Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat New Cabinet 2025: ગુજરાતના નવા મંત્રીમંડળનું આ રહ્યું લિસ્ટ, CM સહિત 26ની યાદી

નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયરામ ગામીત, દર્શના વાઘેલા, ઇશ્વરસિંહ પટેલને ફોન આવી ગયો છે. નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને જાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 25 સભ્ય અને એક મુખ્યમંત્રી સાથે 26 નું  છે.
gujarat new cabinet 2025  ગુજરાતના નવા મંત્રીમંડળનું આ રહ્યું લિસ્ટ  cm સહિત 26ની યાદી
Advertisement
  • મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે
  • અમૃતિયા, મોઢવાડિયા, વાઘાણી, રિવાબા, દર્શના વાઘેલા નવા ચહેરા

Gujarat New Cabinet 2025: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવીને ફોન આવી ગયો છે.

નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે

રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. સાથે જ CMએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે.

Advertisement

Gujarat New Cabinet 2025, Gujarat, Gujarat BJP, Dada Sarkar 2.0

Advertisement

નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, અર્જુન મોઢવાડિયા

નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયરામ ગામીત, દર્શના વાઘેલા, ઇશ્વરસિંહ પટેલને ફોન આવી ગયો છે. નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને જાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 25 સભ્ય અને એક મુખ્યમંત્રી સાથે 26 નું  છે.

કૌશિક વેકરીયા, પીસી બરંડા, ડૉ.જયરામ ગામિત, રમેશ કટારાને બોલાવાયા

હાલ નવા મંત્રીમંડળમાં પંસદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે. જેમાં અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રધ્યુમન વાજા, નરેશ પટેલ, કાંતિ અમૃતિયા, દર્શના વાઘેલા, રિવાબા જાડેજા, મનીષા વકીલ, જીતુ વાઘાણી (રિ-એન્ટ્રી), કૌશિક વેકરીયા, પીસી બરંડા, ડૉ.જયરામ ગામિત, રમેશ કટારાને બોલાવાયા છે.

જૂના જોગીને ફરી મોકો મળ્યો છે

જૂના જોગીને ફરી મોકો મળ્યો છે. તેમાં પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી તેમજ MLA કૌશિક વેકરીયાને ફોન આવ્યો છે. નવા ચહેરામાં અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલ, સી.જે. ચાવડાને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat New Cabinet 2025: રિપીટને CMનો અને નવા મંત્રીઓને જગદીશ વિશ્વકર્માનો ફોન આવ્યો

Tags :
Advertisement

.

×