Cough Syrup અંગેના Gujarat First ના અહેવાલની અસર! સરકારની કડક કાર્યવાહીની ખાતરી
- કફ સિરપ અંગેના ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર
- રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીનું મોટું નિવેદન
- "મેડિકલ સ્ટોરમાં પ્રતિબંધિત દવાઓનું વેચાણ ન થઈ શકે"
- "હું આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીને ધ્યાને મુકું છુ"
- "ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ ન આપી શકાય"
- "જો વેચાણ થતું હશે તો આરોગ્ય વિભાગ પગલાં ભરશે"
ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ રાજ્યમાં કફ સિરપ (Cough Syrup) અને અન્ય પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણના મુદ્દે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે મેડિકલ સ્ટોર્સમાં પ્રતિબંધિત દવાઓનું વેચાણ કોઈપણ સંજોગોમાં ન થઈ શકે.
રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘાણીએ શું કહ્યું ?
મંત્રીએ જણાવ્યું હતું કે, આ ગંભીર બાબતને તેઓ તાત્કાલિક આરોગ્ય વિભાગ અને આરોગ્ય મંત્રીના ધ્યાનમાં મૂકશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન (Doctor's Prescription) વિના આવી દવાઓ ગ્રાહકોને આપી શકાય નહીં. જો આ નિયમોનું ઉલ્લંઘન કરીને દવાઓનું વેચાણ થતું હશે, તો આરોગ્ય વિભાગ દ્વારા કડક અને નિયમોનુસાર પગલાં ભરવામાં આવશે.
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ
પાક સહાય પેકેજ મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઇ : જીતુભાઇ વાઘાણી
હજુ પણ પાક સહાય માટે ફોર્મ મેળવવાનું ચાલુ છે : જીતુભાઇ વાઘાણી @jitu_vaghani @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh #CropReliefPackage #CabinetDiscussion… pic.twitter.com/VwPHfF36iE— Gujarat First (@GujaratFirst) December 3, 2025
ખાતરની તકલીફો લગભગ દૂર : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂતોને ખાતર વિતરણના મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે અગાઉ જ્યારે ખાતરની તકલીફો ઊભી થઈ હતી, ત્યારે સરકારે તેને સોલ્વ કરવાનો પૂરતો પ્રયાસ કર્યો છે અને હવે વ્યાપક તકલીફો રહી નથી. મંત્રીએ ખાતરી આપી કે જ્યાં પણ ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે, ત્યાં ખાતરના રેક પહોંચાડવામાં આવી રહ્યા છે, અને તમામ ખેડૂતોને તેમની માંગ પ્રમાણે ખાતર ઉપલબ્ધ થશે. તેમણે સ્વીકાર્યું હતું કે માત્ર જ્યારે એક સાથે ઘસારો થાય છે, ત્યારે જ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણમાં છે.
રાજ્યભરમાં તળાવો અને નદી-નાળાઓની સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરાશે
મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની સૂચના મુજબ, હવે રાજ્યના તળાવો અને નદી-નાળાઓની સફાઈ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ, જે વિસ્તારોમાં ગંદકી વધુ થતી હોય અથવા જ્યાં જળસ્રોતો દૂષિત થતા હોય, તેવા સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ ઉપાડવામાં આવશે. આ પગલું જળસ્રોતોને સ્વચ્છ રાખવા અને પર્યાવરણની જાળવણીના હેતુથી લેવામાં આવ્યું છે.
જીઆર વગરના નિર્ણયો હવે ઝડપી થશે
રાજ્ય સરકારના વહીવટી તંત્રને વધુ ગતિશીલ બનાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાના આધારે, હવે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે જે નિર્ણયો લેવા માટે જીઆર (સરકારી ઠરાવ) કરવાની જરૂર ન હોય તેવા નિર્ણયો ત્વરિત ગતિએ કરવામાં આવે. આ પગલાંને કારણે વહીવટી પ્રક્રિયામાં રહેલો બિનજરૂરી વિલંબ દૂર થશે અને નાગરિકોને લગતા તેમજ વિકાસલક્ષી કાર્યોમાં ઝડપથી નિરાકરણ લાવી શકાશે.
આ પણ વાંચો : Madhya Pradesh : ઝેરી કફ સિરપ બનાવનારી Sresan Pharma ના માલિકની ધરપકડ


