ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujrat: પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, 8 જાન્યુઆરીથી યોજાઈ શકે શારીરિક કસોટી

Gujarat Police Recruitment: પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, 8 જાન્યુઆરીથી યોજાઈ શકે શારીરિક કસોટી
01:52 PM Dec 20, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat Police Recruitment: પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર, 8 જાન્યુઆરીથી યોજાઈ શકે શારીરિક કસોટી
Gujarat police Recruitment Update
  1. અંદાજે બે મહિના ચાલશે શારીરિક કસોટી
  2. ભરતી બોર્ડે જે તે જીલ્લામાં મેદાન તૈયાર કરવા આપી સૂચના
  3. ભરતી બોર્ડ ઝડપથી જ તારીખ કરશે જાહેર

Gujarat police Recruitment: ગુજરાત પોલીસની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ ભારતીમાં લાખો ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યાં છે. ત્યારે હવે ક્યારે તેની શારીરિક કસોટી લેવાશે? તેની ઉમેદવારો મીટ માંડીને બેઠા છે. મળતી વિગતો પ્રમાણે જાન્યુંઆરીમાં આ ભરતીની શારીરિક કસોટી યોજાઈ શકે છે. પોલીસ ભરતી માટે શારીરિક કસોટી અંદાજે બે મહિના ચાલશે.

આ પણ વાંચો: Gujarat First Impact: Operation Asur બાદ જાગી રાજકોટ ગ્રામ્ય પોલીસ, બંધ કરાવ્યાં દારૂના અડ્ડા

જે તે જિલ્લામાં મેદાન તૈયાર કરવા સૂચનાઓ આપી દેવામાં આવી

મળતી વિગતો પ્રમાણે આ ભરતી માટે અંદાજે બે મહિના સુધી શારીરિક કસોટી ચાલવાની છે. એટલું જ નહીં પરંતુ પોલીસ ભરતી બોર્ડે જે તે જિલ્લામાં મેદાન તૈયાર કરવા સૂચનાઓ આપી દીધી છે. જોકે હજી સંભવિત તારીખ સામે આવી છે. પરંતુ આગામી ટૂંક સમયમાં ભરતી બોર્ડ શારીરિક કસોટી માટેની તારીખ જાહેર કરી દેશે.

આ પણ વાંચો: સંભલમાં સપા સાંસદ બર્કના ઘરની સીડીઓ તૂટી, ગેરકાયદે બાંધકામ મામલે કાર્યવાહી

ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલની ભરતી માટેની વિગતો

ગુજરાત પોલીસમાં 12,472 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) અને જેલ સિપાઈની જગ્યાઓનો સમાવેશ છે. જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થશે ત્યારે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ સાઈટ ojas.gujarat.gov.in પર જઈને તમારે કોલ લેટર નીકાળવનો રહેશે

આ પણ વાંચો: Operation Asur બાદ જાગી રાજકોટ ગ્રામ્ય પોલીસ, બંધ કરાવ્યાં દારૂના અડ્ડા

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarat Police BhartiGujarat Police recruitmentGujarat police recruitment NewsGujarat police recruitment UpdateGujarati NewsGujarati Top NewsIMPORTANT NEWSLatest Gujarati NewsTop Gujarati News
Next Article