Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat New Cabinet 2025: દાદા સરકાર 2.0નું નવું મંત્રીમંડળ 29 સદસ્યો સાથે લેશે આકાર!

ગુજરાતનું નવું મંત્રીમંડળ 29 સદસ્યોનું હોય શકે છે. જેમાં રિપીટ થનારા મંત્રીના પૉર્ટફોલિયા સંપૂર્ણપણે બદલાઇ શકે છે. નવા મંત્રીઓમાં કેટલાક નામ ચર્ચાતા, કેટલાંક સરપ્રાઈઝ હશે. તેમજ ગુજરાતમાં નવા વર્ષે મંત્રીમંડળનો નવો જ ચહેરો અસ્તિત્વમાં હશે
gujarat new cabinet 2025  દાદા સરકાર 2 0નું નવું મંત્રીમંડળ 29 સદસ્યો સાથે લેશે આકાર
Advertisement
  • Gujarat New Cabinet 2025: મહાત્મા મંદિર ખાતે નવું મંત્રીમંડળ લેશે શપથ
  • મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા
  • શપથવિધિ સમયે જ નવા ચહેરાઓ અંગે થશે સ્પષ્ટતા

Gujarat New Cabinet 2025: ગુજરાતની રાજનીતિના આજના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે દાદા સરકાર 2.0નું નવું મંત્રીમંડળ આકાર લેશે. તેમાં મહાત્મા મંદિર ખાતે નવું મંત્રીમંડળ શપથ લેશે. મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. શપથવિધિ સમયે જ નવા ચહેરાઓ અંગે સ્પષ્ટતા થશે. વર્તમાન મંત્રીમંડળ પૈકીના 5થી 6 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. સ્ટેજ પર 29 ખુરશી મુકાતા મંત્રીમંડળના કદ અંગે અનુમાન થઇ છે.

ગુજરાતનું નવું મંત્રીમંડળ 29 સદસ્યોનું હોય શકે છે

ગુજરાતનું નવું મંત્રીમંડળ 29 સદસ્યોનું હોય શકે છે. જેમાં રિપીટ થનારા મંત્રીના પૉર્ટફોલિયા સંપૂર્ણપણે બદલાઇ શકે છે. નવા મંત્રીઓમાં કેટલાક નામ ચર્ચાતા, કેટલાંક સરપ્રાઈઝ હશે. તેમજ ગુજરાતમાં નવા વર્ષે મંત્રીમંડળનો નવો જ ચહેરો અસ્તિત્વમાં હશે. તથા શપથગ્રહણ સમારોહ માટે સાધુ સંતો પણ હાજર રહેશે.

Advertisement

Advertisement

Gujarat New Cabinet 2025: દાદા સરકાર 2.0ના નવા મંત્રીમંડળની પળેપળની ખબર જોતા રહો

દાદા સરકારના નવા મંત્રીમંડળની પળેપળની ખબર જોતા રહો. કોણ હશે મંત્રીમંડળમાં સૌથી પહેલા જુઓ ગુજરાત ફર્સ્ટ પર. કોણ કેબિનેટ મંત્રી, કોણ રાજ્યકક્ષાના મંત્રી તેની સૌથી સચોટ ખબર તમને મળશે. પળેપળની ખબર સાથે મંત્રીમંડળનુ સચોટ એનાલિસિસ તથા કોની લાગશે લોટરી, કોનું પત્તુ કપાશે તેની દરેક ખબર માટે અમારી સાથે જોડાયેલા રહો.

આજે સવારે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે

સમગ્ર દિવસ દરમિયાન મંત્રીમંડળનું મેરેથોન કવરેજ તમને જોવા મળશે. આજે સવારે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે. તથા ગઈકાલે મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથે મુલાકાત થઈ શકી ન હતી. મુખ્યમંત્રીની જે.પી.નડ્ડા સાથે ત્રણ કલાક બેઠક થઈ હતી. તથા જે.પી.નડ્ડા (J. P. Nadda) સાથે બેઠકના કારણે રાજ્યપાલને નહોતા મળી શક્યા. તેમજ મંત્રીઓના રાજીનામા અને નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને આપશે.

આ પણ વાંચો: Gujarat New Cabinet 2025: ગુજરાતમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ... રીવાબા જાડેજા, અલ્પેશ ઠાકોર સહિત આ નેતાઓ બની શકે છે મંત્રી

Tags :
Advertisement

.

×