Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat New Cabinet : રાજનીતિમાં આવવા સરકારી નોકરી છોડી, સરકારનાં નવા બહુશિક્ષિત મંત્રી પાસે છે વિવિધ ડિગ્રી

ગુજરાતમાં 'દાદા સરકાર 2.0'માં કોડીનારનાં ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાને પણ સામેલ કરાયા છે. ડો.પ્રદ્યુમન વાજા ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે જે અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત છે. ડો.પ્રદ્યુમન વાજા પાસે MBBS, DGO, MD, LLB અને LLM સહિતની ડિગ્રીઓ છે. રાજકારણમાં જોડાતા પહેલા પોતાની સરકારી નોકરી છોડી દીધી હતી.
gujarat new cabinet   રાજનીતિમાં આવવા સરકારી નોકરી છોડી  સરકારનાં નવા બહુશિક્ષિત મંત્રી પાસે છે વિવિધ ડિગ્રી
Advertisement
  1. કોડીનારનાં ધારાસભ્યને ગુજરાત મંત્રી મંડળમાં સ્થાન (Gujarat New Cabinet)
  2. ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાને મંત્રીપદમાં સ્થાન મળ્યું
  3. પ્રદ્યુમન વાજા અમદાવાદનાં ઘાટલોડિયાનાં વતની
  4. 1995 માં ગુજરાત યુનિ.માંથી MBBS, DGO, MD કર્યું
  5. ડો.પ્રદ્યુમન વાજાએ 2022 માં LLB અને LLM પણ કર્યું
  6. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી

Gujarat New Cabinet 2025 : ગુજરાતમાં 'દાદા સરકાર 2.0'માં (CM Bhupendra Patel 2.0) નવા મંત્રીઓની આજે જાહેરાત કરવામાં આવી છે. 26 સભ્યનાં નવા મંત્રીમંડળમાં 19 નવા ચહેરાને સ્થાન મળ્યું છે, જ્યારે 6 મંત્રી રિપીટ થયા છે. નવા કેબિનેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 8 પાટીદારને સ્થાન મળ્યું છે. જ્યારે 8 OBC, 4 ST, 3 SC નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરાયા છે. નવા મંત્રીમંડળમાં કોડીનારનાં ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાને (Dr. Pradyuman Vaja) પણ સામેલ કરાયા છે. ડો.પ્રદ્યુમન વાજા ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. તેઓ ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે જે અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત છે.

આ પણ વાંચો - Gujarat New Cabinet 2025 : નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખાતાઓની ફાળવણી કરાઈ

Advertisement

Advertisement

Dr. Pradyuman Vaja પાસે MBBS, DGO, MD, LLB અને LLM ની ડિગ્રી

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર 2.0 માં 19 નવા ચહેરાઓને સામેલ કરાય છે, જેમાં ડો.પ્રદ્યુમન વાજાને (Dr. Pradyuman Vaja) સ્થાન મળ્યું છે. ડો.પ્રદ્યુમન વાજા અમદાવાદ જિલ્લાના ઘાટલોડિયાના વતની છે. તેમનો જન્મ 18 ઓગસ્ટ 1968 નાં રોજ થયો હતો. તેમણે વર્ષ 1995 માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, DGO અને MD નો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ વર્ષ 2022 માં તેમણે કાયદાનો પણ અભ્યાસ કર્યો છે, તેમણે LLB અને LLM કર્યું હતું. ડો.પ્રદ્યુમન વાજાએ રાજકારણમાં જોડાતા પહેલા પોતાની સરકારી નોકરી છોડી દીધી હતી. તેમની પત્ની પણ ડોક્ટર છે.

આ પણ વાંચો - Praful Pansheriya : મંત્રી તરીકે બહોળો અનુભવ અને નિર્વિવાદિત નેતાની ધરાવે છે છબી

વર્ષ 2022 માં ભાજપનું પ્રતિનિધિત્વ કરી કોડીનારથી જીત્યા હતા

ડો.પ્રદ્યુમન વાજા શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ, શિક્ષણની દ્રષ્ટિએ બહુમુખી પ્રતિભા ધરાવે છે. રાજકીય કારકિર્દી અંગે વાત કરીએ તો તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ પ્રદેશ ભાજપ SC મોર્ચાના પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. વર્ષ 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.આ ચૂંટણીમાં તેઓ ભાજપનું પ્રતિનિધિત્વ કરી કોડીનારથી જીત્યા હતા. ડો.પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર વિધાનસભા (Kodinar Assembly) મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે, જે અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત છે. પ્રદ્યુમન વાજા ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનાં જાણીતા અનુસૂચિત જાતિ (SC) ચહેરા છે. નવા મંત્રીમંડળમાં પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને અધિકારિતા ખાતું મળ્યું છે.

આ પણ વાંચો - સૌરાષ્ટ્રના અગ્રદૂત : જીતુ વાઘાણીની રાજકીય અને શૈક્ષણિક વિજયોની આગવી ગાથા

Tags :
Advertisement

.

×