Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતના રાજકારણમાં ગરમાવો, 150 કારના કાફલા સાથે Gandhinagar પહોંચશે Kanti Amrutiya

કાંતિ અમૃતિયા આજે રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરાયો છે
ગુજરાતના રાજકારણમાં ગરમાવો  150 કારના કાફલા સાથે gandhinagar પહોંચશે kanti amrutiya
Advertisement
  • આજે સવારથી કાંતિ અમૃતિયાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ
  • કાંતિભાઈ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા માટે વિધાનસભા તરફ રવાના
  • કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ યથાવત

Gujarat: ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં અગાઉ મોરબીમાં ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા ઉકેલવાને બદલે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ ફેંકી હતી. તેમણે ગોપાલ ઇટાલિયાને મોરબીમાં જીતે તો બે કરોડ આપું તેવી ચેલેન્જ આપીને મુદ્દાને સળગાવ્યો હતો.

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરશે

હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા શક્તિ પ્રદર્શન કરશે. સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચશે. કાંતિ અમૃતિયાની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત થઇ છે. જેમાં કાંતિ અમૃતિયા 150 કારના કાફલા સાથે ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર પહોંચીને ગોપાલ ઈટાલિયાની રાહ જોશે. જેમાં ગોપાલ ઈટાલિયા નહીં આવે તો રાજીનામું નહીં આપે. ઈટાલિયા-અમૃતિયા વચ્ચે ચૂંટણી લડવા વાક્યુદ્ધ થયું હતું. તથા બંનેએ MLA પદેથી રાજનામું આપવા પડકાર ફેંક્યો હતો.

Advertisement

Advertisement

આજે સવારથી કાંતિ અમૃતિયાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ

ત્યારે આજે સવારથી કાંતિ અમૃતિયાના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ સાથે સમર્થન કરી રહ્યા હતા. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું આપવા માટે વિધાનસભા તરફ રવાના થયા છે. તેમણે એવું પણ કહ્યું છે કે, ત્યાં જઈને હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ. વિધાનસભા જતા પહેલા કાંતિ અમૃતિયાએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મને ખબર ન હતી કે કાર્યકર્તાઓમાં આટલો ઉત્સાહ હશે. આવો તો મેં ચૂંટણીમાં પણ ઉત્સાહ નથી જોયો. કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર જઈશ અને તે પછી ખબર પડશે. ગોપાલ ઇટાલિયા આવશે કે નહીં એ ત્યાં ગયા પછી ખબર પડે.

કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ યથાવત

કાંતિ અમૃતિયા અને ગોપાલ ઈટાલિયા વચ્ચે ચેલેન્જ ગેમ યથાવત છે. કાંતિ અમૃતિયા આજે રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરાયો છે. મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા પોતાના 100 સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. મહત્વનું છે કે, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી પડકાર પોલિટિક્સ ચાલી રહી છે. બે દિવસ પહેલા આમઆદમી પાર્ટીએ સ્પષ્ટતા કરી હતી કે ગોપાલ ઈટાલિયા રાજીનામુ નહીં આપે.

જોકે પોતે આપેલી તારીખ મુજબ કાંતિ અમૃતિયા રાજીનામું આપવા તૈયાર

જોકે પોતે આપેલી તારીખ મુજબ કાંતિ અમૃતિયા રાજીનામું આપવા તૈયાર હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા આવે તો હું પણ રાજીનામું મૂકવા તૈયાર છું. તો બીજી તરફ, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. મોરબીના સર્કિટ હાઉસ ખાતેથી તેના સમર્થકોની 100 ગાડીના કાફલા સાથે રવાના થઈ છે. મોરબીમાં આંદોલન સમયે વારંવાર વિસાવદરવાળી કરવાની ચીમકી આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો: BrijMandal Jalabhishek Yatra: ઇન્ટરનેટ પર પ્રતિબંધ, શાળાઓને તાળાં... નૂહમાં ફરીથી ધાર્મિક યાત્રા યોજાશે

Tags :
Advertisement

.

×