Gujart BJP: જગદીશ વિશ્વકર્મા બનશે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ!
- 12.39 કલાકે કમલમ ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતાઓ
- જગદીશ વિશ્વકર્મા સાથે 10 ટેકેદારો ઉમેદવારી ફોર્મમાં ટેકો આપશે
- ઓબીસી સમાજમાંથી આવે છે જગદીશ વિશ્વકર્મા
Gujart BJP: જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ બનશે. જેમાં 12.39 કલાકે કમલમ ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતાઓ છે. જગદીશ વિશ્વકર્મા સાથે 10 ટેકેદારો ઉમેદવારી ફોર્મમાં ટેકો આપશે. તથા જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવે છે. જગદીશ વિશ્વકર્મા હાલ રાજ્ય સરકારમાં રાજયકક્ષાના મંત્રી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો સંગઠનનો અનુભવન પણ ધરાવે છે. જગદીશ વિશ્વકર્મા અમિત શાહના ખૂબ વિશ્વાસુ માનવામાં આવે છે.
જાણો જગદીશ વિશ્વકર્મા વિશે જાણી અજાણી વાતો
જગદીશ વિશ્વકર્મા (પંચાલ) બીજેપીના કદાવર નેતા છે. હાલમાં જેઓ વર્તમાનમાં રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર , લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME), કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, તેઓ નિકોલ વિધાનસભા મતવિસ્તાર (અમદાવાદ) માંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપેલું છે.
Gujarat BJP President Election | BJP ના નવા પ્રદેશ પ્રમુખનું નામ આજે થશે 'સ્પષ્ટ' । Gujarat First https://t.co/kxfz9wtS2G
— Gujarat First (@GujaratFirst) October 3, 2025
Gujart BJP: અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય
ઉલ્લેખનીય છે કે નિકોલ બેઠકના બીજેપીના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ ગત ચૂંટણીમાં તેમના સોગંદનામામાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે. જો તેમના વ્યવસાય અંગે વાત કરીએ તો, તેઓ ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે જોડાયેલા છે.
સૌથી પહેલુ નામ જગદીશ વિશ્વકર્માનું આવે છે
તેમજ ગુજરાત કોંગ્રેસે તેમના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી કરી છે. જે ઓબીસી સમાજમાંથી આવે છે. તેમની સામે બીજીપી પણ ઓબીસી નેતાને પ્રમુખ બનાવી શકે છે. જેમાં સૌથી પહેલુ નામ જગદીશ વિશ્વકર્માનું આવે છે. તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.
જાણો ગુજરાતમાં કોણે કોણે પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યું
ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકે કોણે પદ સંભાળ્યું હતું. 1982થી 1985 સુધી એકે પટેલ, 1993થી 1996 સુધી કાશીરામ રાણા, 1996થી 1998 વજુભાઈ વાળા, 1998થી 2005 સુધી રાજેન્દ્રસિંહ રાણા, 29 મે 2005થી 26 ઓક્ટોબર 2006 ફરી વજુભાઈ વાળા, 26 ઓક્ટોબર 2006 થી 1 ફેબ્રુઆરી 2010 સુધી પરષોત્તમ રૂપાલા, 1 ફેબ્રુઆરી 2010 થી 19 ફેબ્રુઆરી 2016 આરસી ફળદુ, 19 ફેબ્રુઆરી 2016 થી 10 ઓગસ્ટ 2016 સુધી વિજય રૂપાણી, 10 ઓગસ્ટ 2016 થી 20 જુલાઈ 2020 સુધી જીતુ વાઘાણી અને 20 જુલાઈ 2020થી અત્યાર સુધી સીઆર પાટીલ ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી રહ્યાં છે.
આ પણ વાંચો: Gujarat BJP પ્રદેશ પ્રમુખ મામલે એક જ ઉમેદવારની ઉમેદવારી થવાને લઈ ચૂંટણી ન થાય તેવી શકયતા!


