Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Shankar Chaudhary Super Exclusive : વિધાનસભા સત્રથી લઈ તેમના વિસ્તાર અંગે શંકર ચૌધરી સાથે ખાસ સંવાદ

જાણો કયા પ્રશ્નોના જવાબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાત ફર્સ્ટને આપ્યા છે
shankar chaudhary super exclusive   વિધાનસભા સત્રથી લઈ તેમના વિસ્તાર અંગે શંકર ચૌધરી સાથે ખાસ સંવાદ
Advertisement

 Shankar Chaudhary Super Exclusive : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે ગુજરાત ફર્સ્ટનો ખાસ સંવાદ થયો છે. જેમાં વિધાનસભા સત્રને લઈ વિધાનસભા વિસ્તાર અંગે શંકર ચૌધરીએ ખાસ માહિતી આપી છે. તેમાં જાણો કયા પ્રશ્નોના જવાબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાત ફર્સ્ટને આપ્યા છે.

- ગૃહમાં વિધાનસભા અધ્યક્ષે કેમ ટોકવા પડ્યા ધારાસભ્યોને.
- ગૃહમાં આમંત્રણ ન મળવાને લઈને વિક્રમ ઠાકોરની નારાજગી અંગે બોલ્યા અધ્યક્ષ.
- વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવાની વિપક્ષની માગ અંગે બોલ્યા વિધાનસભા અધ્યક્ષ.
- બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે પણ વ્યક્ત કર્યો પોતાનો મત.
- સરકાર, સંગઠન કે સહકાર શું છે વધુ શંકર ચૌધરીને વધુ પ્રિય.
- સહકારી ક્ષેત્રના વિકાસની તકો અંગે પણ બોલ્યા વિધાનસભા અધ્યક્ષ શકર ચૌધરી.

Advertisement

ગુજરાત વિધાનસભાના 'કર્ણધાર' એવા બનાસ ડેરીના ચેરમેન અને સહકારી ક્ષેત્રમાં દબદબો ધરાવતા થરાદ બેઠકથી મતદારાઓએ જેમને આશીર્વાદ આપ્યા છે તેવા વિધાનસભા અધ્યક્ષનો ગુજરાત ફર્સ્ટ સાથે સીધો સંવાદ થયો છે. શંકરભાઈ ચૌધરી SUPER EXCLUSIVE માં ખુલ્લા મનની વાત કરવામાં આવી છે અને તમામ પ્રશ્નોના નિખાલસ પણે સંતોષકારક જવાબ પણ સંવાદમાં આપ્યો છે.

Advertisement

સરકાર, સંવિધાન, સંગઠન અને સંવાદ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું છે કે 3 નાણાકીય સહિત 8 અન્ય બિલ પસાર થયા છે. જેમાં મોટાભાગના બિલ સર્વાનુમતે પાસ થયા છે. આ વખત સરેરાશ પ્રશ્નો પણ ડબલ ડિજિટમાં હતા. જનહિતની ચર્ચા ગૃહમાં ખુબ સારા પ્રમાણમાં થઈ છે. ધારાસભ્યોએ પણ આ વખતે ગૃહને રચનાત્મક રીતે લીધું છે. ધારાસભ્યોની વાતને મુખ્યમંત્રીશ્રીએ પણ પોઝિટિવ લીધુ છે. અનેક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. નવા નવા કામ માટે ધારાસભ્યોની તત્પરતા રહી છે. તમામ ધારાસભ્યોએ પોતાની વાત મજબૂત રીતે મુકી છે. રચનાત્મક સંવાદની પ્રક્રિયાને તમામ ધારાસભ્યોએ સારી રીતે લીધી છે. જેમાં વિવાદનું નહીં બલકે વિધાનસભા સંવાદનું કેન્દ્ર છે. લોકશાહીમાં સંવાદ થકી જ પ્રશ્નોને હલ કરી શકાય છે.

મુખ્યમંત્રીએ પણ પ્રજાલક્ષી કામોને પહેલા પૂર્ણ કરવા પર ભાર મુક્યો

અદભુત સંસ્કૃતિ ગુજરાતે ડેવલોપ કરી છે. 3 લાખ 70 હજાર કરોડ કરતા પણ વધુ બજેટ ડેવલોપ કર્યું છે. જેમાં પોણા ચાર કરોડ કરતા વધુનું બજેટ ગુજરાતે ડેવલોપ કર્યું છે. 2002નું બજેટ 30 હજાર કરોડનું હતું. પાછલા 23 વર્ષની તુલનાએ અનેકગણુ બજેટ વધ્યું છે. ગુજરાતના બજેટનું કદ અનેકગણુ વધી ગયું છે. ગુજરાતની પ્રગતીની દિશા બજેટ પરથી કરી શકીએ. મોટાભાગના કામો સર્વાનુમતે થયા છે. ગૃહમાં 100 ટકા ધારાસભ્યોએ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તમામ ધારાસભ્યોએ પેપરલેસ વ્યવસ્થાને સ્વિકારી છે. શિખવા માટેની કોઈ ઉંમર હોતી નથી માત્ર ઈચ્છા શક્તિ જોઈએ. પેપરલેસ કામગીરી કેવી રીતે થાય તે ગુજરાત વિધાનસભાએ બતાવ્યું છે. બજેટ પાસ કર્યા પછી ડિપાર્ટમેન્ટ પ્રમાણે માંગણી આવે છે. જરૂરિયાત પ્રમાણે વિભાગને સહાય ચુકવવામાં આવે છે. પ્રજા વચ્ચે રહેતા ધારાસભ્યની વાતને પહેલા પ્રાધાન્ય છે. મુખ્યમંત્રીએ પણ પ્રજાલક્ષી કામોને પહેલા પૂર્ણ કરવા પર ભાર મુક્યો છે.

ગૃહમાં ટકોર કરવી તે મારી જવાબદારી છે જેમાં ટકોર પણ બધાએ પોઝિટિવ લીધી

ગયા વખતના સત્રમાં જે પ્રશ્નો હતા તે મોટાભાગના પૂર્ણ થયા છે. ગૃહમાં ટકોર કરવી તે મારી જવાબદારી છે. ટકોર પણ બધાએ પોઝિટિવ લીધી છે. ક્રિકેટની મેચ હોય તો બધા સાથે રમીએ છીએ. હોળીમાં પણ એકબીજાના રંગે રંગાતા હતા. ગુજરાત એક અલગ જ મૉડલ છે. દરેક સમાજ, દરેક જ્ઞાન સરકાર માટે ગૌરવ સમાન છે. ગેપ ઓફ કોમ્યૂનિકેશન હોઈ શકે બાકી બધા માટે સદભાવ છે.

વિધાનસભાનું ગૃહ એ લોકશાહીનું મંદિર છે

વિધાનસભાનું ગૃહ એ લોકશાહીનું મંદિર છે. ગૃહમાં 300 થી વધારે પત્રકાર ભાઈ બહેનો બેસે છે. લેખિતમાં સ્પીચ પણ પહોંચાડવામાં આવે છે. ગૃહની ચર્ચાને લાઈવ બતાવવામાં કેટલાક ટેક્નિકલ કારણો છે. ટેક્નિકલ કારણોનું નિરાકરણ આવતા ભવિષ્યમાં નિર્ણયો લેવાશે. દેશમાં એક નવો જ ઈતિહાસ બની રહ્યો છે. દેશનું સહકારી માળખું ખુબ જ મોટું છે. સહકારિતા ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે ઈન્સ્ટિટ્યૂટ ઓછી છે. ત્રિભૂવન યુનિવર્સિટી સ્કિલ મેન પાવર આપશે. જેમાં ત્રિભૂવનદાસ પટેલને સાચી શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી અને અમિતશાહ સાહેબે આપી છે. મોટા જિલ્લાનું વિભાજન થાય તો જનતાને લાભ વધુ મળે.

Tags :
Advertisement

.

×