Gujarati Top News : આજે 15 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?
આજે 15 ઓગસ્ટ 2025 ના દિવસે ગુજરાતના સમાચાર - :
Gujarat : આજે દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થવાની છે. ઠેર ઠેર વિવિધ દેશભક્તિ અને ધ્વજ વંદનના કાર્યક્રમો થવાના છે. આજે ગુજરાતમાં પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે.
Independence Day 2025: 79મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ । Gujarat First#IndependenceDay #IndependenceDay2025 #IndependenceDayIndia #IndependenceDaySpecial #gujaratfirst pic.twitter.com/qllUrYwEsq
— Gujarat First (@GujaratFirst) August 15, 2025
પોરબંદર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી
આજે 15 મી ઓગષ્ટ નિમિત્તે પોરબંદરમાં પ્રથમવાર રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉજવણી માટે ગુજરાત પોલીસે અદભૂત તૈયારીઓ કરી છે. જેમાં યોગ પ્રદર્શન, હ્યુમન રાઈફલ ડ્રિલ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. મોટરસાયકલ સ્ટંટ, શાનદાર ડોગ શો અને અશ્વ શો યોજાશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે સવારે 10.00 કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા (Amit chavada) રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. આ કાર્યક્રમનું આયોજન કોંગ્રેસ ભવન, પાલડી ખાતે થવાનું છે.
ગાંધીનગરમાં ધ્વજ વંદનમાં ગૃહ રાજ્ય મંત્રી રહેશે ઉપસ્થિત
આજે 15 મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણી ગાંધીનગર જિલ્લા ખાતે કરવામાં આવશે. જેમાં ગાંધીનગર જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh sanghavi) ધ્વજવંદન કરશે.
કમલમ ખાતે પણ થશે સ્વાતંત્ર્ય દિવસની ઉજવી
આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલના હસ્તે ધ્વજવંદન કરાશે.
શિતળા સાતમની થશે ઉજવણી
આજે સમગ્ર રાજ્યમાં શીતળા સાતમની ભક્તિભાવ પૂર્વજ ઉજવણી કરવામાં આવશે. શીતળા માતાજીના મંદિરે આજે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડશે. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શનાર્થે ઉમટી પડશે અને બાળકોના સારા આરોગ્ય માટે માતાજીને પ્રાર્થના કરી માનતા સ્વરૂપે માતાજીને શ્રીફળ, ચૂંદડી, પણ પ્રતિકાત્મક રૂપે ચડાવશે.


