ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat ભાજપે જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરી, જાણો ક્યાં કોના પર કળશ ઢોળાયો

રાજ્યના ભાજપ સંગઠનને લઈને આજે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આજે જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે
12:38 PM Mar 06, 2025 IST | VIMAL PRAJAPATI
રાજ્યના ભાજપ સંગઠનને લઈને આજે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આજે જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે
Gujarat BJP District Presidents List
  1. જિલ્લા-શહેર ભાજપ પ્રમુખોના નામો પર લાગી મહોર!
  2. લીલીઝંડી આપ્યા બાદ તૈયાર થયું પ્રમુખોના નામોનું લિસ્ટ
  3. બંધ કવરમાં જિલ્લા-શહેર ભાજપ પ્રમુખોના નામ અપાયા

Gujarat BJP District Presidents List: રાજ્યના ભાજપ સંગઠનને લઈને આજે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આજે જિલ્લામાં અને શહેરમાં નવા ભાજપ પ્રમુખોના નામોને લઈને મહત્વપૂર્ણ પ્રકિયા હાથ ધરાઈ છે. લીલીઝંડી આપ્યા બાદ, પ્રસંગે પ્રધાન રુપી પ્રમુખોના નામોનો લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આજે 60 થી 70 ટકા જેટલા શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર થવાની છે.જેમાં કેટલાક શહેરમાં ભાજપ પ્રમુખના નામ સામે આવી ગયાં છે.

પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક મળી

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ પર નીલ રાવની વરણી કરવામાં આવી છે. નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય પર બંધ કવર ખોલાયું છે. પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં કવર ખોલાયું હતું. આ બંધ કવરમાંથી નર્મદામાં નીલ રાવનું નામ સામે આવ્યું છે. મહેસાણાની વાત કરવામાં આવે તો અહીં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ગિરીશ રાજગોરને રિપીટ કરવામાં આવ્યાં છે. ગિરીશ રાજગોર રાજકારણમાં ચાણક્ય અને સ્વચ્છ છબી ધરાવે છે. ગોરધન ઝડફિયા, વર્ષા દોશી, ભરત ડાંગરની ઉપસ્થિતીમાં વરણી કરવમાં આવી છે. એટલું જ નહીં પરંતુ સંસદ સભ્યો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જાહેરાત કરવામાં આવી છે.

આ રહીં પ્રમુખના નામોની યાદી

જુનાગઢ ભાજપ શહેર પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની નિયુક્તિ

જુનાગઢની વાત કરવામાં આવે તો, અહીં ભાજપ શહેર પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપ પૂર્વ સાંસદ મોહન કુંડારીયાએ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયાનું સર્વ સંમતિથી નામ જાહેર કર્યું છે. શહેર પ્રમુખ પુનિત શર્માની પહેલી ટર્મ હતી જે પૂર્ણ થઈ છે. નોંધનીય છે કે, લોહાણા સમાજના ગૌરવ રૂપારેલિયા વિહિપ સંઘ સાથે સંકળાયેલા છે. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લાના નવા પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાની ફરી વરણી કરવામાં આવી છે. કીર્તિસિંહ વાઘેલાને ફરી એકવાર જિલ્લા ભાજપ પ્રમુખનું પદ સોંપાયું છે. નોંધનીય છે કે, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલાને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવાયા છે.

આ પણ વાંચો: Rajkot: ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલના આવા કામ? વિદ્યાર્થીઓને ભણાવે છે ચોરીના પાઠ!

કુણાલ ખાંતીલાલ શાહ બન્યા ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ માટે કુણાલ ખાંતીલાલ શાહની વરણી કરવામાં આવી છે. કુણાલ શાહ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે રહી ચૂક્યા છે. કુણાલ શાહ 21 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અગાઉ વોર્ડ પ્રમુખ અને શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ કુમાર શાહ રહી ચૂક્યા છે.

ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલને ફરી રિપીટ કરાયા

ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલને ફરી રિપીટ કરવામાં આવ્યાં છે. અનિલ પટેલે કહ્યું કે, પાર્ટીએ મને ફરી એક વખત જવાબદારી આપી છે, ગાંધીનગરમાં દરેક કામ થયા છે અને જે બાકી છે તે કરીશું’. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી એકવાર ભુરાલાલ શાહના નામની જાહેરાત કરાઈ છે. નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભુરાલાલ શાહને પણ રિપીટ કરવામાં આવ્યાં છે. ક્લસ્ટર ઈનચાર્જ જસવંતસિંહ ભાભોરે નામની જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Bhavnagar: 75 લાખ રૂપિયાની લૂંટ, ચિત્રા SBI બેંક બહારના સીસીટીવીમાં કેદ થઈ લૂંટની ઘટના

અતુલ કાનાણી પર જિલ્લા ભાજપ પ્રમુખનો કળશ ઢોળાયો

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદને લઈને આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નિરીક્ષકો આવ્યા હતા. જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ધારી ભાજપના પાયાના પથ્થર ગણાતા અતુલ કાનાણી પર જિલ્લા ભાજપ પ્રમુખનો કળશ ઢોળાયો હતો. ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવા પ્રમુખની નિમણૂકને લઈને જિલ્લા ભાજપના નેતાઓ સાંસદ ભરત સુતરીયા, પૂર્વ સાંસદ નારણ કાછડીયા, સાથે ભરત બોધારા સહિતના નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
GujaratGujarat BJPgujarat bjp district presidentsgujarat bjp district presidents Listgujarat bjp district presidents Name listgujarat bjp Important Newsgujarat bjp NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsList of gujarat bjp district presidents
Next Article