Gujarat BJP પ્રદેશ પ્રમુખ મામલે એક જ ઉમેદવારની ઉમેદવારી થવાને લઈ ચૂંટણી ન થાય તેવી શકયતા!
- Gujarat BJP: ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુકતી મામલે પ્રદેશ પ્રમુખ માટે આજે ઉમેદવારી ફોર્મ ભરાશે
- જેમાં સવારે 10 થી 2 વાગ્યા વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરાશે
- તથા સવારે 10.30 કલાકે ચૂંટણી ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની બેઠક મળશે
Gujarat BJP: ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુકતી મામલે પ્રદેશ પ્રમુખ માટે આજે ઉમેદવારી ફોર્મ ભરાશે. જેમાં સવારે 11 થી 2 વાગ્યા વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરાશે. તથા સવારે 10.30 કલાકે ચૂંટણી ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની બેઠક મળશે. સૂત્રોના મતે હાઈ કમાન્ડનો આદેશ આવ્યા બાદ એક જ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે, એક જ ઉમેદવારની ઉમેદવારી થવાને લઈને ચૂંટણી ન થાય તેવી પુરી શકયતા છે.
સવારે 11 થી 2 વાગ્યા દરમિયા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાશે
આજે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11 થી 2 વાગ્યા દરમિયા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાશે.
Gujarat BJP President Election LIVE | BJP પ્રદેશ પ્રમુખની ચૂંટણી 4 નામ મોખરે ! । Gujarat First@BJP4India @BJP4Gujarat #gujaratbjp #politics #statepresident #election #live #gujaratfirst pic.twitter.com/dcSoxCPXm8
— Gujarat First (@GujaratFirst) October 3, 2025
પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા
પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે. આ સાથે જ ગુજરાત ભાજપને 11માં પ્રમુખ મળશે. ભાજપ હંમેશા ધારણાઓથી વિપરિત ઝટકો આપવા માટે જાણીતો છે. જે નામ ચર્ચામાં હોય તેને બદલે નવો જ ચહેરો રજૂ કરે છે. આ વખતે પણ એવું જ થવાની શક્યતા છે.
આ ચૂંટણી પ્રકિયા સમગ્ર ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પરિષદના 292 સભ્ય પ્રદેશ પ્રમુખ વોટિંગથી પસંદગી કરશે. આ જ 292 સભ્ય રાષ્ટ્રીય પરિષદના 29 સભ્યોની પણ પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે, તમામ રાજ્યના રાષ્ટ્રીય પરિષદના સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરતા હોય છે. ભાજપ દર 3 વર્ષે સંગઠનાત્મક ચૂંટણી કરાવે છે – સૌથી પહેલાં બૂથ, મંડળ, જિલ્લા ત્યારબાદ રાજ્ય સ્તરે ચૂંટણી થાય છે. મોટાભાગના રાજ્યોમાં (લગભગ 50% જેટલા) આ ચૂંટણી પૂર્ણ થઈ જાય પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય છે.
અત્યાર સુધીમાં 29 રાજ્યોમાં આ ચૂંટણી પ્રકિયા થઈ છે ગુજરાત 30મા નંબરે છે
અત્યાર સુધીમાં 29 રાજ્યોમાં આ ચૂંટણી પ્રકિયા થઈ છે ગુજરાત 30મા નંબરે છે. આ ચૂંટણી પ્રકિયા સમગ્ર ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે. સૂત્રોના મતે હાઈ કમાન્ડનો આદેશ આવ્યા બાદ એક જ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે, એક જ ઉમેદવારની ઉમેદવારી થવાને લઈને ચૂંટણી ન થાય તેવી પુરી શકયતા છે.
આ પણ વાંચો: Ahmedabad ની Seventh Day School માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો


