Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Cough Syrup: ઝેરી કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર એલર્ટ

મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે
cough syrup  ઝેરી કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર એલર્ટ
Advertisement
  • Cough Syrup: બે કંપનીઓનો તમામ દવાનો જથ્થો પરત લેવાશે
  • બજારમાંથી કફ સિરપનો જથ્થો પરત લેવાશેઃ ઋષિકેશ પટેલ
  • બે કંપનીઓમાંથી તપાસ દરમિયાન નથી મળ્યો જથ્થો

Cough Syru: ઝેરી કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર એલર્ટ થઇ છે. જેમાં બે કંપનીઓનો તમામ દવાનો જથ્થો પરત લેવાશે. તેમજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે બજારમાંથી કફ સિરપનો જથ્થો પરત લેવાશે. બે કંપનીઓમાંથી તપાસ દરમિયાન જથ્થો મળ્યો નથી. તેમજ તમામ સેમ્પલની સરકાર તપાસ કરાવશે.

છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ

મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત થયાં બાદ ખળભળાટ મચ્યો છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતમાં બનેલી રી-લાઈફ અને રેસ્પિફ્રેશ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઇકોલનું પ્રમાણ નક્કી મર્યાદા કરતાં વધુ મળ્યું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ બંને સિરપનો જથ્થો બજારમાંથી પરત ખેંચી લેવા આદેશ કર્યો છે. આ બંને સિરપની છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખેંચાય ત્યાં સુધી સમગ્ર પ્રોસેસ પર ધ્યાન રાખવા FDCAના અધિકારીઓને આદેશ કરાયો છે.

Advertisement

Advertisement

Cough Syrup: ગુજરાત સરકાર દ્વારા તપાસ કરી પ્રમાણિત કરાશે

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ સિવયની જે કંપનીઓ કફ સિરપ બનાવે છે તેની પણ ગુજરાત સરકાર દ્વારા તપાસ કરી પ્રમાણિત કરાશે. મધ્યપ્રદેશના ડ્રગ્સ વિભાગની તપાસના રિપોર્ટ બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગુજરાતમાં બનતી આ બંને સિરપનો જથ્થો ગુજરાતની બજારમાં છે તે પરત ખેંચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં આ બંને સિરપ નોટ ઓફ સ્ટાન્ડર્ડ જાહેર થઈ છે. જેથી ગુજરાતની બજારમાં જે પણ જથ્થો ગયો છે તે પરત ખેંચી લેવા આદેશ કરાયો છે.

આ સિરપથી કિડની ફેલ અને બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિ પેદા થવાનું જોખમ

26થી 28 સપ્ટેમ્બર દરમિયાન છિંદવાડા જિલ્લામાં ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેડિકલ અને હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. આ સમયે કુલ 19 દવાનાં સેમ્પલ એકત્ર કરવામાં આવ્યાં હતાં અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં, જેમાં ગાઈડલાઈન અનુસાર, કફ સિરપમાં મહત્તમ 0.1 ટકા ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ હોવું જોઈએ, પરંતુ તપાસમાં 4 કફ સિરપ નક્કી માપદંડમાં ફેલ થયા હતા. આ સિરપથી કિડની ફેલ અને બ્રેઈન હેમરેજ જેવી સ્થિતિ પેદા થવાનું જોખમ રહે છે.

આ પણ વાંચો: વિકસિત ભારતનો અમૃતકાળ: PM Modi ના સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 24 વર્ષ

Tags :
Advertisement

.

×