ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોનાની ઝપેટમાં, થયાં હોમ આઈસોલેટ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. છેલ્લાં 4 દિવસથી ગુજરાતમાં કોરોના પોઝેટિવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. સાથે જ કેસની સંખ્યા 100થી ઉપર નોંધાઇ રહી છે. હવે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ તેઓની હોમ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેઓ તેમના ગાંધીનગર સ્થિત ઘરે જ ક્વોરન્ટાઈન થઇને સારવાà
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. છેલ્લાં 4 દિવસથી ગુજરાતમાં કોરોના પોઝેટિવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. સાથે જ કેસની સંખ્યા 100થી ઉપર નોંધાઇ રહી છે. હવે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ તેઓની હોમ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તેઓ તેમના ગાંધીનગર સ્થિત ઘરે જ ક્વોરન્ટાઈન થઇને સારવાર લઇ રહ્યા છે. આ પહેલાં ગત 1 મે 2022ના રોજ વય નિવૃત્તિ પહેલાં મુખ્ય સચિવ પંકજકુમારને ફરી એક વખત 8 મહિનાનું એક્સટેન્સન આપવામાં આવ્યું છે. તેઓ મૂળ બિહારના પટણાના 1986 બેચના IAS અધિકારી છે. વડા પ્રધાન મોદીની નજીકના અધિકારી ગણાતાં પંકજ કુમારે B.TEC, MBA, IIT મેનેજમેન્ટ કાનપુરથી કરેલું છે. ચારેક મહિનાની રાહત બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ધીમે-ધીમે ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ કોવિડની ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ આવ્યાં બાદ સરકારી અધિકારીઓમાં પણ સંક્રમણની ચિંતા વધી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લાં 4 દિવસથી ગુજરાતમાં કોરોના પોઝેટિવ કેસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કેસની સંખ્યા 100થી ઉપર નોંધાયી છે. 11 જૂન એટલે કે ગઇકાલે ગુજરાતમાં નવા 154 કોરોનાના કેસ નોંધાયા હતાં. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 82, વડોદરામાં 33 અને સુરતમાં 15 કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 5, રાજકોટમાં 4, મહેસાણા અને વલસાડમાં 3-3 ભાવનગર, કચ્છ, આણંદ અને ભરૂચમાં 2-2, ખેડા જિલ્લામાં એક કેસ નોંધાયો છે.
દેશમાં કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક
દેશમાં કોરોનાની ચોથી લહેરની શરૂઆત થઈ ચુકી છે. જો લોકો સાવધાની નહીં રાખે તો, મુશ્કેલી આવશે. માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું પડશે. સાથે જ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવા માટે પણ સૂચના આપી છે. ઉપરાંત બાળકોનું જલ્દી વેક્સિનેશન કરાવવા માટે પણ ભલામણ કરી છે. જો દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરવામાં આવે તો કોરોના સંક્રમણમાં ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 8582 નવા દર્દીઓ મળી આવ્યા છે. જ્યારે આ દરમિયાન 4 દર્દીઓના મોત થયા છે.
Advertisement