Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat New Cabinet 2025: નવા મંત્રીમંડળના મંત્રીઓનો ટૂંકમાં પરિચય

ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. જેમાં હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને DYCM બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી. સાથે જ ​​​​​​​ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધી નહોતી. નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે.
gujarat new cabinet 2025  નવા મંત્રીમંડળના મંત્રીઓનો ટૂંકમાં પરિચય
Advertisement
  • Gujarat New Cabinet 2025: ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા
  • New Cabinet માં 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ

Gujarat New Cabinet 2025: ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા છે. જેમાં હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા. તેમને DYCM બનાવાયા છે. ત્યારબાદ જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા હતા. તથા કાંતિ અમૃતિયા, રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, પી.સી.બરંડા, સ્વરૂપજી ઠાકોર, રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઇને શપથ લીધા હતા.

7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ

ઉલ્લેખનીય છે કે કેબિનેટમાં એક પણ મહિલા મંત્રી નથી. સાથે જ ​​​​​​​ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ લીધી નહોતી. નવા મંત્રીમંડળમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 7 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા છે.

Advertisement

Advertisement

હર્ષ સંઘવી (બેઠક- મજૂરા)

હર્ષ સંઘવી જૈન સમુદાયમાંથી આવતા ભાજપના એક યુવા ચહેરા છે. તેઓ મજૂરા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ વિદ્યાર્થીકાળથી જ ભાજપ સાથે જોડાયેલા છે. વર્ષ 2012માં, માત્ર 27 વર્ષની ઉંમરે તેઓ સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2021માં તેમણે પહેલીવાર મંત્રી પદના શપથ લીધા હતા અને હાલમાં સરકારમાં ગૃહ રાજ્યમંત્રીનું મોભાદાર પદ સંભાળે છે. ગૃહ રાજ્યમંત્રી તરીકેના કડક નિર્ણયોથી તેમણે વાહવાહી મેળવી છે. આ સિવાય, તેમણે ભાજપના રાષ્ટ્રીય યુવા મોર્ચામાં પણ જવાબદારી સંભાળી છે.

ઋષિકેશ પટેલ (બેઠક- વીસનગર)

ઋષિકેશ પટેલ ઉત્તર ગુજરાતના જાણીતા કડવા પાટીદાર ચહેરા પૈકીના એક છે. તેઓ વીસનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષ 2007થી સતત આ બેઠક પર ચૂંટાય છે. ગુજરાત સરકારમાં તેમણે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે કાર્ય કર્યું છે અને હાલમાં આરોગ્ય જેવું મહત્વપૂર્ણ મંત્રાલય સંભાળે છે. તેઓ વ્યવસાયે બિલ્ડર છે અને તેમણે સિવિલ ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરેલો છે. તેમને હોશિયાર ચહેરો ગણવામાં આવે છે. રાજકીય કારકિર્દીમાં, તેઓ મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

પ્રફુલ પાનસેરિયા (બેઠક- કામરેજ)

પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા પાટીદાર ચહેરા છે, જેઓ મૂળ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજના છે. તેઓ કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને 2012થી સતત આ બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. તેમણે MA (રાજનીતિ વિજ્ઞાન) અને MBA સુધીનો અભ્યાસ કરેલો છે, જે તેમને એક શિક્ષિત ચહેરો બનાવે છે. તેઓ ગુજરાત સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.

કનુ દેસાઈ (બેઠક- પારડી)

કનુ દેસાઈ દક્ષિણ ગુજરાતના એક જાણીતા રાજકારણી છે, જેઓ અનાવિલ બ્રાહ્મણ સમાજનો જાણીતો ચહેરો છે. તેઓ પારડી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષ 2012થી સતત આ બેઠક પર ચૂંટાયેલા છે. ગુજરાત સરકારમાં તેમણે નાણાં અને ઊર્જા જેવા મહત્વના મંત્રાલયો સંભાળ્યા છે અને હાલમાં તેઓ નાણામંત્રી તરીકેની સારી કામગીરી માટે જાણીતા છે. તેમને શિક્ષિત, હોશિયાર અને ભાજપના સૌથી સિનિયર ચહેરાઓમાંના એક ગણવામાં આવે છે. રાજકીય કારકિર્દીમાં, તેમણે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ 7 વર્ષ સુધી સેવા આપી છે.

પરષોત્તમ સોલંકી (બેઠક- ભાવનગર ગ્રામ્ય)

પરષોત્તમ સોલંકી સૌરાષ્ટ્રના કોળી સમાજના સૌથી મોટા નેતા તરીકે જાણીતા છે. તેઓ ભાવનગર ગ્રામ્ય બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે ગુજરાત સરકારમાં વર્ષોથી મત્સ્યપાલન મંત્રી તરીકેની જવાબદારી સંભાળી છે. રાજકીય રીતે તેમનું ભાવનગર, અમરેલી સહિત અનેક જિલ્લાઓમાં પ્રભુત્વ છે. નોંધનીય છે કે તેમણે શક્તિસિંહ ગોહિલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવ્યા છે. રાજકારણમાં આવતા પહેલા, તેઓ મુંબઈમાં કોર્પોરેટરપણ રહી ચૂક્યા છે.

કુંવરજી બાવળિયા (બેઠક- જસદણ)

કુંવરજી બાવળિયા સૌરાષ્ટ્રમાં કોળી સમાજના જાણીતા અને પીઢ રાજકારણી છે. તેઓ જસદણ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષ 1995થી સતત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોંગ્રેસ પક્ષથી કરી હતી, જ્યાં તેઓ ધારાસભ્ય અને સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. બાદમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાત સરકારમાં તેમણે પાણી-પુરવઠા અને નાગરિક પુરવઠા જેવા મંત્રાલયો સંભાળ્યા છે અને કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી છે. આ ઉપરાંત, તેઓ કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પણ રહી ચૂક્યા છે.

કાંતિ અમૃતીયા: મોરબીના 'કનુભાઈ'

કાંતિભાઈ શિવલાલ અમૃતીયા, જેઓ તેમના વિસ્તારમાં 'કનુભાઈ' તરીકે જાણીતા છે, તે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના એક વરિષ્ઠ અને બહુમુખી રાજકારણી છે. પક્ષ: ભારતીય જનતા પાર્ટી (BJP) બેઠક: મોરબી વિધાનસભા. કાંતિભાઈ અમૃતીયાએ મોરબી બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે સેવા આપી છે. (વર્ષ 1995થી 2017 સુધી સતત). વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ફરીથી મોરબી બેઠક પરથી પ્રચંડ જીત મેળવી. યુવા અવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે જોડાયા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થયા. રાજકારણી તરીકેની તેમની કારકિર્દી ઉપરાંત, તેઓ સામાજિક કાર્યકર તરીકે પણ જાણીતા છે. 'મોરબીના હીરો' તરીકેની ઓળખ ઓક્ટોબર 2022 માં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટના સમયે, તેઓ તત્કાળ બચાવકાર્યમાં જોડાયા હતા અને નદીમાં કૂદીને લોકોને બચાવવા બદલ તેમને 'મોરબીના હીરો' તરીકેની ઓળખ મળી.

કૌશિક વેકરીયા

કૌશિક કાંતિભાઈ વેકરીયા ગુજરાતના રાજકારણમાં એક યુવા અને સક્રિય ચહેરા તરીકે જાણીતા છે. તેઓ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી આવે છે. ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય છે. ધારાસભ્ય બનતા પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમણે અમરેલી બેઠક પરથી ચૂંટણી લડી અને જંગી બહુમતીથી વિજય મેળવ્યો. આ ચૂંટણીમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા પરેશ ધાનાણીને મોટા માર્જિનથી હરાવ્યા હતા. તેમણે બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલો છે અને તેમનું કુટુંબ ખેતી અને વ્યવસાય સાથે જોડાયેલું છે. તેમની રાજકીય કારકિર્દી મુખ્યત્વે ખેડૂતોના કલ્યાણ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઉપર લાવવાના પ્રયાસો માટે જાણીતી છે.

નરેશ પટેલ (બેઠક- ગણદેવી)

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના એક જાણીતા રાજકીય ચહેરા છે, જેઓ ગણદેવી બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1968ના રોજ થયો હતો. શૈક્ષણિક અને રાજકીય સફર: નરેશ પટેલનો અભ્યાસ ધોરણ 10 સુધીનો છે અને તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે. રાજકારણમાં તેમનો પ્રવેશ વર્ષ 2000માં થયો, જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. લાંબી સંગઠનાત્મક સફર બાદ, તેમને વર્ષ 2012માં પહેલી વખત ધારાસભ્ય બનવાની તક મળી. મહત્વપૂર્ણ ભૂમિકા: વર્ષ 2012માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા પછી, તેઓ સતત ગણદેવી બેઠક પર જીતતા આવ્યા છે. તેઓ ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકારમાં પણ મંત્રી તરીકે રહી ચૂક્યા છે, જે તેમની પક્ષમાં મજબૂત સ્થિતિ દર્શાવે છે. નરેશ પટેલને ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે ભાજપ દક્ષિણ ગુજરાતના રાજકીય સમીકરણોને સાધવા માટે તેમના આદિવાસી અને અનુભવી ચહેરા પર વિશ્વાસ મૂકી રહી છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં તેમની પકડ અને વર્ષોનો અનુભવ તેમને પાર્ટી માટે એક મહત્વપૂર્ણ નેતા બનાવે છે.

અર્જૂન મોઢવાડિયા (બેઠક- પોરબંદર)

અર્જૂન મોઢવાડિયા મેર સમાજના એક મોટા નેતા અને ગુજરાતમાં OBC ચહેરા તરીકે જાણીતા છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને માર્ચ 2024 માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા. તેઓ 2024ની પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત્યા. સૌપ્રથમ 2002 માં તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા. 2004 થી 2007 સુધી તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કાર્યરત રહ્યા. તેમજ, 2010 થી 2012 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખનું પદ પણ સંભાળ્યું હતું.

રિવાબા જાડેજા (બેઠક-જામનગર ઉત્તર)

ગુજરાત રાજ્યની રાજનીતિમાં એક જાણીતું નામ એટલે રિવાબા જાડેજા. તેઓ ગુજરાતના જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય છે. સૌરાષ્ટ્રમાં જાણીતો ક્ષત્રિય સેલિબ્રિટી ચહેરો: રિવાબા જાડેજા સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજના એક જાણીતા અને લોકપ્રિય ચહેરા તરીકે ઓળખાય છે. તેમના પતિ રવિન્દ્ર જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા ઓલરાઉન્ડર અને સ્ટાર ખેલાડી છે. તેઓ વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા અને વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. તેઓ એક શિક્ષિત અને લોકપ્રિય મહિલા ચહેરો છે, જેણે તેમને રાજકારણમાં એક મજબૂત સ્થાન અપાવ્યું છે.

મનિષા વકીલ (બેઠક- વડોદરા શહેર)

ગુજરાતની રાજનીતિમાં મહિલા અને અનુસૂચિત જાતિ (SC)ના પ્રતિનિધિ તરીકે મનિષા વકીલ એક જાણીતું નામ છે. વડોદરા શહેર (અનુસૂચિત જાતિ માટે અનામત) મધ્ય ગુજરાતનો મહિલા અને SC ચહેરો: છે. મનિષા વકીલ મધ્ય ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક મજબૂત મહિલા અને અનુસૂચિત જાતિ (SC)ના પ્રતિનિધિ તરીકે ઓળખાય છે. શૈક્ષણિક લાયકાત: તેમણે પોસ્ટ-ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલો છે. રાજકીય કારકિર્દી: તેઓ વર્ષ 2000થી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે. વર્ષ 2012માં તેઓ પહેલી વખત વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ભૂપેન્દ્ર પટેલ સરકાર (સપ્ટેમ્બર 2021 થી ડિસેમ્બર 2022) માં મંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી હતી.

રમેશ કટારા (ફતેપુરા-દાહોદ જિલ્લો)

રમેશભાઈ ભૂરાભાઈ કટારા ગુજરાતના પૂર્વ વિસ્તાર, દાહોદ જિલ્લાની રાજનીતિમાં એક મજબૂત આદિવાસી (ST) ચહેરો છે. રમેશ કટારા ફતેપુરા બેઠક પરથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. 2012 ની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વિજય મેળવ્યો. 2017 ની ચૂંટણીમાં બેઠક જાળવી રાખી. 2022 ની ચૂંટણીમાં પણ વિજય મેળવી બેઠક જાળવી રાખી. મહત્વનું પદ: તેઓ ગુજરાત વિધાનસભામાં દંડક (Whip) તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. શૈક્ષણિક લાયકાત: તેમણે કૃષિ ડિપ્લોમા સુધીનો અભ્યાસ કરેલો છે અને વ્યવસાયે ખેતી સાથે જોડાયેલા છે.

પ્રદ્યુમન વાજા (બેઠક- કોડિનાર)

પ્રદ્યુમન વાજા ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રના જાણીતા અનુસૂચિત જાતિ (SC) ચહેરા છે. તેઓ ગીર સોમનાથ જિલ્લાની કોડિનાર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ: શિક્ષણની દ્રષ્ટિએ તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમણે MBBS, DGO અને MD જેવી મેડિકલ ડિગ્રીઓ મેળવી છે. આ ઉપરાંત, તેમણે કાયદાનો પણ અભ્યાસ કર્યો છે અને LLB અને LLM ની પદવીઓ પણ પ્રાપ્ત કરી છે. રાજકારણમાં જોડાતા પહેલા, તેમણે પોતાની સરકારી નોકરી છોડી દીધી હતી. રાજકીય કારકિર્દી: તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે પોતાનો રાજકીય સફર શરૂ કર્યો. તેઓ પ્રદેશ ભાજપ SC મોર્ચાના પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

જીતુ વાઘાણી બેઠક- ભાવનગર પશ્ચિમ

જીતુ વાઘાણી ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રના એક અગ્રણી નેતા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના પીઢ આગેવાન છે. તેઓ ભાવનગર જિલ્લાની ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. રાજકીય અને સામાજિક પૃષ્ઠભૂમિ: તેઓ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદાર સમાજનો એક મોટો અને જાણીતો ચહેરો છે. તેઓ વર્ષ 1988થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જે તેમની લાંબી રાજકીય કારકિર્દી દર્શાવે છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના સમયગાળા દરમિયાન તેમણે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે મહત્વની જવાબદારી સંભાળી હતી. તેઓ 2012માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં તેમણે કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી છે અને શિક્ષણ સહિતના વિભાગો સંભાળ્યા છે.

દર્શનાબેન વાઘેલા (અસારવા વિધાનસભા બેઠક)

દર્શનાબેન વાઘેલા ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણી મહિલા નેતા છે, જેઓ અમદાવાદના રાજકારણમાં સક્રિય છે. તેઓ અમદાવાદ જિલ્લાની અસારવા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) સમુદાય માટે આરક્ષિત છે. ગુજરાત વિધાનસભાના સભ્ય છે, અને 2022 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. વિધાનસભામાં ચૂંટતા પહેલા, તેમણે લાંબા સમય સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી હતી. તેઓ બે વખત (એક-એક વર્ષના) ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા હતા અને ઓક્ટોબર 2010માં તેમની પુનઃ પસંદગી થઈ હતી. તેઓ બી.કોમ. સુધીનું શિક્ષણ ધરાવે છે. રાજકારણમાં જોડાતા પહેલા, તેમણે પોતાનો વ્યવસાય 'ગૃહિણી' તરીકે જાહેર કર્યો હતો. તેમના પતિ સરકારી કર્મચારી છે.

ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર વિધાનસભા બેઠક)

ઈશ્વરસિંહ પટેલ ગુજરાતના એક વરિષ્ઠ અને બહુ લાંબો રાજકીય અનુભવ ધરાવતા નેતા છે, જે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે. બેઠક અને કાર્યકાળ: તેઓ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર વિધાનસભા બેઠક (Ankleshwar Assembly Constituency) પરથી ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2002 થી સતત આ બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને વર્તમાનમાં (2022ની ચૂંટણી પછી) તેઓ તેમની છઠ્ઠી ટર્મ ના ધારાસભ્ય છે. સરકારી અને સંગઠનાત્મક પદ: મંત્રી પદ: અગાઉની રૂપાણી સરકારમાં (2017 થી 2022) તેઓ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે, જેમાં તેમણે પરિવહન (Transport), સહકાર (Co-operation - સ્વતંત્ર હવાલો), રમતગમત (Sports - સ્વતંત્ર હવાલો), યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (Youth and Cultural activities - સ્વતંત્ર હવાલો) જેવા મહત્વના વિભાગો સંભાળ્યા હતા. સંગઠનમાં: રાજકારણમાં લાંબા સમયથી સક્રિય છે અને 1990 થી 1995 દરમિયાન તેઓ ભાજપના ભરૂચ જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. વ્યવસાય: તેમનો મુખ્ય વ્યવસાય ખેતી (Agriculturist) છે. શૈક્ષણિક પૃષ્ઠભૂમિ: તેઓ ગ્રેજ્યુએટ છે અને તેમણે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. (B.A. - 1994) અને એલએલ.બી. (LL.B.) નો અભ્યાસ કરેલો છે.

કમલેશ પટેલ (પેટલાદ વિધાનસભા બેઠક)

કમલેશ પટેલ મધ્ય ગુજરાતના એક રાજકારણી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે. તેઓ આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમણે વર્ષ 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીત મેળવીને આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ પટેલના પુત્ર છે. તેમનો અને તેમની પત્નીનો મુખ્ય વ્યવસાય શિક્ષકનો છે. શૈક્ષણિક રીતે તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમણે એમ.એસ.ઈ. (M.S.E.) અને બી.એડ્. (B.Ed.) ની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ સાથે સંકળાયેલી કોલેજોમાંથી 1998 માં મેળવી છે.

સ્વરૂપજી સરદારજી ઠાકોર (વાવ - બનાસકાંઠા)

ઠાકોર સ્વરૂપજી સરદારજી ગુજરાતના રાજકારણમાં એક જાણીતું નામ છે. તેઓ મુખ્યત્વે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય તરીકે સક્રિય છે. પાર્ટી જોડાણ: તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા છે અને આ વિસ્તારમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. રાજકીય સફર: તેઓ ખેતી, વ્યવસાય અને સમાજ સેવા સાથે સંકળાયેલા છે. તેમનો જાહેર જીવનનો પ્રવાસ દર્શાવે છે કે તેઓ જમીની સ્તરે કામ કરતા નેતા છે, જેમણે અગાઉ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે પણ ભાગ લીધો હતો, અને હાલમાં તેઓ વિધાનસભા બેઠક પર કાર્યરત છે. શૈક્ષણિક પૃષ્ઠભૂમિ: તેમણે ૧૦મું ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. રાજકીય ભૂમિકા: તેઓ ઉત્તર ગુજરાતના ઠાકોર સમુદાયના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેઓ તેમના વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપવા અને વિકાસ કાર્યો માટે પ્રયત્નશીલ રહે છે.

ત્રિકમ છંગા (અંજાર ધારાસભ્ય)

ત્રિકમ છંગા ગુજરાતના કચ્છ જિલ્લાના એક રાજકારણી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે. બેઠક: તેઓ કચ્છ જિલ્લાની અંજાર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. રાજકીય કારકિર્દી: તેઓ વર્ષ 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા અને ત્યારથી તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. વ્યવસાયિક અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિ: રાજકારણમાં આવતા પહેલા તેમનો વ્યવસાય મુખ્યત્વે ખેતી (Farming) રહ્યો છે. શૈક્ષણિક રીતે, તેઓ ગ્રેજ્યુએટ પ્રોફેશનલ છે અને તેમણે 1987માં ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Ed.ની ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત, તેમણે 1986માં આર.આર. લાલન કોલેજ, ભુજમાંથી બી.એ. (BA) પણ પૂર્ણ કર્યું છે.

ડૉ. જયરામ ગામિત

ડૉ. જયરામ ગામિત દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના એક સક્રિય રાજકારણી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા છે. બેઠક: તેઓ તાપી જિલ્લાની નિઝર વિધાનસભા બેઠક (Nizar Assembly Constituency) પરથી ધારાસભ્ય છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ (ST) સમુદાય માટે આરક્ષિત છે, અને તેઓ આદિવાસી સમાજના એક અગ્રણી નેતા છે. રાજકીય કારકિર્દી: તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે. તેઓ વર્ષ 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા. રાજકીય પ્રવૃત્તિઓ ઉપરાંત, તેઓ તાપી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ મહત્વની સંગઠનાત્મક જવાબદારી સંભાળી ચૂક્યા છે. શૈક્ષણિક પૃષ્ઠભૂમિ: તેઓ ઉચ્ચ શિક્ષિત છે અને તેમણે પી.એચ.ડી. (Ph.D.) ની ડિગ્રી મેળવેલી છે (વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 2019માં). વ્યવસાયિક રીતે, તેઓ પશુપાલન અને ખેતી સાથે પણ જોડાયેલા છે.

પ્રવીણ માળી (ડીસા વિધાનસભા બેઠક)

પ્રવીણ માળી ગુજરાતના એક યુવા રાજકારણી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે. બેઠક: તેઓ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની ડીસા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા. ધારાસભ્ય બનતા પહેલા પણ તેઓ સંગઠનમાં સક્રિય રહ્યા હતા, જેમ કે વર્ષ 2013-2016 દરમિયાન તેઓ યુવા ભાજપના રાજ્ય સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ રાજકીય રીતે ગતિશીલ અને ઝડપી નિર્ણયશક્તિ ધરાવતા નેતા તરીકે જાણીતા છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી અને વેપાર છે. શૈક્ષણિક રીતે તેઓ ગ્રેજ્યુએટ છે અને તેમણે વર્ષ 2007 માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમ. (B.Com.) ની ડિગ્રી મેળવી છે.

પી સી બરંડા (ભિલોડા વિધાનસભા બેઠક)

પી. સી. બરંડા ગુજરાતના એક ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે, જેઓ રાજકારણમાં આવતા પહેલા સરકારી સેવામાં ઉચ્ચ પદ પર રહી ચૂક્યા છે. તેઓ અરવલ્લી જિલ્લાની ભિલોડા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ (ST) સમુદાય માટે અનામત છે. તેઓ વર્ષ 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા હતા. રાજકારણમાં જોડાતા પહેલા તેઓ ગુજરાત સરકારમાં એક વરિષ્ઠ અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ નિવૃત્ત પોલીસ અધિક્ષક છે. તેમની પત્ની પણ પૂર્વ જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે. તેઓ વ્યાવસાયિક સ્નાતક છે. તેમણે 1984 માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. (B.A.) અને 1988 માં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાંથી એલએલ.બી. (LL.B.) ની ડિગ્રી મેળવી છે. તેમનો મુખ્ય વ્યવસાય ખેતી પણ છે.

રમણભાઈ સોલંકી ( બોરસદ)

રમણભાઈ સોલંકી ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ વિધાનસભા મતવિસ્તારના એક લોકપ્રિય રાજકારણી છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવાર તરીકે 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બોરસદ બેઠક પર વિજય મેળવ્યો હતો. તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બે-ટર્મ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને હરાવ્યા હતા, જે એક નોંધપાત્ર જીત ગણાય છે, કારણ કે આ બેઠક પર કોંગ્રેસનો લાંબા સમયથી દબદબો હતો. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને બાદમાં કૃષિમાં ડિપ્લોમા પણ કર્યું છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા. તેઓ બોરસદ વિસ્તારમાં ભાજપના એક મજબૂત પ્રતિનિધિ તરીકે ઓળખાય છે, જે શિક્ષણ અને ખેતીની પૃષ્ઠભૂમિમાંથી આવે છે.

સંજયસિંહ મહિડા (મહુધા)

સંજયસિંહ મહિડા ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. પાર્ટી અને વર્તમાન હોદ્દો: તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે અને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માં વિજેતા બનીને ધારાસભ્ય બન્યા છે. 2022ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમારને 25000 થી વધુ મતોના મોટા માર્જિનથી હરાવીને આ બેઠક જીતી હતી, જે લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ તેમના મતવિસ્તારમાં સક્રિય રહે છે અને સરકારી યોજનાઓ તેમજ સ્થાનિક પ્રશ્નોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેમણે પોતાના જ મતવિસ્તારમાં 'સરકારી સિસ્ટમ' સામે કામગીરીની ગુણવત્તા બાબતે રજૂઆત કરી હોવાના કારણે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા. સંજયસિંહ મહિડા મધ્ય ગુજરાતના રાજકારણમાં ઉભરતા નેતાઓમાંના એક ગણાય છે.

આ પણ વાંચો: Gujarat New Cabinet 2025: અર્જુન મોઢવાડીયા બન્યા કેબિનેટ મંત્રી, ધીરજના ફળ મીઠા....

Tags :
Advertisement

.

×