેતા શખ્સે ચાર વર્ષ અગાઉ એક ૧૧ વર્ષની સગીરાને મોબાઈલ બતાવવાની તથા ચોકલેટ આપવાની લાલચ આપીને અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કર્યું હતું. જે અંગેની ફરીયાદ તત્કાલિન સમયે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવા બાદ પોલીસે સંપૂર્ણ તપાસ કરીને તેની ચાર્જશીટ ઈડર કોર્ટમાં રજુ કરી હતી. જે અંગેનો કેસ મંગળવારે ચાલી જતાં ન્યાયાધિશે સરકારી વકીલ દ્વારા રજુ કરાયેલ દસ્તાવેજી પુરાવા અને દલીલોની ગ્રાહ્ય રાખી દુષ્કર્મ કરનાર નરાધમને ર૦ વર્ષની સજા તથા સગીરાને વળતર પેટે રૂ.૬.૬૦ લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.
ત્યારબાદ સગીરા લોહીલુહાણ બની ગઈ હતી
આ અંગે ઈડર કોર્ટના સરકારી વકીલના જણાવાયા મુજબ ગત તા.૧૯-૭-ર૦ર૧ના રોજ ગાંઠીયોલ(ગોધમજી)ની સીમમાં આવેલ એક કુવા પર રહેતા શ્રમિક પરિવારની અંદાજે ૧૧ વર્ષની એક સગીરાને કાંતિભાઈ ઉર્ફે કાનાભાઈ કમજીભાઈ મનાતે મોબાઈલ બતાવવાની તથા ચોકલેટ આપવાની લાલચ આપી હતી ત્યારબાદ કાંતિ મનાતે આ સગીરાને સીમમાં આવેલ એક ગરનાળા નીચે લઈ જઈને બેરહેમી પુર્વક દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ સગીરા લોહીલુહાણ બની ગઈ હતી.
ઈડર પોલીસ સ્ટેશનમાં કાંતિ મનાત વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી
જેથી ભોગ બનનાર સગીરાના વાલીવારસોએ તત્કાલિન સમયે ઈડર પોલીસ સ્ટેશનમાં કાંતિ મનાત વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે સંપૂર્ણ તપાસ કર્યા બાદ તેની ચાર્જશીટ ઈડર કોર્ટમાં રજુ કરી હતી. જયાં મંગળવારે કેસ ચાલી જતાં સરકારી વકીલ દ્વારા રજુ કરાયેલા પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધિશ કે.એસ.હીરપરાએ દુષ્કર્મ કરનાર નરાધમ કાંતિ મનાતને દોષિત ઠેરવી પોકસો એકટની વિવિધ કલમોને આધારે ર૦ વર્ષની સખ્ત કેદની સજા અને સગીરાને વળતર પેટે રૂ.૬.૬૦ લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.
અહેવાલ : યશ ઉપાધ્યાય, સાબરકાંઠા
આ પણ વાંચો: USA : Donald Trump એ કહ્યું કે 2 એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેક્સ લાદીશું


