ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat New Cabinet 2025 : નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખાતાઓની ફાળવણી કરાઈ

ગુજરાત સરકારનાં નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સંપન્ન થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. ત્યાર બાદ નવા મંત્રીમંડળની પ્રથમ અને મહત્ત્વની બેઠક યોજાઈ છે. આ બેઠક બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરવામાં આવી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ, કાયદો અને ન્યાય, રમત-ગમત અને યુવા વિભાગ સોંપાવમાં આવ્યા છે.
08:04 PM Oct 17, 2025 IST | Vipul Sen
ગુજરાત સરકારનાં નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સંપન્ન થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. ત્યાર બાદ નવા મંત્રીમંડળની પ્રથમ અને મહત્ત્વની બેઠક યોજાઈ છે. આ બેઠક બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરવામાં આવી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ, કાયદો અને ન્યાય, રમત-ગમત અને યુવા વિભાગ સોંપાવમાં આવ્યા છે.
New Cabinet_Gujarat_first 2
  1. કેબિનેટની બેઠકમાં ખાતાઓની ફાળવણી પૂર્ણ (Gujarat New Cabinet 2025)
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસૂલ, માર્ગ-મકાન વિભાગ પોતાની પાસે રાખ્યા
  3. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાસે ગૃહ ખાતું યથાવત્
  4. હર્ષભાઈ પાસે કાયદા, રમતગમત સહિત બીજા અનેક ખાતા
  5. મંત્રી પ્રફૂલ પાનસેરિયાને આરોગ્ય ખાતું સોંપાયું

Gujarat New Cabinet 2025 : ગુજરાત સરકારનાં નવા મંત્રીમંડળની શપથવિધિ આજે સંપન્ન થઈ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Acharya Devvrat) નવનિયુક્ત મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. ત્યાર બાદ નવા મંત્રીમંડળની પ્રથમ અને મહત્ત્વની બેઠક યોજાઈ છે. આ બેઠક બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ કરવામાં આવી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને (Harsh Sanghvi) ગૃહ, કાયદો અને ન્યાય, રમત-ગમત અને યુવા વિભાગ સોંપાવમાં આવ્યા છે.

આ પણ વાંચો - Praful Pansheriya : મંત્રી તરીકે બહોળો અનુભવ અને નિર્વિવાદિત નેતાની ધરાવે છે છબી

CM ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આ ખાતાઓની જવાબદારી

પ્રાપ્ત માહિતી અનુસાર, નવા મંત્રીઓને ખાતાઓની વહેંચણી થતાં સ્વર્ણિમ સંકુલ 1 યોજાયેલ કેબિનેટની બેઠક પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મહેસૂલ, માર્ગ-મકાન વિભાગ પોતાની પાસે રાખ્યા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પાસે ગૃહ ખાતું યથાવત્ છે. ઉપરાંત, તેમની પાસે કાયદા, રમત-ગમત સહિત બીજા અનેક ખાતાની જવાબદારી પણ છે. મંત્રી જીતુ વાઘાણીને કૃષિ, સહકાર, પશુપાલન ખાતા સોંપાયા છે. જ્યારે, કુંવરજી બાવળિયાને શ્રમ, રોજગાર અને ગ્રામ્ય વિકાસની જવાબદારી મળી છે.

આ પણ વાંચો - સૌરાષ્ટ્રના અગ્રદૂત : જીતુ વાઘાણીની રાજકીય અને શૈક્ષણિક વિજયોની આગવી ગાથા

જાણો કોણે કયાં વિભાગની મળી જવાબદારી?

મંત્રી કનુભાઈ દેસાઈને (Kanubhai Desai) નાણાં, શહેરી વિકાસ મંત્રાલય, અર્જૂન મોઢવાડિયાને વન અને પર્યાવરણ મંત્રાલય, નરેશભાઈ પટેલને આદિજાતિ વિકાસ મંત્રાલય સોંપાયું છે. ઉપરાંત, રમણ સોલંકીને ખાદ્ય અને નાગરિક પુરવઠા ખાતું, પ્રફૂલ પાનસેરિયાને આરોગ્ય ખાતું અને રીવાબા જાડેજાને (Rivaba Jadeja) નવા શિક્ષણ મંત્રીની (રાજ્યકક્ષા) જવાબદારી સોંપવામાં આવી છે. ઈશ્વરભાઈ પટેલને પાણી પુરવઠા, જળસંપત્તિ મંત્રાલય, ત્રિકમલાલ છાંગાને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ ખાતું, દર્શના વાઘેલાને શહેરી વિકાસ (રાજ્યકક્ષા), કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર મંત્રી બનાવાયા છે. સ્વરૂપજી ઠાકોરને ખાદી અને ગ્રામોદ્યોગ ખાતું, ઋષિકેશ પટેલને (Rushikesh Patel) ઊર્જા પેટ્રોકેમિકલ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી મળી છે. સંજયસિંહ મહીડાને ગ્રામીણ વિકાસ મંત્રાલય ખાતું અને પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને અધિકારિતા ખાતું મળ્યું છે.

આ પણ વાંચો - Gujarat New Cabinet 2025 : વલસાડમાં BJP ને મજબૂત કરી, રાજ્યનાં ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ રજૂ કર્યું

Tags :
Acharya DevvratBJPCM Bhupendra Patel 2.0GandhinagarGujarat Cabinet ExpansionGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarat New Cabinet 2025gujarat political updateHarsh Sanghvikanubhai desainew ministersRivaba JadejaRushikesh PatelSuratTop Gujarati News
Next Article