Gujarat New Cabinet 2025: રિપીટને CMનો અને નવા મંત્રીઓને જગદીશ વિશ્વકર્માનો ફોન આવ્યો
- Gujarat New Cabinet 2025: દર્શના વાઘેલા, ઇશ્વરસિંહ પટેલ, કૌશિક વેકરીયાને કોલ આવ્યો
- નવા મંત્રી મંડળમાં જૂના જોગીને ફરી મોકો મળ્યો છે
- ગુજરાત ભાજપના મંત્રી પદમાં નવા ચહેરા પણ જોવા મળશે
Gujarat New Cabinet 2025: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સંઘવીને ફોન આવી ગયો છે. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. સાથે જ CMએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે.
કૌશિક વેકરીયા, પીસી બરંડા, ડૉ.જયરામ ગામિત, રમેશ કટારાને બોલાવાયા
નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયરામ ગામીત, દર્શના વાઘેલા, ઇશ્વરસિંહ પટેલને ફોન આવી ગયો છે. નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને જાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યનું હોય એવી શક્યતા જોવાઇ રહી છે.
નરેશ પટેલ, સ્વરૂપજી ઠાકોર અને પી.સી.બરંડાને મંત્રી પદના શપથ માટે આવ્યો ફોન@swarupthakorbjp @BJP4Gujarat @narendramodi @AmitShah @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @MLAJagdish #Gujarat #Gandhinagar #CabinetExpansion #NewMinisters #BJP #PoliticalUpdate #GujaratGovernment… pic.twitter.com/yCURjoqcQ3
— Gujarat First (@GujaratFirst) October 17, 2025
હાલ નવા મંત્રીમંડળમાં પંસદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી
હાલ નવા મંત્રીમંડળમાં પંસદગી પામેલા નેતાઓને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે. જેમાં અંજાર ધારાસભ્ય ત્રિકમ છાંગા, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રધ્યુમન વાજા, નરેશ પટેલ, કાંતિ અમૃતિયા, દર્શના વાઘેલા, રિવાબા જાડેજા, મનીષા વકીલ, જીતુ વાઘાણી (રિ-એન્ટ્રી), કૌશિક વેકરીયા, પીસી બરંડા, ડૉ.જયરામ ગામિત, રમેશ કટારાને બોલાવાયા છે.
જૂના જોગીને ફરી મોકો મળ્યો છે
જૂના જોગીને ફરી મોકો મળ્યો છે. તેમાં પ્રફુલ પાનશેરીયા, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, પરષોત્તમ સોલંકી, હર્ષ સંઘવી તેમજ MLA કૌશિક વેકરીયાને ફોન આવ્યો છે. નવા ચહેરામાં અરવિંદ રાણા, સંગીતાબેન પાટીલ, સી.જે. ચાવડાને સ્થાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat New Cabinet 2025: નવું મંત્રીમંડળ લેશે આજે શપથ, જાણો કોને ફોન આવ્યો


