Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jagdish Vishwakarma સંભાળશે ગુજરાત ભાજપનું સુકાન! નિકોલ નિવાસસ્થાનેથી કમલમ સુધી ભવ્ય રેલીનું આયોજન

Jagdish Vishwakarma : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આજે 4 ઓક્ટોબરે, શનિવારે સવારે 10 વાગ્યે ગાંધીનગરના કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્મા સત્તાવાર રીતે ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કરશે.
jagdish vishwakarma સંભાળશે ગુજરાત ભાજપનું સુકાન  નિકોલ નિવાસસ્થાનેથી કમલમ સુધી ભવ્ય રેલીનું આયોજન
Advertisement
  • Jagdish Vishwakarma સંભાળશે ગુજરાત ભાજપનું સુકાન
  • ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર કમલમ સુધી રેલીનું આયોજન
  • નિકોલ નિવાસસ્થાનેથી કમલમ સુધી ભવ્ય રેલીનું આયોજન
  • ગાંધીનગર કમલમ ખાતે પદગ્રહણ કરશે જગદીશ વિશ્વકર્મા
  • જગદીશ વિશ્વકર્મા સિવાય કોઈએ નથી કરી ઉમેદવારી

Jagdish Vishwakarma : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખપદને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. આજે 4 ઓક્ટોબરે, શનિવારે સવારે 10 વાગ્યે ગાંધીનગરના કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) સત્તાવાર રીતે ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે પદગ્રહણ કરશે.

પદગ્રહણ પહેલા ભવ્ય રેલી

જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) આજે સવારે અમદાવાદના નિકોલ સ્થિત પોતાના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે ગાંધીનગર કમલમ તરફ નીકળ્યા છે. ઈન્દિરા બ્રિજથી લઈને ગાંધીનગર સુધી આ રેલીનો ભવ્ય પ્રદર્શન જોવા મળશે. રસ્તામાં અનેક ધારાસભ્યો, સાંસદો તથા સ્થાનિક કાર્યકર્તાઓ તેમની સાથે જોડાઈ રહ્યા છે. ભાટ નજીકથી અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ પણ રેલીમાં ઉમેરાશે.

Advertisement

Advertisement

બિનહરીફ ચૂંટાઈ આવ્યા Jagdish Vishwakarma

પ્રદેશ પ્રમુખ તરીકેની પસંદગી માટે ભાજપની ચૂંટણી સમિતિએ ગઈકાલે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ચૂંટણી અધિકારી ઉદય કાનગડાને જગદીશ વિશ્વકર્માએ પોતાનું ફોર્મ સોંપ્યું હતું. ખાસ વાત એ રહી કે તેમના સિવાય એકપણ ઉમેદવાર આગળ આવ્યો નથી. પરિણામે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ આ બાબતની પુષ્ટિ કરી છે.

કેન્દ્રીય નેતાઓની હાજરી

આજે કમલમ ખાતે યોજાનારા પદગ્રહણ સમારોહમાં ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ ડૉ. કે. લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત અનેક નેતાઓ હાજરી આપશે. રાજ્ય સરકારના મંત્રીઓ અને અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

કાર્યકર્તાઓમાં ઉત્સાહ

જગદીશ વિશ્વકર્માની પસંદગી કાર્યકર્તાઓમાં ઉત્સાહનું માહોલ સર્જી રહી છે. તેમના સમર્થકો અને પરિજનો મોટી સંખ્યામાં રેલીમાં હાજરી આપી રહ્યા છે. નિકોલથી ગાંધીનગર સુધીની રેલી ભાજપ માટે શક્તિપ્રદર્શન સમાન બની રહી છે.

આ પણ વાંચો :   Gujarat First ના અહેવાલ પર લાગી મહોર! ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષપદે જગદીશ વિશ્વકર્માની બિનહરીફ, સત્તાવાર જાહેરાત બાકી

Tags :
Advertisement

.

×