ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat BJP : હવે તો નક્કી! પૂર્વ ડે. CM નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માને પાઠવ્યા અભિનંદન, કહી આ વાત

જગદીશ વિશ્વકર્મા મહેસાણાનાં પ્રભાર મંત્રી રહ્યા હતા. મહેસાણામાં નાગરિકો-કાર્યકરોમાં વિશેષ ખુશી છે.
05:06 PM Oct 03, 2025 IST | Vipul Sen
જગદીશ વિશ્વકર્મા મહેસાણાનાં પ્રભાર મંત્રી રહ્યા હતા. મહેસાણામાં નાગરિકો-કાર્યકરોમાં વિશેષ ખુશી છે.
jagdishV_gujarat_first
  1. Gujarat BJP પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈ રાજકીય માહોલ ગરમાયો
  2. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માને પાઠવ્યા અભિનંદન
  3. જગદીશ વિશ્વકર્માની સર્વાનુમતે નિમણૂકથી આનંદ : નીતિન પટેલ
  4. જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પક્ષને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ: નીતિન પટેલ

Gandhinagar : ગુજરાત ભાજપનાં (Gujarat BJP) નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકની કવાયત વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ ડેપ્યૂટી સીએમ અને ભાજપનાં વરિષ્ઠ નેતા નીતિન પટેલે (Nitin Patel) જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવ્યા છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, જગદીશ વિશ્વકર્માની સર્વાનુમતે નિમણૂકથી આનંદ છે. તેમણે કહ્યું કે, જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) એક સહકારમંત્રી અને પાર્ટીનાં અગ્રણી કાર્યકર છે. જગદીશ વિશ્વકર્મા મહેસાણાનાં પ્રભાર મંત્રી રહ્યા હતા. મહેસાણામાં નાગરિકો-કાર્યકરોમાં વિશેષ ખુશી છે.

આ પણ વાંચો - CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં મોટી ઉથલપાથલના એંધાણ : Diwali પહેલાં 12-15 નવા ચહેરા, 7-8 મંત્રીઓની ફેરબદલ સાથે રાજકીય ડ્રામા!

Gujarat BJP પ્રદેશ પ્રમુખ પદ માટે જગદીશ વિશ્વકર્મા લગભગ નિશ્ચિત!

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનાં નવા પ્રદેશ પ્રમુખ પદ (State President of Gujarat BJP) માટે નિમણૂકને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકારમાં સહકાર, ઉદ્યોગ, જંગલ અને પર્યાવરણ જેવા વિભાગોની જવાબદારી સંભાળતા નિકોલ વિધાનસભા ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માને પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી શકે છે. વિજય મુહૂર્તમાં પાર્ટીનાં મુખ્યાલય 'કમળમ'માં ઉમેદવારી ફોર્મ ભરીને તેમણે સર્વાનુમતે પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનાં હાલ અહેવાલ છે. જોકે, હજું સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો - Ahmedabad Food: બહારનું ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો, મંગાવ્યું પનીર અને પીરસાયું ચિકન

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જગદીશ વિશ્વકર્માને પાઠવ્યા અભિનંદન

આ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે (Nitin Patel) જગદીશ વિશ્વકર્માને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, "જગદીશભાઈ વિશ્વકર્માની સર્વાનુમતે નિમણૂકથી પાર્ટીમાં આનંદ છે. તેઓએ અગ્રણી કાર્યકર્તા રહીને પાર્ટીને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપ વધુ સંગઠિત અને મજબૂત બનશે. જગદીશ વિશ્વકર્મા મહેસાણાનાં પ્રભારી મંત્રી રહ્યા હતા. મહેસાણામાં નાગરિકો-કાર્યકરોમાં વિશેષ ખુશી છે." નીતિન પટેલે વધુમાં કહ્યું કે, જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) કડી વિધાનસભાની ચૂંટણીમાં સક્રિય રહ્યા હતા. આથી, મતદારો સાથે તેમનો ઘનિષ્ઠ નાતો છે. વિશ્વકર્મા જેવા અનુભવી નેતાની નિમણૂકથી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં (Sthanik Swarajya Election) પાર્ટીને ભવ્ય વિજય મળશે.

આ પણ વાંચો - Gujarat BJP: નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિશે જાણો અજાણી વાતો

Tags :
Amit ShahCM Bhupendra PatelCR PatilGandhinagarGujarat BJPGUJARAT FIRST NEWSGujarat PoliticsHarsh SanghaviJagdish VishwakarmaKamalamNitin Patelpm modiState President of Gujarat BJPSthanik Swarajya ElectionTop Gujarati News
Next Article