Gujarat Budget 2025: ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ, 5 લાખ નવી રોજગારી ઉભી કરવાની જાહેરાત
- કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું
- મત્સ્ય ઉત્પાદન માટે રૂ.1622 કરોડનું જોગવાઈ
- પ્રવાસનના વિકાસ માટે રૂ.6505 કરોડનું બજેટ
આજે વિધાનસભા ગૃહમાં ગુજરાતનું બજેટ રજૂ કરાયુ છે. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ છે. કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયુ છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહફાળો છે. રાજ્યમાં 3 લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ ઉપર ભાર મુકાયો છે.
બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો
આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
February 20, 2025 4:10 pm
ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ, 5 લાખ નવી રોજગારી ઉભી કરવાની જાહેરાત
February 20, 2025 4:10 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બજેટ મુદ્દે નિવેદન
February 20, 2025 4:09 pm
નાણામંત્રી કનુ દેસાઈએ ચોથીવાર રજૂ કર્યુ બજેટ
February 20, 2025 4:01 pm
Gandhinagar: બજેટને લઈને વિપક્ષ નેતા અમિત ચાવડાનું નિવેદન
February 20, 2025 3:47 pm
Gandhinagar: બજેટ અંગે વાત કરવા વિપક્ષ નેતા અમિત ચાવડાએ બજેટને ચીલાચાલુ ગણાવ્યું છે. જેના વિશે વાત કરીએ તો વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, આ બજેટ ગામડાંઓને તોડવા માટેનું બજેટ છે, નાગરિકોને આશા હતી કે રાહત મળશે પરંતુ કોઈ રાહત ન મળી. રાજ્યની ગૃહિણીઓની આશા ઠગારી સાબિત થઈ છે. આ સાથે યુવાનોને રોજગાર મળશે તેવી આશા હતી પરંતુ દરેક બાબતે નિરાશા જ મળી છે. વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે, હીરા ઉધોગ આજે મંદીમાં છે. લાખો રત્નાકર આશા સેવી રહ્યા હતા પણ બજેટ કઈ નહીં. અન્ય રાજ્યમાં લાડલી બહેના યોજના પણ લાગુ ન કરી! વિપક્ષ નેતાએ રાજ્યના કર્મચારી, આંગણવાડી આશા વર્કર બહેનો, ગુજરાતના બહુમતી વર્ગ SC, ST, OBC, લઘુમતીઓ અને રાજ્યના ખેડૂતો અંગે પણ ખાસ વાત કરી હતી. કહ્યું કે, ખેડૂતોને આશા હતી કે, દેવામાફીની જાહેરાત થશે પરંતું કોઈ જાહેરાત નહીં.
Gandhinagar: બજેટ રજૂ કર્યા બાદ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન
February 20, 2025 3:40 pm
Gandhinagar: સદનમાં બજેટ રજૂ કર્યાં બાદ નાણાંમંત્રી કુનભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે. કનુભાઈ દેસાઈએ કહ્યું કે, ‘રાજ્યના બજેટમાં સર્વાંગી વિકાસનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ સાથે વિકસિત ગુજરાતના રોડ મેપ સંદર્ભેનું બજેટ છે. 5 હજાર કરોડ રૂપિયા વિકસિત ગુજરાત માટે બજેટમાં ફાળવમાં આવ્યા છે. ઈઝ ઓફ લિવિંગ અને ઈઝ ઓફ બિઝનેસને પણ ધ્યાને લેવાયા છે. આજે ગુજરાત રિન્યુએબલ એનર્જીમાં પ્રથમ ક્રમે છે’. વધુમાં તેમણે કહ્યું કે, ‘માળખાકીય સુવિધા સાથે ગુજરાતને આગળ વધારીશું’.
Gandhinagar: બજેટ મુદ્દે ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન સામે આવ્યું
February 20, 2025 3:31 pm
Gandhinagar: બજેટ અંગે વાત કરતા ધારાસભ્ય અમિત ઠાકરે કહ્યું કે, નાણામંત્રીએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટ લોકોના સપના પૂર્ણ કરતુ બજેટ છે. આ સાથે શહેરી વિકાસમાં 30 હજાર કરોડ વપરાશે. 56 હજાર કરોડથી વધુ શિક્ષણ વિભાગમાં ઉપયોગમાં લેવાશે. આદિવાસીઓ, દલિતો, મહિલાઓ માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ્ય ઈકોનોમી વધે તે માટે બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માં ગુજરાત વિકાસની હરણફાળ ભરશે.
બજેટને લઈને આપ ધારાસભ્ય ચૈતર વસાવા શું બોલ્યા?
February 20, 2025 3:21 pm
બજેટ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. ચૈતર વસાવાએ કહ્યું કે, આ બજેટની અંદર આદિવાસી સમાજના વિકાસની કોઈ વાત નથી. આદિજાતિ વિસ્તારમાં શિક્ષકોની ઘટ આજે પણ છે એની કોઈ વાત કરવામાં આવી નથી. અમૂક મર્યાદિત બિમારીઓમાં જ કાર્ડમાં ઈલાજ થયાં છે. આદિવાસી વિસ્તારમાં નહેરો, સિંચાઈ કે પાઈપલાઈન દ્વારા જે પાણી આપવામાં આવે છે તેમાં કોઈ પહેલ નથી. ભાડભૂત યોજનમાં જેમની જમીન ગઈ છે તેની કોઈ જોગવાઈ પણ કરવામાં આવી નથી’ વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, ‘આલ બજેટ આંકડાઓની માયાજાળ છે. મોંઘવારી પર કંટ્રોલ આવે, ખેડૂતો અને યુવાનોને લાભ થાય તેવું ક્યાય દેખાતું નથી. અમને જે આશા અને અપેક્ષા હતી તેવું કંઈ જ થયુ નથી. રોડ રસ્તા અને એનજીઓ અને કોન્ટ્રાક્ટરો અને પ્રભારી મંત્રીઓના ઈશારે આયોજનો થયા છે. આ બજેટથી અપેક્ષા પર પાણી ફરી વળ્યા છે.’
વર્ષ 2025-26ના બજેટ મુદ્દે જે.જે.પટેલ , ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું નિવેદન
February 20, 2025 2:55 pm
વર્ષ 2025-26ના બજેટ મુદ્દે જે.જે.પટેલ, ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું કે, ‘ગુજરાતના દરેક સમાજનું હિત બજેરમાં આવરી લેવાયું છે. આ બજેટમાં વકીલની પણ ચિંતા કરવામાં આવી છે. 5 કરોડ ગુજરાતના વકીલોને આપવાની જાહેરાત થઈ છે. એક બજેટમાં પણ વકીલોનું હિત જોયું છે અને અત્યાર સુંધીમા 28 કરોડ સુધીની મદદ કરી છે. વેલફેર સહાય યોજના મુજબ વકીલોને સહાય આપાઈ છે’.
મોટર વાહન વેરા અંગે રાજ્ય સરકારની મોટી જાહેરાત
February 20, 2025 2:52 pm
મોટર વાહન વેરા અંગે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં EV પર વાહનવેરામાં 1 વર્ષ માટે 5 ટકા સુધી રીબેટ મળશે. તથા હાલમાં EV પર રાજ્યમાં 6 ટકા સુધી ઉચ્ચક વેરો અમલી તથા મેક્સી કેટેગરીમાં હવે માત્ર 6 ટકા દર અમલી રહેશે. અગાઉ મુસાફર વહન ક્ષમતા પ્રમાણે 8 અને 12 ટકા હતો.
સ્ટેમ્પ ડ્યુટીમાં રાજ્ય સરકારે આપી મોટી રાહત
February 20, 2025 2:39 pm
વર્તમાન 4.90 ટકા સ્ટેમ્પ ડ્યુટીમાંથી રાહત અપાઈ છે. જેમાં 1 કરોડ સુધીના ગીરોખત પર 5 હજાર સ્ટેમ્પ ડ્યુટી તથા હાઉસિંગ લોન ધારકો, ઉદ્યોગકારોને આર્થિક લાભ થશે. 1 વર્ષ કરતાં ઓછા સમયના ભાડાપટ્ટા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં વાર્ષિક ભાડાની રકમ પર 1 ટકા સ્ટેમ્પ ડ્યુટી લાગશે તથા રહેણાંક માટે રૂ.500, વાણિજ્ય માટે રૂ.1000 સ્ટેમ્પ ડ્યુટી સાથે ઘરે બેઠા ઈ-રજીસ્ટ્રેશનની સુવિધા પણ પુરી પડાશે.
કૃષિ સંશોધન અને શિક્ષણ માટે મોટી જાહેરાત
February 20, 2025 2:34 pm
કૃષિ સંશોધન અને શિક્ષણ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં થરાદમાં કૃષિ ઈજનેરી કોલેજ બનાવવામાં આવશે તથા જામનગરમાં નવીન કૃષિ કોલેજ બનાવવા જાહેરાત કરાઇ છે. તેમાં કૃષિ શિક્ષણ માટે રૂ.1 હજાર કરોડની જોગવાઈ કરાઇ છે.
જાણો કયા વિભાગને કેટલુ બજેટ ફાળવવામાં આવ્યું
February 20, 2025 2:27 pm
સામાજિક ન્યાય વિભાગ માટે રૂ.6807 કરોડ, આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.5120 કરોડ, શ્રમ વિભાગ માટે રૂ.2782 કરોડની જોગવાઈ, શિક્ષણ વિભાગ માટે રૂ.59,999 કરોડનું બજેટ, આરોગ્ય વિભાગ માટે રૂ.23,385 કરોડનું બજેટ, મહિલા અને બાળ વિભાગ માટે રૂ.7668 કરોડ, અન્ન પુરવઠા વિભાગ માટે રૂ.2712 કરોડનું બજેટ, રમતગમત વિભાગ માટે રૂ.1093 કરોડનું બજેટ, માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.24,705 કરોડ, શહેરી વિકાસ વિભાગ માટે રૂ.30,325 કરોડ, પંચાયત વિભાગ માટે રૂ.13,772 કરોડની જોગવાઈ તથા બંદરો અને વાહન વ્યવહાર માટે રૂ.4283 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે રૂ.2535 કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ.11706 કરોડ, કૃષિ વિભાગ માટે રૂ.22,498 કરોડની જોગવાઈ, સામાન્ય વહીવટ વિભાગ માટે રૂ.1999 કરોડ, મહેસૂલ વિભાગ માટે રૂ.5427 કરોડની જોગવાઈ, ગૃહ વિભાગ માટે રૂ.12,659 કરોડની જોગવાઈ, માહિતી અને પ્રસારણ માટે રૂ.362 કરોડનું બજેટ, ઊર્જા વિભાગ માટે રૂ.6752 કરોડની જોગવાઈ અને વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.3140 કરોડની જોગવાઇ કરાઇ છે.
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. ૩૬૨ કરોડની જોગવાઇ
February 20, 2025 2:26 pm
મુખ્યમંત્રી દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહે તે ઉદ્દેશ સાથે “મારી યોજના” પોર્ટલનું સુશાસન દિવસ-૨૦૨૪ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં રાજ્ય સરકારની પ્રજાલક્ષી ૬૮૦ જેટલી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. સરકારની વિવિધ યોજનાઓની માહિતી, તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ, ડી.ડી.ઓ કચેરીઓ તથા મહાનગરપાલિકા કચેરીઓ ખાતે ‘ડિજિટલ ડિસ્પ્લે કમ એક્ઝિબિશન’થી મૂકવા રૂ. ૨૨ કરોડની જોગવાઇ. સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના વ્યકિત સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડવા દરેક જિલ્લામાં સોશિયલ મીડિયા સેલ ઊભું કરવાનું આયોજન.
કાયદા વિભાગ માટે કુલ રૂ. ૨૬૫૪ કરોડની જોગવાઇ
February 20, 2025 2:24 pm
દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજ્ય સરકાર કાર્યરત છે. વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે રૂ. ૩૦૮ કરોડની જોગવાઇ. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકના મકાનો માટે રૂ. ૧૬૫ કરોડની જોગવાઇ. હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે રૂ. ૨૮ કરોડની જોગવાઇ.
ગૃહ વિભાગ માટે કુલ ₹૧૨૬૫૯ કરોડની જોગવાઇ
February 20, 2025 2:24 pm
રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે. રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે ૧૧૮૬ નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૨૯૯ કરોડની જોગવાઇ. રાજ્યની વિશિષ્ટ પોલીસ ટૂકડીઓ જેમકે BDDS (Bomb Detection and Disposal Squad) ટીમો, QRT(Quick Response Team) ટીમો, SDRF (State Disaster Response Force)કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે રૂ. ૬૩ કરોડની જોગવાઇ. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિઝનની ઉજવણી માટે રૂ. ૧૦ કરોડની જોગવાઇ. રાજ્યના તમામ બાકી રહેતા ૨૪ જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે રૂ. ૩૦ કરોડની જોગવાઇ.એન્ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે રૂ. ૨૩ કરોડની જોગવાઇ. રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્ટ્રલાઇઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસ્ટમ માટે રૂ. ૪૪ કરોડની જોગવાઇ.
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. ૧૯૯૯ કરોડની જોગવાઇ
February 20, 2025 2:20 pm
“સેવા સેતુ” અંતર્ગત વિવિધ શહેરો અને ગામોમાં યોજાયેલ કાર્યક્રમોમાં નાગરિકોની ૩ કરોડ ૭ લાખથી વધારે અરજીઓનો તત્કાલ સ્થળ ઉપર નિકાલ થયેલ છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે રૂ. ૧૩૧૧ કરોડની જોગવાઇ. એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અંતર્ગત ૧૦ જિલ્લાના ૧૩ તાલુકાઓમાં શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે પ્રતિ વર્ષ તાલુકાવાર રૂ.૧ કરોડ એમ કુલ રૂ.૧૩ કરોડની જોગવાઇ.
કિસાન સૂર્યોદય યોજના માટે રૂ.2175 કરોડ
February 20, 2025 2:19 pm
હાલ 16,683 ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી KCCમાં વ્યાજ રાહત માટે રૂ.1252 કરોડ જોગવાઈ ખેડૂતોને KCCમાં ધિરાણની મર્યાદા 5 લાખ થઈ છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે રૂ.400 કરોડ ટ્રેક્ટર ખરીદીની સહાય વધારીને રૂ.1 લાખ કરાઈ ખેતઓજારો સહાય માટે રૂ.1612 કરોડનું બજેટ તાર ફેન્સિંગ માટે રૂ.500 કરોડની બજેટમાં જોગવાઈ ખેતપેદાશના પ્રોસેસિંગ, પ્રમોશન માટે રૂ.100 કરોડ
મહિલાઓની આત્મનિર્ભરતા માટે મોટી જાહેરાત
February 20, 2025 2:19 pm
સખી સાહસ યોજનાની બજેટમાં જાહેરાત કરાઈ યોજના માટે સરકારે રૂ.100 કરોડ બજેટ ફાળવ્યું સાધન સહાય, લોન ગેરંટી, તાલીમ માટે સહાય નોકરી માટે ઘરથી દૂર રહેતી બહેનો મોટો લાભ વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સરકારની જાહેરાત અમદાવાદ, સુરત, વડોદરામાં બનશે વુમન હોસ્ટેલ રાજકોટ, ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે
રાજ્યમાં ટ્રાફિક નિવારણ માટે રૂ.1020 કરોડનું બજેટ
February 20, 2025 2:12 pm
રાજ્યમાં ટ્રાફિક નિવારણ માટે રૂ.1020 કરોડનું બજેટ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર હેઠળ 12 રોડ બનશે રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે બનાવવાની જાહેરાત ડીસાથી પીપાવાવ રસ્તો નમોશક્તિ એક્સપ્રેસ-વે બનશે અમદાવાદથી દ્વારકા, સોમનાથ, પોરબંદરને જોડાશે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે બનાવવાની જાહેરાત
જાહેર પરિવહન સેવા માટે સરકારની જાહેરાત
February 20, 2025 2:12 pm
જાહેર પરિવહન સેવા માટે સરકારની જાહેરાત 2060 નવી બસ પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન નવી બસો માટે રૂ.1128 કરોડની જોગવાઈ કરી અંતરિયાળ વિસ્તારોને જોડવા 400 મીડી બસ મુકાશે
આરોગ્ય સેવાઓ માટે બજેટમાં સરકારની જાહેરાત
February 20, 2025 2:12 pm
આરોગ્ય સેવાઓ માટે બજેટમાં સરકારની જાહેરાત અમદાવાદમાં ન્યુરોલોજી ઈન્સ્ટીટ્યુ બનાવવામાં આવશે ગાંધીનગર, વડોદરા, સુરતમાં મેડીસિટી સુવિધા મળશે રાજકોટમાં મેડિસિટી સુવિધા જલદી ઉપલબ્ધ કરાશે ખોરાક અને ઔષધ નમૂના તપાસવા નવી લેબ બનશે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢમાં આધુનિક લેબ બનશે મહેસાણા, વલસાડમાં પણ આધુનિક લેબ બનાવાશે
સાયબર સુરક્ષા માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
February 20, 2025 2:10 pm
સાયબર સુરક્ષા માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત રાજ્ય કક્ષાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવાશે તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનાવાશે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું ઓપરેશનલ યુનિટ બનશે બજેટમાં રાજ્ય સરકારે રૂ.352 કરોડની જોગવાઈ કરી
કાયદો-વ્યવસ્થા અસરકારક બનાવવા મોટી જાહેરાત
February 20, 2025 2:10 pm
કાયદો-વ્યવસ્થા અસરકારક બનાવવા મોટી જાહેરાત પોલીસ વિભાગમાં 14 હજારથી વધુ જગ્યાની ભરતી થશે ટ્રાફિક પોલીસમાં વધારાની 1390 જગ્યા ઉભી કરાશે
ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયુ
February 20, 2025 2:02 pm

જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં વીમા કવચ વધ્યું
February 20, 2025 2:02 pm
યોજના હેઠળ 2 લાખથી 4 લાખ સુધીનું પુરું પડાશે વિધવા, ખેડૂતો, પશુપાલકો, શ્રમિકો, વિદ્યાર્થીઓને લાભ વિવિધ કેટેગરીના 4.45 કરોડ લોકોને આવરી લેવાશે
નદીઓના પાણીના સુચારૂ જળસંચય માટે જાહેરાત
February 20, 2025 2:02 pm
185 રીવર બેઝીનમાં ટેક્નોફીઝીબીલીટી અભ્યાસ થશે માસ્ટર પ્લાન તૈયાર કરીને જળ સુરક્ષા સુનિશ્ચિત કરાશે બલ્ક પાઈપલાઈન માટે રૂ.2636 કરોડની જોગવાઈ
રાજ્યમાં ટ્રાફિક નિવારણ માટે રૂ.1020 કરોડનું બજેટ
February 20, 2025 1:58 pm
ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર હેઠળ 12 રોડ બનશે રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે બનાવવાની જાહેરાત ડીસાથી પીપાવાવ રસ્તો નમોશક્તિ એક્સપ્રેસ-વે બનશે અમદાવાદથી દ્વારકા, સોમનાથ, પોરબંદરને જોડાશે સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે બનાવવાની જાહેરાત
મહિલાઓની આત્મનિર્ભરતા માટે મોટી જાહેરાત
February 20, 2025 1:58 pm
સખી સાહસ યોજનાની બજેટમાં જાહેરાત કરાઈ યોજના માટે સરકારે રૂ.100 કરોડ બજેટ ફાળવ્યું સાધન સહાય, લોન ગેરંટી, તાલીમ માટે સહાય નોકરી માટે ઘરથી દૂર રહેતી બહેનો મોટો લાભ વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સરકારની જાહેરાત અમદાવાદ, સુરત, વડોદરામાં બનશે વુમન હોસ્ટેલ રાજકોટ, ગાંધીનગરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે
મત્સ્ય ઉત્પાદન માટે રૂ.1622 કરોડનું જોગવાઈ
February 20, 2025 1:58 pm
2 લાખ માછીમારોને યોજનાઓનો લાભ મળશે મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે સરકારની મોટી જાહેરાત ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર માટે મંજૂરી જરૂરી નહીં મંજૂરી નહીં લેવી પડે તેવી નીતિ બનાવવામાં આવશે
કિસાન સૂર્યોદય યોજના માટે રૂ.2175 કરોડ
February 20, 2025 1:56 pm
હાલ 16,683 ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી KCCમાં વ્યાજ રાહત માટે રૂ.1252 કરોડ જોગવાઈ ખેડૂતોને KCCમાં ધિરાણની મર્યાદા 5 લાખ થઈ છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે રૂ.400 કરોડ ટ્રેક્ટર ખરીદીની સહાય વધારીને રૂ.1 લાખ કરાઈ ખેતઓજારો સહાય માટે રૂ.1612 કરોડનું બજેટ તાર ફેન્સિંગ માટે રૂ.500 કરોડની બજેટમાં જોગવાઈ ખેતપેદાશના પ્રોસેસિંગ, પ્રમોશન માટે રૂ.100 કરોડ
પ્રવાસનના વિકાસ માટે રૂ.6505 કરોડનું બજેટ
February 20, 2025 1:47 pm
બજેટમાં ગુજરાત સરકારે 31 ટકાનો વધારો કર્યો પ્રવાસન સ્થળોનો જોડતા 150 રસ્તાનો વિકાસ થશે પ્રવાસીઓ માટે 200 નવી AC બસો દોડાવાશે અંબાજી ધામના વિકાસ માટે રૂ.180 કરોડ જોગવાઈ ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસ પર ભાર મુકાશે
સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે સરકારનો નિર્ધાર
February 20, 2025 1:46 pm
સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે સરકારનો નિર્ધાર રાજ્યના ચાર રીજીયનમાં i-Hubની સ્થાપના કરાશે MSME માટે રૂ.3600 કરોડની બજેટમાં જોગવાઈ ટેક્સટાઈલ પોલિસી માટે રૂ.2000 કરોડ જોગવાઈ વાજપાઈ બેંકેબલ યોજનામાં લોન, સબસીડી વધી હવે 25 લાખ લોન અને 3.75 લાખ સબસીડી મળશે વાજપાઈ બેંકેબલ યોજના માટે રૂ.480 કરોડ જોગવાઈ
બજેટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ભાર મુકાયો
February 20, 2025 1:45 pm
બજેટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ભાર મુકાયો અમદાવાદની LD ઈજનેરી કોલેજમાં AI લેબ બનાવાશે અન્ય 6 સરકારી ટેક્નિકલ સંસ્થામાં પણ AI લેબ બનશે યુવાનોને AI યુગમાં દુનિયા સાથે કદમ મિલાવી શકશે
વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે રૂ.4827 કરોડ
February 20, 2025 1:45 pm
10 જિલ્લામાં 20 સમસર છાત્રાલાય બનાવાશે ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામનું અમલીકરણ કરાઈ અને અમદાવાદમાં વૈશ્વિકકક્ષાની સ્પોર્ટ્સ સુવિધા ITIના તાલીમાર્થી, સુવિધા માટે 450 કરોડ જોગવાઈ
દેશના કુલ GDPમાં ગુજરાતનું 8.30 ટકા યોગદાન
February 20, 2025 1:41 pm
દેશના કુલ GDPમાં ગુજરાતનું 8.30 ટકા યોગદાન છે. જેમાં 2030માં GDPમાં યોગદાન 10 ટકા પહોંચાડાશે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું 18 ટકા યોગદાન સાથે ગરીબો માટે 3 લાખથી વધુ આવાસ બનાવાશે. તથા 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ પુરું પડાશે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર માટે રૂ.617 કરોડ
February 20, 2025 1:34 pm
પોષણને અગ્રિમતા માટે 8200 કરોડનું બજેટ તથા 72 તાલુકામાં સેન્ટ્રલાઈઝ્ડ કીચન માટે રૂ.551 કરોડ અને આંગણવાડી યોજના માટે રૂ.274 કરોડ જોગવાઈ સાથે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે રૂ.1100 કરોડ શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 290 કેન્દ્ર કાર્યરત તથા મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે રૂ.200 કરોડ અને સંત સુરદાસ યોજનામાં 60 ટકા દિવ્યાંગને પણ લાભ મળશે. જેમાં 85 હજાર દિવ્યાંગોને રૂ.12 હજારની વાર્ષિક સહાય અપાશે.
ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયુ
February 20, 2025 1:26 pm
ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયુ છે. જેમાં નાણામંત્રી કનુ દેસાઈએ ચોથીવાર બજેટ રજૂ કર્યુ છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહફાળો છે. રાજ્યમાં 3 લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ ઉપર ભાર મુકાયો છે.
ગુજરાત રોજગારી આપવામાં અગ્રેસર
February 20, 2025 1:03 pm
આજે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. આ સાથે જણાવ્યુ કે, રોજગારી આપવામાં પણ અગ્રેસર છે.
જીજ્ઞેશ મેવાણીએ અર્જુન મોઢવાડિયાને શેર શાયરી કરી માર્યો ટોણો
February 20, 2025 12:25 pm
મોઢવાડીયાના પક્ષ પલટા મુદ્દે મેવાણીની ગૃહમાં શેર શાયરી કરી તમે કાલે કેવા હતા, અને આજે થયા કેવા...? તમારી સાથે પણ તમને હું સરખાવી નથી શકતો
વિધાનસભા ગૃહમાં રાજકોટ CCTV કાંડ મુદ્દો ગુંજ્યો
February 20, 2025 12:12 pm
વિધાનસભા ગૃહમાં રાજકોટ CCTV કાંડ મુદ્દો ગુંજ્યો છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ IPS લવિના સિન્હાના વખાણ કર્યા છે. ગૃહરાજ્યમંત્રીએ કહ્યું મહિલા IPSને વંદન કરૂં છું. રાજકોટની ઘટનામાં કેમેરા હેક કરનારને ઝડપ્યા છે. 3 હજાર કિલોમીટર દૂરથી આરોપીને ઝડપી લાવ્યા છે. સાયબર ટેરરિઝમની કલમ લગાવવામાં આવી છે.
રાજયમાં IPS અધિકારીઓના મહેકમ મુદ્દે સવાલ પૂછાયો
February 20, 2025 12:12 pm
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળની શરૂઆત થતા રાજયમાં IPS અધિકારીઓના મહેકમ મુદ્દે સવાલ પૂછાયો છે. તેમાં ચાણસ્માના MLAના સવાલ પર ગૃહરાજ્યમંત્રીએ જવાબ આપતા કહ્યું રાજયમાં IPS અધિકારીઓનું મહેકમ 208 તથા 198 જગ્યાઓ ભરાયેલી જ્યારે 9 જગ્યાઓ ખાલી છે તથા 24 અઘિકારીઓ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે.
પ્રશ્નોતરી કાળ સાથે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઇ
February 20, 2025 12:00 pm
પ્રશ્નોતરી કાળ સાથે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં એક કલાકની પ્રશ્નોતરી બાદ બજેટ રજૂ થશે.
ભાજપ સાશિત અન્ય રાજ્યો જેવી યોજના ગુજરાતમાં પણ મળે એવી આશા : AAP ધારાસભ્ય ચૈતર વસાવા
February 20, 2025 11:53 am
બજેટ અંગે AAP ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ભાજપ સાશિત અન્ય રાજ્યો જેવી યોજના ગુજરાતમાં પણ મળે એવી આશા છે. લાડલી બહેન યોજના, 500 માં ગેસની બોટલ ગુજરાતમાં પણ મળે એવી અપેક્ષા છે. આદિવાસી વિસ્તારમાં નર્મદા સહિતની સિંચાઈનું પાણી આપવા અમારી માંગ છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક યોજના ચાલુ કરવાની બાબત બજેટમાં હશે એવી આશા છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષકો, ડોક્ટરોની ઘટ છે એ પણ પૂર્ણ થાય એવી આશા સાથે મોંઘવારી પર સંતુલન લાવવા માટે પ્રયત્નો થયા હશે એવી અપેક્ષા છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચ્યા
February 20, 2025 11:48 am
નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભા પહોંચ્યા છે. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ સ્પીચ પહેલા નિવેદન આપ્યુ કે વિકાસની રાજનીતિ દ્વારા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. યુવાનો, ખેડૂતોને આગળ લાવતું બજેટ હશે.
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ અંગે શું કહ્યું?
February 20, 2025 11:45 am
ભાજપની સરકાર હંમેશા મધ્યમ વર્ગીય લોકો માટે બજેટ રજૂ કરે છે : હાર્દિક પટેલ
February 20, 2025 11:45 am
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું છે કે ભાજપની સરકાર હંમેશા મધ્યમ વર્ગીય લોકો માટે બજેટ રજૂ કરે છે. આ બજેટ પણ તમામ લોકોને મહત્વનું રહેશે. ખેડૂત, યુવાન અને મધ્યમ વર્ગને હિતમાં રાખીને કરવામાં આવ્યુ હશે. તેમજ વિરમગામમાં ડાંગર ખરીદ કૌભાંડન લઈને હાર્દિક પટેલે કહ્યું ખેડૂતોનો આક્રોશ વ્યાજબી છે. કૌભાંડ થયું હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હાલ આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે.
બજેટ અંગે શું બોલ્યા CM Bhupendra Patel
February 20, 2025 11:34 am
ગુજરાતના બજેટમાં આદિવાસીને લાભ મળે તેવી આશા : કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ
February 20, 2025 11:34 am
વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું છે કે કેન્દ્રીય બજેટમાંથી આદિવાસીઓને કોઈ લાભ આપવામાં નથી આવ્યો તેથી ગુજરાતના બજેટમાં આદિવાસીને લાભ મળે તેવી આશા છે. ખેડૂતોને બજેટમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આશા સાથે કનુભાઈ કઈ રીતનું બજેટ લઈને આવે છે તે હવે જોવાનું રહ્યું છે.
બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રદર્શન કર્યું
February 20, 2025 11:27 am
ગુજરાત વિધાનસભામાં સતત બીજા દિવસે કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે. બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રદર્શન કર્યું છે. હીરા ઉદ્યોગ માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. તેમજ OPS યોજના લાગુ કરવા માટેની માગણી તથા કોન્ટ્રાક્ટ આઉટ સોર્સ પ્રથા નાબૂદ કરવા પણ માગ કરાઇ છે.
બજેટ પહેલાની નાણામંત્રીની તસવીર
February 20, 2025 10:55 am

નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ ૨૦૨૫-૨૦૨૬નુ અંદાજપત્ર રજૂ કરવા આવશે એ વેળાની તસ્વીર.
ગુજરાતના વેપારીઓ, સામાન્ય લોકોને ફાયદો થાય એવું બજેટ હોવું જોઈએ : કોંગ્રેસ પાટણના MLA ડો. કિરીટ પટેલ
February 20, 2025 10:29 am
કોંગ્રેસ પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે રાજ્ય સરકારના આજે બજેટ રજૂ થતા પહેલા જણાવ્યું છે કે આશા રાખીએ કે માત્ર આભાશી બજેટ નહિ પણ લોકોની વૃદ્ધિ થાય. ખેડૂતોને લાભ મળે એ રીતનું હોવું જોઈએ. સરકારી કર્મચારીઓમાં આઉસોર્સિંગ અને કરાર આધારિત રાહત થાય તેમજ સરકારી કર્મચારીઓ માટે સારી જાહેરાત થાય તેવી આશા છે. તેમજ અધ્યાપક, વિદ્યા સહાયકની ખાલી જગ્યા ભરાય એવી બજેટમાં જોગવાઈ હોવી જોઈએ. તથા ગરીબો માટે જોગવાઇ થાય એવી આશા રાખીએ છીએ. ગુજરાતના વેપારીઓ, સામાન્ય લોકોને ફાયદો થાય એવું બજેટ હોવું જોઈએ.
ગુજરાતના બજેટને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન
February 20, 2025 10:29 am
ગુજરાતના બજેટને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે બજેટમાં દરેક સમાજનું ધ્યાન રખાશે. નાગરિકોની આશા-અપેક્ષા પૂરું કરતું બજેટ હશે. આ બજેટ રાજ્યના સર્વાગી વિકાસમાં છે. "ઉદ્યોગ, બાળ મહિલા, આરોગ્ય, શિક્ષણ સહિતના ક્ષેત્રે મહત્વનું હશે"
ગુજરાત બજેટને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ રદ
February 20, 2025 10:06 am
ગુજરાત બજેટને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો દિલ્હી પ્રવાસ રદ થયો છે. કારણ કે ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ વિધાનસભામાં રજૂ થવાનું હોવાથી આ પ્રવાસ રદ કર્યો છે. સત્તાવાર માહિતી મુજબ, આજે દિલ્હી ખાતે બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમાં હાજરી આપશે નહીં.
નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે
February 20, 2025 10:04 am
નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર રાજ્ય સરકાર ફોકસ કરશે. તથા ઈવેન્ટ બેઝ ટુરિઝમ સેક્ટર સમાવવા જાહેરાત થઈ શકે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા માટે નવી જાહેરાત કરાશે. તેમજ રસ્તાઓ, વાહનવ્યવહાર સહિત નવા પ્રોજેક્ટની જાહેરાત કરશે સાથે જ શહેરી વિકાસ વિભાગમાં પણ નવા વિકાસના કામોનો સમાવાશે અને નવી મહાનગરપાલિકાઓ બાબતે પણ જાહેરાત કરશે. તેમજ નવી મહાનગરપાલિકાના વિકાસ કામોનો બજેટમાં સમાવેશ થશે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન વિવધ વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. CM હસ્તકના સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા પ્રશ્નોની ચર્ચા થશે. તેમજ ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ વિભાગોના પ્રશ્નોની સમીક્ષા કરાશે.
વિધાનસભા સત્ર દરમિયાન સરકાર 4 વિધેયકો રજૂ કરશે
February 20, 2025 9:53 am
1. ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ (રદ કરવા) વિધેયક – 2025 2. ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) વિધેયક – 2025 3. ગુજરાત ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (સુધારા) વિધેયક – 2025 4. ગુજરાત પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર (રદ કરવા) વિધેયક – 2025
ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે
February 20, 2025 9:48 am
નાણામંત્રી કનુ દેસાઈ આજે ચોથી વખત ગુજરાત રાજયનું બજેટ રજૂ કરવાના છે. આજે બપોરે 12 વાગે વિધાનસભા સત્ર મળશે તેમાં આ બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાંકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરાશે. આ બજેટમાં કુલ 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે.