Gujarat News: ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટલીયાનું આહવાન
- આજે ઐતિહાસિક દિવસ છે. મહાન સંવિધાનથી હું MLA બની રહ્યો છું
- મારે નહિ આખી સરકારે રાજીનામુ આપવાની જરૂર છે: ગોપાલ ઇટલીયા
- ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે
Gujarat News: ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્યપદના શપથ લીધા છે. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા છે. ધારાસભ્યપદના શપથ પહેલા ગોપાલ ઈટાલિયાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી પર એક સમયે જુતું મારવાની ઘટના વાગોળી છે. જેમાં જણાવ્યું છે એક સમયે વિધાનસભા પરિસરમાં ખોટા નિર્ણયો સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે હું આંદોલનકારી હતો. આજે હું તે પ્રશ્નો સામે ગૃહમાં લડવા આવ્યો છું.
આજે ઐતિહાસિક દિવસ છે મહાન સંવિધાનથી હું MLA બની રહ્યો છું
આજે ઐતિહાસિક દિવસ છે. મહાન સંવિધાનથી હું MLA બની રહ્યો છું. મારા માટે આ રોમાંચક અને ગૌરવપૂર્ણ દિવસ છે. અનેક ક્રાંતિકારી નેતાઓએ ગૃહને શોભાવ્યું છે. વિસાવદર ભેસાણની જનતાને વંદન કરું છુ. એક સપનું લઈ ચાલતા હતા જે સાકાર થવા જઈ રહ્યું છે. શપથ પહેલા ગોપાલ ઈટાલિયાએ આકરા પ્રહાર કર્યા છે. જેમાં કાંતિ અમૃતિયાના નિવેદન પર ગોપાલ ઈટાલિયાએ જવાબ આપતા જણાવ્યું છે કે ગુજરાતનો નાગરિક તૂટતા બ્રિજ અને રસ્તાઓથી પરેશાન છે. ગોપાલ ઇટાલિયના રાજીનામાથી બ્રિજ તૂટતા બંધ નહીં થાય. તેમજ તૂટતા બ્રિજ-બેરોજગારી અટકાવવા ભાજપે રાજીનામું આપવું પડશે.
મારે નહિ આખી સરકારે રાજીનામુ આપવાની જરૂર છે: ગોપાલ ઇટલીયા
રાજીનામુ આપવા અંગે ગોપાલ ઇટલીયાનું નિવેદન છે. મારે નહિ આખી સરકારે રાજીનામુ આપવાની જરૂર છે. ગોપાલના રાજીનામાંથી શું થશે. ધારાસભ્ય પદ પરના શપથ લીધા બાદ ગોપાલ ઇટલીયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. ડો બાબા સાહેબને યાદ કરું છું. જેમાં સંવિધાનની તાકાતના કારણે મારા જેવો સાધારણ વ્યક્તિ ચૂંટણી જીત્યો છે. હું વિસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે. હું આજે પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાને યાદ કરું છું. એમને ચિતરેલા માર્ગ પર ચાલી શકુ તે માટે પ્રયાસ કરીશ. જેમાં ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે. વિસાવદરની જનતાનો પણ હું આભારી છું. ગુજરાતની જનતાને વિનંતી છે કે તેઓ પોતાનો આત્મા જગાડે. ક્યાં સુધી ગુજરાતની આ પરિસ્થિતિ રહેશે. ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટલીયાનું આહવાન.
આ પણ વાંચો: Gujarat News: તૂટતા બ્રિજ-બેરોજગારી અટકાવવા ભાજપે રાજીનામું આપવું પડશે: ગોપાલ ઈટાલિયા