Gujarat News: પાટનગર ગાંધીનગરમાં 2 દિવસનો રહેશે પાણીકાપ
- સેક્ટર 1થી 30 અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીકાપ
- 25 અને 26 જુલાઈ એમ બે દિવસ નહીં મળે પાણી
- નભોઈ વોટર સ્ટેશનમાં કામગીરીને પગલે કાપ
Gujarat News: પાટનગર ગાંધીનગરમાં 2 દિવસનો પાણીકાપ અપાયો છે. જેમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં પાણીકાપ રહેશે. સેક્ટર 1થી 30 અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીકાપ કરવામાં આવ્યો છે. 25 અને 26 જુલાઈ એમ બે દિવસ પાણી મળશે નહીં. જેમાં નભોઈ વોટર સ્ટેશનમાં કામગીરીને પગલે પાણીકાપ આપવામાં આવ્યો છે. નવા WTPના જોડાણ પણ કરવાના રહેશે.
પાણી કાપના કારણે એડવાન્સમાં પુરવઠો વધારવામાં આવશે
સમગ્ર ગાંધીનગર શહેર અને આસપાસના 3થી5 ગામોમાં 2 દિવસનો સંપૂર્ણ પાણીકાપ રહેશે. જેમાં ગાંધીનગર શહેરને રોજિંદુ 650 લાખ લિટર પાણીની જરૂર હોય છે. જેમાં મુખ્ય પાણી સ્ટેશન નભોઈ NC 14મા મશીનરી ઇન્સ્ટોલ કરવાની, મીટર વાળી પાણીની લાઇન જોડાણ આપવા અને 2 વોટરવર્કમાં વાલ બદલવા સહિતની કામગીરીના કારણે 1થી 30 સેક્ટર અને ગ્રામીણ વિસ્તારને 25 અને 26 જુલાઈના રોજ પાણી મળશે નહિ. નવા WTP ના જોડાણ પણ કરવાના રહેશે. લોકોને 2 દિવસ પાણીની તકલીફ પડી શકે છે. હાલ ગાંધીનગરની પ્રજાને સવારે 6થી 8:30 સુધી જ પાણી આપવામાં આવે છે. જોકે પાણી કાપના કારણે એડવાન્સમાં પુરવઠો વધારવામાં આવશે.
પાણી ઉપાડવાની ક્ષમતા 140થી વધી 240 એમએલડીએ પહોંચશે
24 કલાક પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી મશીનરી ઈન્સ્ટોલ કરવાની કામગીરી કરવાની હોવાથી પાણીકાપ અનિવાર્ય બન્યું છે. આ દરમિયાન જ્યાંથી પાણી ઉપાડવામાં આવે છે, તેવા નભોઈ પમ્પિંગ સ્ટેશન અને જ્યાંથી પાણીનું વિતરણ કરાય છે, તેવા ચરેડી વોટર વર્કસમાં વિવિધ નવી મશીનરી લગાડવાની સાથે તેને મેઇન લાઈન સાથે જોડાણ આપીને યાંત્રિક ક્ષમતામાં વધારો કરાશે. આમ કરવાથી પાણી ઉપાડવાની ક્ષમતા 140થી વધી 240 એમએલડીએ પહોંચશે.
પાટનગરમાં મીટર મુકીને ત્રીજા માળ સુધી તથા 24 કલાક પાણી પહોંચાડવાની યોજના
પાટનગરમાં મીટર મુકીને ત્રીજા માળ સુધી તથા 24 કલાક પાણી પહોંચાડવાની યોજના સંબંધી મોટાભાગની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ઉપરાંત પાણીના શુદ્ધિકરણ અને વિતરણ માટે જરૂરી ક્ષમતાઓ વધારવામાં આવી છે. હવે ચરેડી હેડ વર્કસમાં વાલ્વ બદલવાની કામગીરી તેમજ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર, શહેર માટે 24 કલાક પાણી આપવાના પ્રોજેક્ટ માટે સંપના આંતરીક જોડાણની કામગીરી કરવાની છે.


