Gujarat BJP: અસમંજસ વચ્ચે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા
- Gujarat BJP: મંત્રીમંડળ વિસ્તરણમાં મોટી સરપ્રાઈઝ મળવાનું લગભગ નક્કી!
- 10થી વધુ નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે
- નવી સરકારમાં 21થી 25 મંત્રીઓ હોવાની પુરેપુરી શક્યતા છે
Gujarat BJP: અનેક અસમંજસ વચ્ચે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આવતીકાલે ગુજરાતમાં નવું મંત્રીમંડળ શપથ લેશે. મંત્રીમંડળ વિસ્તરણમાં મોટી સરપ્રાઈઝ મળવાનું લગભગ નક્કી! 10થી વધુ નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. નવી સરકારમાં 21થી 25 મંત્રીઓ હોવાની પુરેપુરી શક્યતા છે. તેમજ રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણમાં 5થી 6 ચહેરાને બહાર જવું પડશે.
મધ્ય ગુજરાતમાંથી પંકજ દેસાઈ, કેયુર રોકડિયાનું નામ પણ મોખરે
સરકારના તમામ ધારાસભ્યો (MLA) ને ગાંધીનગરમાં હાજર રહેવા આદેશ છે. તેમજ રાજ્યપાલના આગમન બાદ મુખ્યમંત્રી મુલાકાત કરી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી MLAને સ્થાન મળશે. સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા, મહેશ કસવાલા, હિરા સોલંકી મંત્રી બનશે. તેમજ રિવાબા જાડેજા, સંજય કોરડિયા, ઉદય કાનગડ મંત્રી બની શકે છે.
મંત્રીઓ કાલે શપથ લેશે,
જયેશ રાદડીયા, રીવાબાનું નામ નક્કી ? । Gujarat First @BJP4Gujarat @CMOGuj @PMOIndia @Bhupendrapbjp
@narendramodi @AmitShah
#Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #PoliticalUpdate #GujaratGovernment #GujaratFirst pic.twitter.com/JreqjXN2vp— Gujarat First (@GujaratFirst) October 16, 2025
Gujarat BJP: કચ્છમાંથી અનિરૂદ્ધ દવે અને માલતીબેન મહેશ્વરી મંત્રી બની શકે છે
કચ્છમાંથી અનિરૂદ્ધ દવે અને માલતીબેન મહેશ્વરી મંત્રી બની શકે છે. તથા કોળી સમાજમાંથી પુરુષોત્તમ સોલંકીના સ્થાને હિરા સોલંકીને સ્થાન મળશે. તથા ઉત્તર ગુજરાતમાંથી શંકરભાઈ ચૌધરી, સી.જે. ચાવડાનું નામ મોખરે છે. તથા મધ્ય ગુજરાતમાંથી પંકજ દેસાઈ, કેયુર રોકડિયાનું નામ પણ મોખરે છે.
અમદાવાદમાંથી અમિત ઠાકર, પાયલ કુકરાણીને મંત્રી પદ અપાઈ શકે છે
દર્શના દેશમુખ, ચૈતન્યસિંહ ઝાલા, નિમિષા સુથારનું નામ પણ મોખરે છે. ત્યારે અમદાવાદમાંથી અમિત ઠાકર, પાયલ કુકરાણીને મંત્રી પદ અપાઈ શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાંથી સંગીતા પાટીલ, સંદિપ દેસાઈને તક મળી શકે છે.
આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલના મંત્રી મંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથ વિધિ મામલે મોટા સમાચાર


