Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથ વિધિ મામલે મોટા સમાચાર
- Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથ વિધિ યોજાશે
- શપથ વિધિ શુક્રવાર, તા: 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી મંડળના પદનામિત મંત્રીઓને શપથ લેવડાવશે
Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથ વિધિ શુક્રવાર, તા: 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી મંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવડાવશે.
બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ગયેલા નેતાઓ પરત ફરશે
ગુજરાત સરકારના મંત્રી મંડળ વિસ્તરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ગયેલા નેતાઓ પરત ફરશે. આજે બપોર સુધીમાં અમદાવાદ સહિતના ધારાસભ્યો પરત ફરશે. બિહારમાં પ્રચાર માટે અમદાવાદના MLA અમિત ઠાકર, MLA દિનેશ કુસ્વાહા, MLA અમુલ ભટ્ટ, બનાસકાંઠાના MLA પ્રવીણ માળી સહિતના ધારાસભ્યો પરત ફરશે.
ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર જાહેરાત | Gujarat First @BJP4Gujarat @CMOGuj @PMOIndia @Bhupendrapbjp @narendramodi @AmitShah #Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #PoliticalUpdate #GujaratGovernment #GujaratFirst pic.twitter.com/UvnjYKfyuW
— Gujarat First (@GujaratFirst) October 16, 2025
17 મંત્રીઓની સંખ્યા ધરાવતી કેબિનેટમાંથી 10 થી 11 મંત્રીઓને પડતા મૂકવામાં આવશે
મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓની કેન્દ્રીય નેતૃત્વ સાથેની મેરેથોન બેઠક બાદ આ અંગેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. હાલની 17 મંત્રીઓની સંખ્યા ધરાવતી કેબિનેટમાંથી 10 થી 11 મંત્રીઓને પડતા મૂકવામાં આવે અને 14 થી 16 નવા ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવાય તેવી પ્રબળ શક્યતા છે.
હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા જેવા રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન!
હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયા જેવા રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન મળે તેમજ જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયેશ રાદડીયા જેવા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી અટકળો છે. જોકે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી મંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
બેઠકોનો ધમધમાટ અને પોર્ટફોલિયોની ફાળવણી
ગુજરાત રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓનો શપથ વિધિ શુક્રવાર, તા: 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યમંત્રી મંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દો અને ગોપનીયતાના શપથ આ સમારોહમાં લેવડાવશે.
આ પણ વાંચો: Lucknow: 13 વર્ષના છોકરાનું મોબાઈલ ગેમ રમતા રમતા મોત, પરિવારે કર્યો ચોંકાવનારો દાવો


