Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat BJP : મારી ઓળખ મારો કાર્યકર્તા, મારી ઓળખ કેસરીયો કમળ ખેસ : જગદીશ વિશ્વકર્મા

તેમણે કહ્યું કે, આપણું ધ્યેય વિકસિત ગુજરાત અને સશક્ત ભારત છે. ટીમ ગુજરાત ભાજપ તરીકે આપણે આગળ વધવાનું છે.
gujarat bjp   મારી ઓળખ મારો કાર્યકર્તા  મારી ઓળખ કેસરીયો કમળ ખેસ   જગદીશ વિશ્વકર્મા
Advertisement
  1. Gujarat BJP ના નવા સુકાની બન્યા જગદીશ વિશ્વકર્મા!
  2. જગદીશ વિશ્વકર્મા બન્યા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ
  3. ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું નિવેદન
  4. મારા જેવા બુથનાં કાર્યકર્તાને મોટી જવાબદારી આપી : પ્રદેશ પ્રમુખ
  5. મારી સાચી ઓળખ મારો કાર્યકર્તા છે : જગદીશ વિશ્વકર્મા

Gandhinagar : આજે ગુજરાત ભાજપને (Gujarat BJP) નવા પ્રદેશ પ્રમુખ મળ્યા છે. ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાનાં મંત્રી જગદીશ વિશ્વકર્માની (Jagdish Vishwakarma) પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત બાદ કેબિનમાં વિધિવત ચાર્જ સંભાળ્યો છે. પોતાના નિવેદનમાં જગદીશ વિશ્વકર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), પાર્ટીનાં અગ્રણી નેતાઓ અને તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મારી ઓળખ કેસરીયો કમળ ખેસ છે. આપણું ધ્યેય વિકસિત ગુજરાત અને સશક્ત ભારત છે. ટીમ ગુજરાત ભાજપ તરીકે આપણે આગળ વધવાનું છે.

આ પણ વાંચો - Jagdish Vishwakarma ની સંગઠનથી સરકાર અને હવે ગુજરાત ભાજપના સર્વોચ્ચ પદ સુધીની સફર વિશે જાણો

Advertisement

Advertisement

મારી સાચી ઓળખ મારો કાર્યકર્તા છે : જગદીશ વિશ્વકર્મા

ગુજરાત ભાજપનાં નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ (Jagdish Vishwakarma) તેમના નિવેદનમાં કહ્યું હતું કે, મારા જેવા બુથ કાર્યકર્તાને મોટી જવાબદારી આપી તે બદલ હું આભાર વ્યક્ત કરું છું. મારી સાચી ઓળખ મારો કાર્યકર્તા છે. મારી જવાબદારી એ મારી નહીં પણ બધાની છે. બુથ પ્રમુખ હોય કે પ્રદેશ પ્રમુખ મારા માટે સૌ સમાન છે. વિચારધારા માટે સમર્પણ આપનાર કાર્યકર્તાઓ જ સાચી મૂડી છે. આ સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ઓપરેશન સિંદુરની (Operation Sindoor) સફળતા, GST માં ઘટાડો સહિતનાં ઐતિહાસિક નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો - Gandhinagar : જગદીશ વિશ્વકર્મા બન્યા Gujarat BJP ના નવા પ્રદેશ પ્રમુખ, 4 દાયકા બાદ બન્યું આવું

મારી ઓળખ કેસરીઓ કમળ ખેસ છે : જગદીશ વિશ્વકર્મા

જગદીશ વિશ્વકર્માએ આગળ કહ્યું કે, પાણી કરતા પાતળા થઈને ચાલતા શીખીએ, જેથી સત્તાનો નશો માથે ન ચડે. અહીં છું તે આપ સૌ કાર્યકર્તાના કારણે છું. મારી ઓળખ કેસરીયો કમળ ખેસ છે. આપણી પાસે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. આપણું ધ્યેય વિકસિત ગુજરાત અને સશક્ત ભારત છે. ટીમ ગુજરાત ભાજપ તરીકે આપણે આગળ વધવાનું છે. જણાવી દઈએ કે, ગાંધીનગર ખાતે ભાજપનાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) શ્રીફળનો પડો અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે (CR Patil) ભાજપનો ધ્વજ આપી અભિનંદન આપ્યા હતા. આ નિમિત્તે સંગઠન મહામંત્રી રત્નાકર, ચૂંટણી ઇન્ચાર્જ કે.લક્ષ્મણ, ભૂપેન્દ્ર યાદવ, ચૂંટણી ઇન્ચાર્જ ઉદય કાનગડ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) સહિત અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - Jagdish Vishwakarma સંભાળશે ગુજરાત ભાજપનું સુકાન! નિકોલ નિવાસસ્થાનેથી કમલમ સુધી ભવ્ય રેલીનું આયોજન

Tags :
Advertisement

.

×