ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Holi 2025 : કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે હોળી પર્વ નિમિત્તે નાગરિકોને કરી આ ખાસ અપીલ

કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે પોતાનાં પરિવાર સાથે હોલિકા દહનની પૂજા કરી હતી.
11:12 PM Mar 13, 2025 IST | Vipul Sen
કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે પોતાનાં પરિવાર સાથે હોલિકા દહનની પૂજા કરી હતી.
CRPatil_Gujarat_first
  1. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે હોળી પર્વની પાઠવી શુભેચ્છા (Holi 2025)
  2. હોળીનાં પર્વ પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છા : સી.આર.પાટીલ
  3. હોળી ભક્ત પ્રહલાદની શક્તિનું પ્રતીક છે : સી.આર.પાટીલ
  4. "હોળી રમતી વખતે પાણીનો ખૂબ જ દુરુપયોગ થાય છે"

Holi 2025 : આજે રાજ્યભરમાં હોળી પ્રગટાવીને તહેવારની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે પોતાનાં પરિવાર સાથે હોલિકા દહનની પૂજા કરી હતી. સાથે જ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે (CR Patil) નાગરિકોને હોળી-ધુળેટીનાં પર્વની શુભેચ્છા પાઠવી તેમ જ ધુળેટી નિમિત્તે પાણીનો ઓછો વ્યય કરવા માટે અપીલ પણ કરી છે.

આ પણ વાંચો - Holika Dahan 2025 : થલતેજમાં CM ભૂપેન્દ્ર પટેલ વૈદિક હોલિકા દહન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા

હોળીની પ્રદક્ષિણા કરવાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ હોય છે : સી.આર.પાટીલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે નાગરિકોને હોળીનાં પર્વની (Holi 2025) શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રીય મંત્રીએ (CR Patil) કહ્યું કે, 'હોળીનાં પર્વ પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. હોળી એ ભક્ત પ્રહલાદની શક્તિનું પ્રતીક છે. હોળીની પ્રદક્ષિણા કરવાનું ભક્તોમાં અનેરું મહત્ત્વ હોય છે.' સી.આર. પાટીલે જળસંચય મુદ્દે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, 'રંગોની જેમ હળીમળીને આગળ વધવું. હોળી રમતી વખતે પાણીનો ખૂબ જ દુરુપયોગ થાય છે. જો કે, પાણી બચાવવા નાગરિકો હવે વધુ જાગૃત થયા છે. પરંતુ, પાણી બચાવવા માટે આપણે પણ પાણી વિનાની હોળી રમવી જોઈએ અને ઓછામાં ઓછું પાણી વપરાય તેનું ધ્યાન રાખવું જોઈએ.'

આ પણ વાંચો - Holika Dahan 2025 : ઠેર ઠેર હોલિકા દહન, ક્યાંક નાળિયેર તો ક્યાંક ગાયનાં છાણથી તૈયાર કરાઈ વૈદિક હોળી

'વડાપ્રધાન મોદીએ પણ જળસંચય-જળસંકટ મુદ્દે ચેતવણી આપી છે'

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે (CR Patil) આગળ કહ્યું કે, ' જળસંચય (Water Conservation) અત્યંત મહત્ત્વનો વિષય છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) પણ જળસંચય અને જળસંકટ મુદ્દે ચેતવણી આપી છે. વડપ્રધાન મોદી અને સરકાર દ્વારા અનેક પ્રકલ્પો દ્વારા પાણી બચાવવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે આપણે પણ જળનો વ્યય થતો અટકાવવો જોઈએ. '

આ પણ વાંચો - Sujok Therapy : શું 'રંગ' આરોગ્ય અને ભાવનાઓને બેલેન્સ કરે છે ? જાણો રંગોની અનોખી થેરાપી વિશે

Tags :
CR PatilDhuleti 2025GUJARAT FIRST NEWSHoli 2025Holika Dahan 2025pm narendra modiTop Gujarati NewsWater ConservationWater Resources
Next Article