Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Assembly : પ્રશ્નોત્તરી સિલેક્શન, TP મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ! મંત્રી ઋષિકેશ પટેલના જવાબ

ગોપાલ ઇટાલિયાએ સરકાર સામે નિયમ વગર જમીનની કપાત કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
gujarat assembly   પ્રશ્નોત્તરી સિલેક્શન  tp મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ  મંત્રી ઋષિકેશ પટેલના જવાબ
Advertisement
  1. Gujarat Assembly માં MLA ગોપાલ ઈટાલિયાનો ટી.પી. મુદ્દે સવાલ
  2. ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ
  3. સરકાર ટી.પી. મુકતા પહેલા વાંધા સૂચનો માગે છે: ઋષિકેશભાઈ
  4. ગૃહમાં પ્રશ્નોત્તરીના સિલેક્શન પર આપ ધારાસભ્યનો સવાલ
  5. મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ રજૂ કર્યો : ઈટાલિયા

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) ત્રણ દિવસીય ચોમાસું સત્રનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે ગૃહમાં વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ (MLA Gopal Italia) ધારદાર પ્રશ્નો થકી રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) પણ તેમના સવાલોના જવાબ આપ્યા હતા. સાથે ગોપાલ ઇટાલિયાએ પ્રશ્નોત્તરીનાં સિલેક્શન અંગે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચો - Rajkot : 'હેલમેટ હટાવો' લખી માથે તપેલી પહેરી, કાકાના અનોખા વિરોધનો Video વાઇરલ!

Advertisement

Gujarat Assembly માં ગોપાલ ઇટાલિયાનાં આક્ષેપોનો મંત્રી ઋષિકેશ પટેલે આપ્યો જવાબ

ગુજરાત વિધાનસભાનાં (Gujarat Assembly) ચોમાસુ સત્રનાં પહેલા જ દિવસે ગૃહમાં આપ નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનાં આક્ષેપોનો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો. ગોપાલ ઇટાલિયાએ સરકાર સામે નિયમ વગર જમીનની કપાત કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે ગૃહમાં જવાબ આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સરકાર ટી.પી. મુકતા પહેલા વાંધા સૂચનો માગે છે. ખેડૂતને અન્યાય ન થાય તેનું ધ્યાન રખાય છે. કોઈ કોર્ટેમાં જાય તો ટી.પી. (TP Scheme) ફાઈનલ કરવામાં વિલંબ થાય છે. ગૃહમાં પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે આડકતરી રીતે ગોપાલ ઈડાલીયાને જવાબ આપ્યો કે, સરકાર ટી.પી.માં જેમ તેમ જમીન કપાત નથી કરતી. ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ કામગીરી કરે છે.

Advertisement

આ પણ વાંચો - મહિને 32 હજારનું પેન્શન લેતા AMC નાં નિવૃત્ત કર્મચારીને 4 હજારની લાંચ લેતા Gujarat ACB એ પકડ્યો

ગૃહમાં પ્રશ્નોત્તરીનાં સિલેક્શન પર MLA ગોપાલ ઈટાલિયાના આરોપ

ઉપરાંત, ગોપાલ ઇટાલિયાએ (MLA Gopal Italia) ગૃહમાં પ્રશ્નોત્તરીના સિલેક્શન પર પણ સવાલો ઊભા કર્યા હતા. તેમણે આરોપ સાથે કહ્યું કે, મારા એક પ્રશ્નનો સરકારે ખોટો જવાબ રજૂ કર્યો. મને મારો અવાજ ઉઠાવવાની તક ન મળી. આજનાં પ્રશ્નનું લિસ્ટ તમે જોશો તો સ્થિતિ અલગ છે. પ્રશ્ન પૂછવાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે. શાસક પક્ષના સભ્યો એક ના એક પ્રશ્ન પૂછે છે. ભાજપના સભ્યોને દબાવવામાં આવે છે તેમને મરજી મુજબ પ્રશ્ન પૂછી શકતા નથી.

આ પણ વાંચો - કવિ હર્ષ બ્રહ્મભટ્ટને વર્ષ 2025નો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે, મોરારિબાપુ કરશે સન્માન

Tags :
Advertisement

.

×