Gujarat: ડભોડીયા હનુમાનજી મંદિરમાં મહાઆરતીનું ભવ્ય આયોજન, વાતાવરણ દિવ્ય બન્યું
- Dabhodiya Hanumanji: મંદિરમાં વિશેષ 108 દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
- મધ્યરાત્રિએ 12 વાગ્યે યોજાયેલી આ આરતીમાં હજારો ભક્તો ઉમડી આવ્યા
- ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિન પટેલ પણ આ પવિત્ર દર્શન માટે પહોંચ્યા હતા
Dabhodiya Hanumanji: ગુજરાતના ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે આવેલા પ્રાચીન સ્વયંભૂ ડભોડીયા હનુમાનજી મંદિરની વાત કરીએ. આજે, કાળી ચૌદશના પવિત્ર પ્રસંગે, મંદિરમાં વિશેષ 108 દીવાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિએ 12 વાગ્યે યોજાયેલી આ આરતીમાં હજારો ભક્તો ઉમડી આવ્યા. જેમણે દાદાના દર્શનનો લાભ લીધો છે.
ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિન પટેલ પણ આ પવિત્ર દર્શન માટે પહોંચ્યા
ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જાસ્મિન પટેલ પણ આ પવિત્ર દર્શન માટે પહોંચ્યા હતા. તેઓએ મંદિરના પ્રસંગમાં ભાગ લઈને ભક્તિમાં ડૂબી ગયા. મંદિરને વિવિધ રંગબેરંગી લાઇટોના આભૂષણથી સજાવવામાં આવ્યું હતું.જેના કારણે આખું વાતાવરણ દિવ્ય લાગતું હતું. માત્ર સ્થાનિક લોકો જ નહીં, પણ દૂર દૂરથી ભક્તોએ દર્શન કરવા આવ્યા હતા. આ તકે, પ્રખ્યાત લોકગાયક જીગ્નેશ કવિરાજના ડાયરાનું પણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના ડભોડા હનુમાનજી મંદિરમાં વિશેષ આરતીનું આયોજન
ગુજરાત ફર્સ્ટના MD જાસ્મિન પટેલે મંદિરમાં કર્યા દર્શન
કાળી ચૌદસના વિશેષ દર્શન માટે ડભોડા પહોંચ્યા હતા ભક્તો
મધ્યરાત્રિએ 12 વાગે 108 દીવાની આરતીનો લીધો લાભ
સાચા મનથી માનેલી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે
જીગ્નેશ કવિરાજના ડાયરાનું… pic.twitter.com/xAGWk2m9Wd— Gujarat First (@GujaratFirst) October 19, 2025
સુખડીના પ્રસાદનું વિશેષ મહત્વ
સુખડીના પ્રસાદનું વિશેષ મહત્વ છે, જે દરેક ભક્તને વિતરિત કરવામાં આવ્યો. ડભોડા હનુમાનજીનું મંદિર પ્રખ્યાત છે. દર શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શને આવે છે. ડભોડામાં જન્માષ્ટમી અને ધનતેરસ રાતથી કાળીચૌદશ સાંજ સુધી વર્ષમાં બે વખત ડભોડીયા હનુમાનદાદાનો મેળો ભરાય છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવે છે.
Dabhodiya Hanumanji: ચારથી પાંચ લાખ ભક્તો આ બે દિવસો દરમ્યાન ઉમટશે
ગાંધીગર તાલુકાના ડભોડા ખાતે સ્વયંભૂ હનુમાન મંદિર દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલું છે આ વખતે ધનતેરસ-કાળીચૌદશના મહામેળામાં લાખ્ખો ભક્તો ઉમટ્યા છે. અહીં ડભોડિયાવાળા દાદાની મહાઆરતીનું મહત્વ હોય છે ત્યારે તા.૧૮મીએ મધ્યરાત્રીએ મહાઆરતી થઇ અને ત્યારથી 24 કલાક દર્શન ખુલ્લા રહેશે. રજાના કારણે અહીં ભક્તો વિશેષ ઉમટશે તેમ ટ્રસ્ટી મંડળનું માનવું છે. ડભોડિયા હનુમાન મંદિરે ધનતેરસ-કાળી ચૌદશ એમ બે દિવસ મેળો શરૂ થઇ ગયો છે. આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન પણ કર્યું છે. એક અંદાજ પ્રમાણે, ચારથી પાંચ લાખ ભક્તો આ બે દિવસો દરમ્યાન ઉમટશે. જેના માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો બીજીબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 19 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?


