Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : TET-TAT પાસ ઉમેદવારો હવે આવ્યા અંબાજીમાં માતાજીના શરણે

ભરતીની સંખ્યા વધારવાની માગ સાથે કરી રહ્યા છે વિરોધ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે વિરોધ 21 હજારની જગ્યાએ સરકાર 5 હજારની જ ભરતી બહાર પાડી Gujarat :  ટેટના ઉમેદવારો હવે મા અંબાના શરણે આવ્યા છે. જેમાં ભરતીની...
gujarat    tet tat પાસ ઉમેદવારો હવે આવ્યા અંબાજીમાં માતાજીના શરણે
Advertisement
  • ભરતીની સંખ્યા વધારવાની માગ સાથે કરી રહ્યા છે વિરોધ
  • ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે વિરોધ
  • 21 હજારની જગ્યાએ સરકાર 5 હજારની જ ભરતી બહાર પાડી

Gujarat : ટેટના ઉમેદવારો હવે મા અંબાના શરણે આવ્યા છે. જેમાં ભરતીની સંખ્યા વધારવાની માગ સાથે વિરોધ કરી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી આ મામલે વિરોધ ચાલી રહ્યો છે. 21 હજારની જગ્યાએ સરકારે 5 હજારની જ ભરતી બહાર પાડી છે. જેમાં ભરતીની સંખ્યામાં વધારો કરવા તેઓ માગ કરી રહ્યા છે. સરકારે માગ ન સ્વીકારતા હવે મા અંબાના શરણે ઉમેદવારો આવ્યા છે.

ત્રણ જિલ્લાના ટેટ વન પાસ ઉમેદવારો માતાજીને આવેદનપત્ર આપ્યું

ગુજરાતના ત્રણ જિલ્લાના ટેટ વન પાસ ઉમેદવારો માતાજીને આવેદનપત્ર આપ્યું છે. જેમાં 21,000 જગ્યાની સામે સરકારે માત્ર 5000 શિક્ષકોની ભરતી કરી છે. તેમાં બનાસકાંઠા, મહેસાણા અને પાટણના ઉમેદવારો માતાજીના મંદિરે આવ્યા છે. માતાજીના મંદિરે આવીને પ્રાર્થના કરી છે તેમજ અંબાજી માતાજીને આવેદનપત્ર આપ્યું છે. ઉમેદવારોએ ગુજરાત સરકાર અને વિવિધ જગ્યાએ રજૂઆત કર્યા બાદ નિર્ણય ન આવતા માતાજીને આવેદનપત્ર આપ્યું છે. ઉમેદવારોએ જણાવ્યું કે આ મારી છેલ્લી માર્કશીટ છે જે બાદમાં વેલીડ ગણાશે નહીં. સરકારે માત્ર 25% ભરતી કરી છે. આ ભરતીમાં વધારો કરવામાં આવે અને અમારો સમાવેશ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે.

Advertisement

હવે આ મામલે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેનાં પર સૌની નજર

ઉલ્લેખનિય છે કે કેટલાક ઉમેદવારો ખૂબ જ દયનીય સ્થિતિમાં જોવા મળ્યા છે. ઉમેદવારોએ માતાજીના ચાચર ચોકમાં માતાજીને આરાધના કરી છે. સરકારથી હારેલા થાકેલા ઉમેદવારો માતાજીના મંદિરે આરાધના કરી અને પ્રાર્થના કરી છે. તાજેતરમાં જ ગાંધીનગરનાં (Gandhinagar) વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે TAT અને TET પાસ ઉમેદવારો પહોંચ્યા હતા. ઉમેદવારો દ્વારા ભરતી પ્રક્રિયામાં સંખ્યા વધારવાની સરકારને માગ કરાઈ હતી. જો કે, ઉમેદવારો તેમની રજૂઆત કરે તે પહેલાં પોલીસે તમામને ડિટેઈન કર્યા હતા. માહિતી અનુસાર, TAT અને TET પાસ ઉમેદવારો હાથમાં બેનર લઈને પહોંચ્યા હતા. ધો. 1 થી 5 માં ભરતી વધારાની માગ સાથે ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર (Vidya Samiksha Kendra) ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ટેટ-ટાટના ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ નોંધાવ્યો હતો. જો કે, હવે આ મામલે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેનાં પર સૌની નજર છે.

Advertisement

આ પણ વાંચો: Swati Sachdeva Controversial Joke : 'શરમજનક!' આવી સ્ત્રીઓ..., રણવીર પછી હવે સ્વાતિ સચદેવાએ પોતાની જ માતા પર અશ્લીલ કોમેડી કરી

Tags :
Advertisement

.

×