Gujarat: પ્રયારાજ મહાકુંભ જવા માંગતા ભક્તો માટે મહત્વના સમાચાર આવ્યા
- 8100 રૂપિયામાં મહાકુંભ મેળાની યાત્રા
- 27 જાન્યુઆરીએ ગાંધીનગરથી પહેલી બસ ઉપડશે
- અમદાવાદથી દરરોજ ઉપડશે ST વોલ્વો બસ
Prayagraj Mahakumbh: હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે 144 વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસનું સંચાલન કરવા અનોખી પહેલ કરી છે, જે ગુજરાતવાસીઓ માટે રાજ્ય સરકારની શ્રદ્ધા અને સમર્પણ દર્શાવે છે. પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સંયુકત રીતે એક સકારાત્મક નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપાડવાનો નિર્ણય લઇ શ્રધ્ધાળુને રાત્રિ રોકાણ અને બસ મુસાફરી સાથેનું ઇકોનોમી પેકેજ તૈયાર કરવામાં આવ્યુ છે.
Mahakumbh 2025: Prayagraj કુંભ માટે ગુજરાત સરકારની ખાસ સુવિધા | GujaratFirst@sanghaviharsh @CMOGuj #GujaratST #KumbhYatra #VolvoBusService #PilgrimagePackage #CMInitiative #TravelToKumbh #GujaratFirst pic.twitter.com/HjZT4NUmPV
— Gujarat First (@GujaratFirst) January 24, 2025
3 રાત્રી અને 4 દિવસ માટે ST વિભાગે પેકેજ
રાજ્ય સરકારે ભક્તો માટે ખાસ ST બસની સુવિધા શરૂ કરી છે. તેમાં 3 રાત્રી અને 4 દિવસ માટે ST વિભાગે પેકેજ બનાવ્યું છે. જેમાં પ્રયાગરાજ કુંભ જવા ST વિભાગ વોલ્વો બસ શરૂ કરશે. 27 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ST સેવાની શરૂઆત કરાવશે. વચ્ચે એક રાત્રી રોકાણ શિવપુરીમાં કરવા આવશે.
8100 રૂપિયામાં એસટી વિભાગ કુંભ માટેની યાત્રા કરાવશે
ઉલ્લેખનીય છે કે 8100 રૂપિયામાં એસટી વિભાગ કુંભ માટેની યાત્રા કરાવશે. તેમાં ઓનલાઈન માધ્યમથી ભક્તો બુકિંગ કરાવી શકશે. જેમાં 27 જાન્યુઆરીએ ગાંધીનગરથી પહેલી બસ ઉપડશે. તથા અમદાવાદથી દરરોજ ST વોલ્વો બસ ઉપડશે. તેમજ શિવપુરી ખાતે વોલ્વો બસ રાત્રિ રોકાણ કરશે. ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગરાજ જાય છે, ત્યારે ટુરિઝમ અને GSRTC બસ - Volvo રોજ આવવા જવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. ત્રણ રાત્રિ અને ચાર દિવસનું પેકેજ બનાવવામાં આવ્યું છે, 27મી જાન્યુઆરીએ યાત્રાળુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગરથી આપશે.
ગુજરાતથી દરરોજ AC વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : હર્ષ સંઘવી
આગામી 27મી જાન્યુઆરી -2025થી સોમવારથી આ સેવા શરુ કરવામાં આવશે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે. માત્ર રૂ. 8100 માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ/4 દિવસનું પેકેજ ગુજરાતના શ્રધ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યુ છે.
આ પેકેજમાં તમામ ૩ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ
આ પેકેજમાં તમામ ૩ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ પેકેજનું ઓનલાઇન બુકિંગ તા: 25/1/2025 થી એસ.ટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની જનતાને પવિત્ર મહાકુંભનો લાભ લેવા નમ્ર પ્રયાસ કર્યો છે આમ છતાં પ્રયાગરાજ મુકામે યાત્રિકો મોટી માત્રામાં પધારતા હોઈ સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શકયતા છે.
આ પણ વાંચો: Toll Tax Fraud: NHAI ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ


