ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Praful Pansheriya : મંત્રી તરીકે બહોળો અનુભવ અને નિર્વિવાદિત નેતાની ધરાવે છે છબી

ગુજરાત ભાજપ સરકારનાં નવા મંત્રીમંડળમાં પ્રફુલ પાનસેરિયાએ ફરી એકવાર મંત્રી પદના શપથ લીધા છે. પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા જાણીતા પાટીદાર ચહેરા છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર સમાજના છે અને સુરતની કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 થી તેઓ સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે MA અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે.
07:19 PM Oct 17, 2025 IST | Vipul Sen
ગુજરાત ભાજપ સરકારનાં નવા મંત્રીમંડળમાં પ્રફુલ પાનસેરિયાએ ફરી એકવાર મંત્રી પદના શપથ લીધા છે. પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા જાણીતા પાટીદાર ચહેરા છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર સમાજના છે અને સુરતની કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 થી તેઓ સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે MA અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે.
PrafulP_gujarat_first
  1. સુરત કામરેજનાં MLA Praful Pansheriya એ લીધા મંત્રી પદના શપથ
  2. પ્રફુલ પાનસેરિયાને બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ
  3. વર્ષ 2012 થી તેઓ સતત કામરેજ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
  4. પ્રફુલ પાનસેરિયાને મંત્રી મંડળમાં સ્થાન મળતા કાર્યકરોમાં ખુશી

Gujarat New Cabinet 2025 : ગુજરાતની ભાજપ સરકારનાં (Gujarat BJP) નવા મંત્રીમંડળમાં પ્રફુલ પાનસેરિયાએ ફરી એકવાર મંત્રી પદના શપથ લીધા છે. ભાજપનાં મોવડી મંડળે પ્રફુલ પાનસેરિયાને (Praful Pansheriya) બીજી વખત મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા જાણીતા પાટીદાર ચહેરા છે. તેઓ સુરતની (Surat) કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2012 થી તેઓ સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે MA અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે. ગુજરાત સરકારમાં શિક્ષણ રાજ્યમંત્રી તરીકે તેમણે સેવાઓ આપી છે.

આ પણ વાંચો - સૌરાષ્ટ્રના અગ્રદૂત : જીતુ વાઘાણીની રાજકીય અને શૈક્ષણિક વિજયોની આગવી ગાથા

મંત્રી તરીકે Praful Pansheriya ને બહોળો અનુભવ, નિર્વિવાદિત નેતા તરીકેની છબી

ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી નિભાવનાર પ્રફુલ પાનસેરિયાને ફરી એકવારમાં નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જણાવી દઈએ કે, 54 વર્ષીય પ્રફુલ પાનસેરિયાનો (Praful Pansheriya) જન્મ 1 જૂન, 1971 નાં રોજ થયો હતો. પ્રફુલ પાનસેરિયા દક્ષિણ ગુજરાતમાંથી આવતા પાટીદાર ચહેરા છે, જેઓ મૂળ સૌરાષ્ટ્રનાં લેઉવા પાટીદાર સમાજના છે. તેઓ સુરતની કામરેજ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને વર્ષ 2012 થી સતત આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. તેમણે MA (રાજનીતિ વિજ્ઞાન) અને MBA સુધીનો અભ્યાસ કર્યો છે, જે તેમને ભાજપનો એક શિક્ષિત ચહેરો બનાવે છે. પ્રફુલ પાનસેરિયાની ખાસ વાત એ છે કે તેઓ મંત્રી તરીકે બહોળો અનુભવ અને નિર્વિવાદિત નેતા તરીકેની છાપ ધરાવે છે.

આ પણ વાંચો - Gujarat New Cabinet 2025 : વલસાડમાં BJP ને મજબૂત કરી, રાજ્યનાં ઇતિહાસનું સૌથી મોટા કદનું બજેટ રજૂ કર્યું

વર્ષ 2012 માં તેમણે પ્રથમ વખત ચૂંટણી લડી અને જીત્યા

રાજકીય સફરની વાત કરીએ તો ભાજપના યુવા મોરચાથી તેઓ રાજકીય કારકિર્દીમાં જોડાયા હતા. વર્ષ 2012 માં તેમણે પ્રથમ વખત ચૂંટણી લડી હતી, જેમાં તેમનો વિજય થયો હતો. ત્યાર બાદથી તેઓ રાજકારણમાં સતત સક્રીય રહ્યા છે. વર્ષ 2022 માં પણ કામરેજ (Kamrej) બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાનાં મંત્રી તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે સંકળાયેલા છે. તેમણે (Praful Pansheriya) પોતાનાં રાજકીય સફરમાં સતત વિકાસ અને શિક્ષણનાં મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતનાં રાજકારણમાં તેઓ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે ફરી મંત્રીમંડળમાં સ્થાન મળતા અને મંત્રી પદના શપથ લેતા તેમનાં સમર્થકોમાં ખુશીનો માહોલ છે. કામરેજ ભાજપ તાલુકા કાર્યાલયમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઈ છે.

આ પણ વાંચો - Gujarat New Cabinet 2025 : સક્રિય કાર્યકર્તાથી ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી સુધીની રોચક સફર વિશે જાણો

Tags :
BJPCM Bhupendra Patel 2.0GandhinagarGujarat Cabinet ExpansionGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarat New Cabinet 2025gujarat political updateKamrejnew ministersPraful PanseriaSouth GujaratSuratTop Gujarati News
Next Article