ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat New Cabinet 2025: અર્જુન મોઢવાડીયા બન્યા કેબિનેટ મંત્રી, ધીરજના ફળ મીઠા....

વિધાનસભા પેટાચૂંટણીમાં 116,808 મતોના ઐતિહાસિક માર્જિન સાથે જીત મેળવી, નવો રેકોર્ડ બનાવ્યો. આ ચૂંટણીમાં અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 133,163 મતો (કુલ મતોના 86%) મળ્યા, જે ગુજરાતના ઈતિહાસમાં એક જ ઉમેદવારને મળેલા મતોની સૌથી વધુ ટકાવારીનો રેકોર્ડ છે.
01:14 PM Oct 17, 2025 IST | SANJAY
વિધાનસભા પેટાચૂંટણીમાં 116,808 મતોના ઐતિહાસિક માર્જિન સાથે જીત મેળવી, નવો રેકોર્ડ બનાવ્યો. આ ચૂંટણીમાં અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 133,163 મતો (કુલ મતોના 86%) મળ્યા, જે ગુજરાતના ઈતિહાસમાં એક જ ઉમેદવારને મળેલા મતોની સૌથી વધુ ટકાવારીનો રેકોર્ડ છે.
Gujarat New Cabinet 2025, Arjun Modhwadia, Cabinet Minister, Life journey, Gujarat BJP

Gujarat New Cabinet 2025: ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ શરૂ થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે. હર્ષ સંઘવીએ સૌથી પહેલી શપથ લીધા છે. તેમને DYCM બનાવાયા છે. ત્યારબાદ અર્જુન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા

પોરબંદર વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia) નો જન્મ 17 ફેબ્રુઆરી 1957 ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવારમાં બે ભાઈ અને બે બહેનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણથી જ અર્જુનભાઈને લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ મોઢવાડિયા કઠોર પરિશ્રમનું મહત્વને સમજે છે એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.

મોરબી કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવી

અર્જુનભાઈ મોઢવાડિયા (Arjun Modhwadia) એ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાની સરકારી શાળામાં પૂર્ણ કર્યું. 1982 માં મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવી. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે 1982 થી 2002 સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા. આ દરમિયાન તેઓ 1988 માં ‘એક્ઝીક્યુટીવ કાઉન્સિલ ઓફ યુનિવર્સિટી' ના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા.

10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં મદદનીશ ઇજનેર

સ્નાતક થયા પછી, અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) એ લગભગ 10 વર્ષ સુધી ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં મદદનીશ ઇજનેર તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી. તે તેની સાથે ચાલુ રાખી શક્યો હોત અને ખૂબ જ સફળ મેરીટાઇમ એન્જિનિયર બની શક્યો હોત. પરંતુ તેમના જીવનનું સૂત્ર આના કરતાં વધુ નિઃસ્વાર્થ હતું. 1993માં તેમણે નોકરી છોડી દીધી અને પોતાની જાતને સંપૂર્ણ રીતે જાહેર સેવામાં સમર્પિત કરી દીધી.

અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) નો રાજકારણમાં પ્રવેશ

અર્જુન મોઢવાડિયા 1997 માં જાહેર જીવનમાં જોડાયા. જાહેર સેવા માટે સમર્પિત, તેમણે સક્રિય રાજકારણમાં પગ મૂક્યો, જ્યાં તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. વર્ષોથી, તેઓ વિવિધ રાજકીય અને સામાજિક પહેલોમાં સામેલ છે, તેમના સમુદાય અને વ્યાપક જનતાના વિકાસ અને કલ્યાણમાં યોગદાન આપ્યો છે. રાજકીય પ્રવૃતિઓમાં તેમની સક્રિય ભાગીદારી દ્વારા જાહેર સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.

2002માં પ્રથમવાર પોરબંદર બેઠક મોઢવાડીયા ચુંટાયા

રાજકારણમાં પ્રવેશ મેળવ્યા બાદ અર્જુન મોઢવાડિયા પ્રથમ વખત 2002માં પોરબંદર મતવિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય (ધારાસભ્ય) તરીકે ચૂંટાયા હતા. કોગ્રેસ પક્ષ સાથે જોડાયાને તેમની ઉત્કૃષ્ટ વક્તૃત્વ કુશળતા અને તેમની ફરજો નિભાવવાની ધગશ સાથે અર્જુન મોઢવાડિયાને 2004 થી 2007 દરમિયાન ગુજરાત વિધાનસભામાં કોગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તરીકે સેવા આપવાની તક આપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, મોઢવાડિયાએ વિપક્ષના જવાબદાર નેતા તરીકેની તેમની ભૂમિકા નિભાવીને વિધાનસભામાં ગુજરાતની જનતાના પ્રશ્નો અસરકારક રીતે રજૂ કર્યાં વર્ષો સુધી કોગ્રેસ પક્ષ સાથે રહી ગુજરાતના રાજકારણના દિગ્ગજ નેતા તરીકે બહાર આવ્યા અને વિધાનસભામાં સિંહની ગર્જના જેમ લોકોના પ્રશ્નો મુકતા હતા

10 વર્ષના રાજકીય વનવાસ બાદ 2022 ફરી ધારાસભ્ય

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પોરબંદરની જનતાએ ફરી એકવાર અર્જુન મોઢવાડીયા પર વિશ્વાસ મૂક્યો હતો પોરબંદરની જનતાએ અર્જુનભાઈ મોઢવાડિયાને ત્રીજી વખત ચૂંટીને લોકોના પ્રશ્નોને વાચા આપવા ફરી મેદાને આવ્યા હતા આ વિજયે તેમને જનતા માટે તેમની સમર્પિત સેવા ચાલુ રાખવાની બીજી તક પૂરી પાડી. તેમની સતત પુનઃચૂંટણી તેમના અસરકારક નેતૃત્વ, જનસેવા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને પોરબંદરના રહેવાસીઓ સાથે તેમના ગાઢ જોડાણનો પુરાવો છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાને ફરી ધારાસભ્ય તરીકે ચુંટાયા

2024 ગુજરાતના રાજકારણમાં સૌથી મોટી ઉથલપાથલ થઇને ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. પોરબંદરના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા. તેમણે વિધાનસભા પેટાચૂંટણીમાં 116,808 મતોના ઐતિહાસિક માર્જિન સાથે જીત મેળવી, નવો રેકોર્ડ બનાવ્યો. આ ચૂંટણીમાં અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ 133,163 મતો (કુલ મતોના 86%) મળ્યા, જે ગુજરાતના ઈતિહાસમાં એક જ ઉમેદવારને મળેલા મતોની સૌથી વધુ ટકાવારીનો રેકોર્ડ છે.

આ પણ વાંચો: Gujarat New Cabinet 2025: ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું, જાણો કેવી રીતે

 

Tags :
Arjun ModhwadiaCabinet MinisterGujarat BJPGujarat New Cabinet 2025life journey
Next Article