Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Collector office :કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ મહત્વનો નિર્ણય કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી કરાર આધારિત જગ્યાઓ ૧૧ માસના કરાર પર ભરવાની રહેશે Collector office : રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ...
collector office  કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
Advertisement
  • ગાંધીનગર કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ મહત્વનો નિર્ણય
  • કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી
  • કરાર આધારિત જગ્યાઓ ૧૧ માસના કરાર પર ભરવાની રહેશે

Collector office : રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર કચેરી હસ્તક મંજૂર જગ્યાઓને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યા છે. વાસ્તવમાં કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે.વિગતો મુજબ આ મંજૂરી મળતા કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની રહેશે. આ સાથે અમુક શરતો સાથે આ જગ્યાઓ ભરવા મંજૂરી આપવામાં આવી છે.

વર્ષે રીન્યુ કરવાની શરતે નિમણુંકની મંજૂરી અપાઈ

સરકાર દ્વારા રાજ્યની કલેક્ટર કચેરી હસ્તક ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવા મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે કરાર આધારિત જગ્યાઓ 11 મહિનાના કરાર પર ભરવાની રહેશે. આ સાથે સંવેદનશીલ કામગીરી ન સોંપવી, ગોપનીયતાની બાંહેધરી અને કરાર દર વર્ષે રીન્યુ કરવાની શરતે નિમણુંકની મંજૂરી અપાઈ છે. એક્ઝીક્યુટિવ કામગીરી ન સોંપવા અને લઘુત્તમ વેતન સહીતની શરતો સાથે કરાર આધારીત નિમણૂંક આપવા સરકાર દ્વારા પરિપત્ર કરી મંજૂરી અપાઈ છે.

Advertisement

આ પણ  વાંચો -Gandhinagar: ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક, HMPVના નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષતામાં  કેબિનેટ બેઠક મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ (Cabinet Meeting)બેઠક મળનાર છે. આ બેઠકમાં HMPV ના નિયંત્રણ માટે તકેદારીનાં પગલાની ચર્ચા કરવામાં આવશે. તેમજ આરોગ્ય વિભાગ તેઓનો રિપોર્ટ રજૂ કરશે. તેમજ બનાસકાંઠા જીલ્લાનાં વિભાજન પછી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવનાર છે. તેમજ વાવ-થરાદ જીલ્લામાં ન જોડાવવા થયેલી રજૂઆતો અંગે ચર્ચા પણ કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×