Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે, રૂ.358 કરોડના વિકાસ કામોની આપી ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી એક જ દિવસમાં રૂ.358 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપી છે
gujarat news  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાતે   રૂ 358 કરોડના વિકાસ કામોની આપી ભેટ
Advertisement
  • સુઈગામમાં નવા બસ મથકનું CMના હસ્તે ઉદ્ધાટન
  • નડાબેટ BOP ખાતે CMનો BSF જવાનો સાથે સંવાદ
  • ડીસામાં 80 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત

Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મુલાકાતે છે. જેમાં બનાસકાંઠાને રૂ.358 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. તેમાં સુઈગામમાં નવા બસ મથકનું CMના હસ્તે ઉદ્ધાટન થયુ છે. નડાબેટ BOP ખાતે CMનો BSF જવાનો સાથે સંવાદ થયો છે. CM ભૂપેન્દ્રભાઈ પટેલે નડેશ્વરી માતાના દર્શન કર્યા છે. તથા શાળામાં 45 નવા વર્ગખંડનું લોકાર્પણ, 54ના ખાતમુહૂર્ત કર્યું છે. તેમજ ડીસામાં 80 કરોડના ખર્ચે બનનારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું છે. તથા 6 અંતરિયાળ ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું છે.

Advertisement

સુઈગામથી એક જ દિવસમાં રૂ.358 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી એક જ દિવસમાં રૂ.358 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપી છે. મુખ્યમંત્રી આજે સવારે 10:00 કલાકે સુઈગામ પહોંચ્યા છે અને ત્યાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. 1.83 કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ કર્યું છે. એસ.ટી. નિગમ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોની સેવા માટે મૂકવામાં આવનારી 1963 નવિન બસોના પ્રથમ ચરણમાં 11 નવિન બસોને તેઓએ ફ્લેગઓફ પણ આપ્યું છે. આ ઉપરાંત નડાબેટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાને આરોગ્ય, માર્ગ મકાન, શિક્ષણ, ઉર્જા સહિતના વિભાગોના 55.68 કરોડ રૂપિયાના ઈ-લોકાર્પણ અને 302.69 કરોડના ઈ-ખાતમુહૂર્ત કામો સંપન્ન કર્યા છે.

Advertisement

સંવાદ-મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન-દર્શન પણ કર્યા

રાજ્ય સરકારે છેવાડાના ગામોના બાળકોને પણ શાળા-શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના વર્ગખંડોનું નિર્માણ હાથ ધરેલું છે. બનાસકાંઠામાં આવા 45 નવા વર્ગખંડોના લોકાર્પણ અને 54ના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં થયા છે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં ગુણવત્તા યુક્ત વીજળી પુરવઠો પૂરો પાડવાના હેતુથી અંદાજે રૂપિયા 29 કરોડના ખર્ચે નિર્માણ થયેલા 66 કે.વી ના 3 સબ સ્ટેશનના લોકાર્પણ અને બે સબ સ્ટેશનના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી આ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ-મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન-દર્શન પણ કર્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુત અને પદાધિકારીઓ આ સમારોહમાં મુખ્યમંત્રી સાથે સહભાગી થયા છે.

આ પણ વાંચો: Mumbai Blast Case: મુંબઈ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Tags :
Advertisement

.

×