Gandhinagar ની યુવતીને ભગાડી જનારો વિધર્મી યુવક આસામથી ઝબ્બે, ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની કામગીરી બિરદાવી
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ Gandhinagar પોલીસને પાઠવ્યા અભિનંદન
- આસામનો વિધર્મી યુવાન ગાંધીનગરની યુવતીને ભગાડી લઈ ગયો હતો
- પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવાન ફલાઇટમાં આસામ ભગાડી ગયો હતો
- ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી: હર્ષ સંઘવી
- આસામથી યુવતીએ પરિવારને હેરાનગતિની જાણ કરી હતી: SP
Gandhinagar : રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગાંધીનગર પોલીસને અભિનંદન પાઠવ્યા છે. આસામનો (Assam) વિધર્મી યુવાન ગાંધીનગરની યુવતીને પ્રેમજાળમાં ફસાવી પોતાની સાથે ભગાડી આસામ ગયો હતો. જે મામલે ફરિયાદ બાદ ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) કાર્યવાહી કરી આસામથી વિધર્મી યુવકની ધરપકડ કરી યુવતીને તેણીનાં પરિવારને સોંપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતમાં લવ જેહાદ (love Jihad) જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. આ પ્રકારના ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે.
આ પણ વાંચો - Vadodara : ગોપીશ્રી ગાયનું ઘી, ચક્કી ફ્રેશ ઘઉંનો લોટ, શ્રીરામ મસાલા મરચુ સહિત અનેક પદાર્થો અખાદ્ય જણાયા
રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી : હર્ષ સંઘવી
ગાંધીનગર (Gandhinagar) પાસેના એક ગામમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આસામનો વિધર્મી યુવાન ફલાઇટથી આસામ ભગાડી ગયો હતો. જો કે, આ મામલે ફરિયાદ થતાં ગાંધીનગર પોલીસે આસામ ખૂંદીને આરોપીને પકડી પાડ્યો અને યુવતીને સુરક્ષિત પરત લાવી પરિવારને સોંપી છે. ગાંધીનગર પોલીસની આ કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) બિરદાવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ (love Jihad) જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. નામ બદલીને ભોળી યુવતીઓને ફસાવી તેને ભગાડી જવાની પ્રવૃત્તિઓ ગુજરાતમાં જરાય ચલાવી નહીં લેવાય. આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક-એક ગુનેગારોને ગુજરાત પોલીસ (Gujarat Police) કાયદાનું ભાન કરાવશે અને તેની સામે કડકમાં કડક પગલાં લેશે.
Harsh Sanghavi । ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ Gandhinagar Police ને પાઠવ્યા અભિનંદન
Assam નો વિધર્મી યુવાન ગાંધીનગરની યુવતીને ભગાડી લઈ ગયો હતો
પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવાન ફલાઇટમાં આસામ ભગાડી ગયો હતો
ગાંધીનગર પોલીસે આસામ જઈને આરોપીને પકડી પાડ્યો
આરોપી વિધર્મી યુવાન ખાનગી… pic.twitter.com/T3WaeBIXtg— Gujarat First (@GujaratFirst) September 19, 2025
આ પણ વાંચો - Jamnagar : ના હોય ખરેખર..! ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં ખુદ BJP ના જ નેતાઓ મેદાને!
દીકરીને યુવકના ઇતિહાસની કોઈ જાણ જ નહોતી : SP, Gandhinagar
ગાંધીનગરનાં એસપી રવિ તેજા વાસમશેટીએ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું કે, દીકરી 10 દિવસ પહેલા યુવક સાથે આસામ (Assam) ભાગી ગઈ હતી. યુવક અને તેના પરિવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આસામથી યુવતીએ પરિવારને હેરાનગતિની જાણ કરી હતી. આ અંગે જાણ થતાં પોલીસ આસામ પહોંચી હતી અને ત્યાંથી દીકરીને લાવી પરિવારને સોંપી છે. તપાસમાં જાણ થઈ કે દીકરીને યુવકના ઇતિહાસની કોઈ જાણ જ નહોતી. જો કે, બાદમાં યુવતીને પણ યુવકનો ઇતિહાસ ધ્યાને આવ્યો છે. આરોપી વિધર્મી યુવાન ખાનગી હોટેલમાં કામ કરતો હતો. આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચો - અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું સરેન્ડર, જૂનાગઢ જેલમાં મોકલાશે!


