Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલ! આ નેતાઓમાં મળી મોટી જવાબદારી

કોંગ્રેસનાં મુખ્ય દંડક તરીકે ડૉ. કિરીટ પટેલને (Dr. Kirit Patel) જવાબદારી સોંપવામાં આવી છે.
gujarat congress   ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલ  આ નેતાઓમાં મળી મોટી જવાબદારી
Advertisement
  1. વિધાનસભામાં કોંગ્રેસનાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂક (Gujarat Congress)
  2. કોંગ્રેસનાં મુખ્ય દંડક તરીકે ડૉ. કિરીટ પટેલની નિમણૂક કરાઈ
  3. વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલાની ઉપદંડક તરીકે નિમણૂક
  4. જીગ્નેશ મેવાણી અને અનંત પટેલની પ્રવક્તા તરીકે નિમણૂક

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. વિધાનસભામાં કોંગ્રેસનાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની (Shailesh Parmar) નિરણૂક કરવામાં આવી છે. જ્યારે, કોંગ્રેસનાં મુખ્ય દંડક તરીકે ડૉ. કિરીટ પટેલને (Dr. Kirit Patel) જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત, વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલાની ઉપદંડક તરીકે નિમણૂક કરાઈ છે. પ્રવક્તા તરીકે જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) અને અનંત પટેલની વરણી કરાઈ છે.

આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

Advertisement

કોંગ્રેસનાં મુખ્ય દંડક તરીકે ડૉ. કિરીટ પટેલની નિમણૂક કરાઈ

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની (Gujarat Congress) સ્થિતિને ફરી વધુ મજબૂત કરવાનાં ઉદ્દેશ્ય સાથે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કેટલાક ફેરબદલ કરવામાં આવ્યા છે. દરમિયાન, ગુજરાત કોંગ્રેસને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. દિલ્હી હાઈકમાન્ડ દ્વારા પંસદગીનાં નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. માહિતી મુજબ, વિધાનસભામાં કોંગ્રેસનાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે, કોંગ્રેસનાં મુખ્ય દંડક તરીકે ડૉ. કિરીટ પટેલ અને ઉપદંડક તરીકે વિમલ ચુડાસમા (Vimal Chudasama) અને ઈમરાન ખેડાવાલાને (Imran Khedawala) જવાબદારી સોંપાઈ છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસ ધડાકાભેર થાંભલામાં ઘૂસી, બે કાર પણ અડફેટે આવી

વિમલ ચુડાસમા અને ઈમરાન ખેડાવાલા ઉપદંડક તરીકે નિમણૂક

આ સિવાય જીગ્નેશ મેવાણી અને અનંત પટેલની (Anant Patel) પ્રવક્તા તરીકે નિમણૂક કરાઈ છે. ખજાનચી દિનેશ ઠાકોર (Dinesh Thakor), મંત્રી તરીકે કાંતિ ખરાડીને (Kanti Kharadi) જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા પ્રેસ નોટ જાહેર કરીને આ માહિતી આપવામાં આવી છે. જણાવી દઈએ કે, કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ હાઇ કમાન્ડ દ્વારા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને (Amit Chavda) જવાબદારી સોંપવામાં આવી. તાજેતરમાં રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુજરાતની મુલાકાત લઈ નવા જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કર્યો હતો અને આગળની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ પૂરજોશ સાથે ફરી એકવાર એક્ટિવ થઈ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે.

આ પણ વાંચો - Gujarat News: TET-TAT ઉમેદવારોની ભરતીને લઈ સરકારે યુ-ટર્ન કર્યો, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ

Tags :
Advertisement

.

×