Gujarat BJP: આવતીકાલે આ નવા મંત્રીઓનો શપથ સમારોહ, સાંજ સુધી જાણો કયા મંત્રીઓ આપશે રાજીનામાં
- Gujarat BJP: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળ વિસ્તરણનો મામલો ગરમાયો
- ભુપેન્દ્ર પટેલ સાંજે મુંબઈથી આવ્યા બાદ વર્તમાન મંત્રીમંડળના સભ્યો રાજીનામું આપશે
- આવતીકાલે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓની નવેસરથી શપથ લેશે
Gujarat BJP: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળ વિસ્તરણનો મામલો ગરમાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે મુંબઈથી આવ્યા બાદ વર્તમાન મંત્રીમંડળના સભ્યો રાજીનામું આપશે. મંત્રીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રાજીનામાનો પત્ર સોંપશે. તથા આવતીકાલે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓની નવેસરથી શપથ લેશે. મહાત્મા મંદિરમાં નવા અને જુના રિપીટ થતા તમામ મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે.
નવા મંત્રીમંડળને લઈને ગુજરાત ફર્સ્ટ પાસે EXCLUSIVE માહિતી
નવા મંત્રીમંડળને લઈને ગુજરાત ફર્સ્ટ પાસે EXCLUSIVE માહિતી છે. જેમાં મંત્રીમંડળમાં કોણ યથાવત અને કોણ રિપીટ તેની માહિતી સામે આવી છે. જેમાં વર્તમાન મંત્રીમંડળમાંથી 6 મંત્રીઓ યથાવત, 10 મંત્રીઓ બદલાશે. તેમાં કેબિનેટ મંત્રીઓમાં કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ યથાવત્ રહેશે. તથા બળવંતસિંહ રાજપૂત અને કુંવરજી બાવળિયા તથા રાજ્યકક્ષાના મંત્રીઓમાં હર્ષભાઈ સંઘવી તથા પ્રફૂલ પાનસેરિયા પણ યથાવત રહેશે. કેબિનેટ મંત્રીઓમાં રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા બદલાશે. તથા કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયા પણ બહાર થશે. તથા રાજ્યકક્ષાના મંત્રીઓમાં જગદીશ વિશ્વકર્મા બદલાશે કારણ કે જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ પ્રમુખ બનતા બદલાશે. પરસોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ પણ બદલાશે. તથા ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિ પણ બહાર થશે
મંત્રીઓ કાલે શપથ લેશે,
જયેશ રાદડીયા, રીવાબાનું નામ નક્કી ? । Gujarat First @BJP4Gujarat @CMOGuj @PMOIndia @Bhupendrapbjp
@narendramodi @AmitShah
#Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #PoliticalUpdate #GujaratGovernment #GujaratFirst pic.twitter.com/JreqjXN2vp— Gujarat First (@GujaratFirst) October 16, 2025
Gujarat BJP: વર્તમાન મંત્રી મંડળમાં કોણ કપાશે કોણ રિપીટ થશે
કેબિનેટ:
1.કનુભાઈ દેસાઈ - યથાવત
2.ઋષિકેશ પટેલ - યથાવત
3.રાઘવજી પટેલ - બદલાશે
4.બળવંતસિંહ રાજપૂત.- યથાવત
5.કુંવરજી બાવલિયા- યથાવત
6.મુળુભાઈ બેરા- બદલાશે.
7.કુબેર ડીંડોર- બદલાશે.
8.ભાનુબેન બાબરીયા- બદલાશે.
રાજ્યકક્ષા:
9.હર્ષ સંઘવી- યથાવત
10.જગદીશ પંચાલ- પ્રમુખ બનતા બદલાશે.
11.પરસોતમ સોલંકી- બદલાશે.
12.બચુ ખાબડ- બદલાશે.
13.મુકેશ પટેલ- બદલાશે.
14.પ્રફુલ પાનસેરિયા- યથાવત
15.ભીખુસિંહ પરમાર- બદલાશે.
16.કુંવરજી હળપતિ- બદલાશે.
આ પણ વાંચો: Gujarat BJP: અસમંજસ વચ્ચે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા


