Gujarat News: TET-TAT ઉમેદવારોની ભરતીને લઈ સરકારે યુ-ટર્ન કર્યો, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ
- નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે
- નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો હતો
- કેટલીક વિસંગતતાઓના લીધે પરિપત્ર રદ્દ કર્યો: શિક્ષણમંત્રી
Gujarat News: ટેટ-ટાટ ઉમેદવારોની ભરતીને લઈ સરકારે યુ-ટર્ન કર્યો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે. તેમાં ટેટ-ટાટ ઉમેદવારોમાં હાશકારો થયો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો હતો. ત્યારે શિક્ષણ વિભાગે પરિપત્ર રદ્દ કર્યો છે. વિવાદ થતા શિક્ષણ વિભાગે પરિપત્ર રદ્દ કરતા શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે.
કેટલીક વિસંગતતાઓના લીધે પરિપત્ર રદ્દ કર્યો: શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે સરકારે શિક્ષકો ભરતી કરવાની જાહેરાત કરી છે તે તમામ ભરતી કરાશે. ઉમેદવારોને પોતાની જગ્યાએ ભરતી થવાની લાગણી અનુભવી છે. કેટલીક વિસંગતતાઓના લીધે પરિપત્ર રદ્દ કર્યો છે. ઉમેદવારોના મનની શંકા દૂર કરવા પરિપત્ર રદ્દ કર્યો છે. જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા કરી હતી પણ કોઈને નુકસાન કરવાનો આ હેતુ ન હતો. જે આંકડાઓ ભરતીના જાહેર કર્યા છે તે તમામ પર ભરતી કરાશે.
ટેટ-ટાટ ઉમેદવારોની ભરતીને લઈ સરકારનો યુ-ટર્ન
નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવામાં આવ્યો
નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોમાં હતો રોષ
શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કર્યો
વિવાદ થતા શિક્ષણ વિભાગે રદ કર્યો પરિપત્ર@KumarVijayDesai @CMOGuj @kuberdindor… pic.twitter.com/j2sd1v91JU— Gujarat First (@GujaratFirst) July 28, 2025
જાણો શું હતો સમગ્ર મામલો
રાજ્યમાં શિક્ષકોની ઘટ અને ભરતી અંગે અગાઉ શિક્ષણ વિભાગે મહત્ત્વની જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગે (Gujarat Education Department) ખાલી જગ્યાઓ નિવૃત શિક્ષકોથી (Retired Teachers) ભરવા નિર્ણય કર્યો હતો. કાયમી ભરતી, જ્ઞાન સહાયની (Gyan Sahayak) નિમણૂક બાદ પણ જગ્યાઓ ખાલી રહેતા ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરાઈ હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનાં નિર્ણયનો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે (Digvijay Singh) વખોડ્યો હતો.
TET-TAT પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો : દિગ્વિજયસિંહ
રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનાં નિર્ણયને વખોડ્યો હતો અને કહ્યું કે, પહેલા બાલગુરુ યોજના, વિદ્યા સહાયક યોજના, પ્રવાસી શિક્ષક યોજના આવી હતી. પછી જ્ઞાન સહાયક, એજન્સી મારફતે શિક્ષકો અને હવે નિવૃત્ત શિક્ષકો આવ્યા છે. તેમણે કહ્યું કે, નિવૃત્ત શિક્ષકોને બદલે ટેટ-ટાટ (TET TAT) પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો. ફિક્સ પગારના બદલે પૂરા પગારમાં કાયદેસર ભરતી કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. દિગ્વિજયસિંહે આરોપ સાથે કહ્યું કે, દ્વારકા, છોટાઉદેપુર સહિત અનેક જિલ્લાઓમાં શિક્ષકોની ઘટ છે. મોડી ભરતીનાં કારણે અનેક ઉમેદવારો ઉંમર મર્યાદાનાં કારણે બેરોજગાર થયા છે.
આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી


